Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેપ્ટન શ્રેયસ અય્યરની પ્રથમ સદીથી જીત્યું ભારત:વેસ્ટ ઇન્ડીઝને 8 વિકેટે હરાવ્યું, T20માં ટીમ ઈન્ડિયાની સતત 10મી જીત

    22 hours ago

    ભારતે પહેલી T20માં વેસ્ટ ઇન્ડીઝને 8 વિકેટે હરાવ્યું છે. T20 ઇન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયાની આ સતત 10મી જીત પણ છે. ભારત જુલાઈ 2026માં ઝિમ્બાબ્વે સિરીઝ પછી એક પણ મેચ હાર્યું નથી. ટૉસ હારતા પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝ મંગળવારે 19.1 ઓવરમાં 171 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. કેપ્ટન શાઈ હોપે 52 રન બનાયા હતા, જ્યારે શેરફેન રધરફોર્ડે 56 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી ડેબ્યૂ કરી રહેલા નમન ધીરે 3 વિકેટ લીધી હતી. આ સિવાય કુલદીપ યાદવ અને અક્ષર પટેલને 2-2 વિકેટ મળી હતી. જવાબમાં ભારતે 14.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 172 રન બનાવી ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. કેપ્ટન શ્રેયસ અય્યરે નોટઆઉટ 102 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે માત્ર 42 બોલમાં સદી ફટકારતા 10 ચોગ્ગા અને 6 છગ્ગા માર્યા હતા. ઈશાન કિશને અણનમ 37 રન બનાવ્યા હતા. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 67 બોલ પર 137 રનની ભાગીદારી થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    Ground Report | સૌરાષ્ટ્રમાં જળસંકટના વાદળ | ખેડુતના નસીબ સુકાયા | Weather Update | Prime Time News
    Next Article
    રાહુલ-પ્રિયંકા ગાંધીને દિલ્હી પોલીસે 2 કલાક બાદ છોડી દીધા:8 કલાકના ધરણા બાદ કસ્ટડીમાં લીધા હતા; સવારે CEC વિરુદ્ધ વિપક્ષે માર્ચ કાઢી હતી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment