Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકામાં રહેતા NRI સામે વડોદરાના વકીલની ફરિયાદ:જમીન NA કરવાની મામલે ઉગ્ર બોલાચાલી કરીને 5 લાખ પડાવ્યા, દીકરીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી

    5 days ago

    વડોદરામાં જમીન સોદાને લઈ જમીન NA કરવાની કામગીરીને લઈને વકીલને ધમકી આપીને 5 લાખ રૂપિયા પડાવી લેવાની ફરિયાદ અમેરિકામાં રહેતા NRI સામે અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. NRIએ જમીન ખરીદીની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આપેલા રૂપિયા પરત માંગતા વકીલની ઓફિસમાં જઈ હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં, વકીલની પુત્રીનો ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેને આધારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમેરિકામાં રહેતા NRI સામે ફરિયાદ વડોદરાના ઈલોરાપાર્ક વિસ્તારમાં આવેલી મમતા સોસાયટીના વ્હાઇટ ઓક એપાર્ટમેન્ટમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા મનીષચંદ્ર સુરેન્દ્રલાલ દીક્ષિત (ઉ.વ. 59)એ અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની ઓફિસ વડોદરા કોર્ટ સામે આશીર્વાદ બંગલોમાં આવેલી છે. ઓક્ટોબર-2025 દરમિયાન તેમના મિત્ર મારફતે NRI રાકેશ અરવિંદભાઈ નાયક સાથે ઓળખાણ થઈ હતી. રાકેશ નાયકે પોતે અમેરિકાથી ભારત આવતા હોવાની અને નર્મદા કિનારે યોગ્ય જમીનની શોધમાં હોવાની વાત કરી હતી. જેથી ફરિયાદીએ કરજણ તાલુકાના કોઠીયા ગામની જમીન બતાવી હતી. જમીન પસંદ આવતા રાકેશ નાયકે જમીન માલિકો સાથે મુલાકાત કરી વેચાણ અંગે સમજૂતી કરી હતી. વધુ ફી વસૂલી હોવાનું કહી 5 લાખ પડાવી લીધા રાકેશ નાયક NRI હોવાથી ખેતીની જમીન ખરીદવા માટે જરૂરી કાયદેસરની પ્રક્રિયા, બિનખેતી પરવાનગી સહિતની કાર્યવાહી અંગે માર્ગદર્શન માંગ્યું હતું. ત્યારબાદ જમીન સંબંધિત તમામ કાયદેસરની કાર્યવાહી મનીષચંદ્ર દીક્ષિતને સોંપવામાં આવી હતી. તમામ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરી દેવામાં આવી હતી અને નક્કી કરાયેલ ફી પણ રાકેશ નાયક દ્વારા ચૂકવવામાં આવી હતી. આ દરમિયાન તા. 15 ડિસેમ્બર 2025ના રોજ રાકેશ નાયક પોતાના કેટલાક સાગરીતો સાથે મનીષભાઈની ઓફિસે પહોંચ્યો હતો અને વધુ રૂપિયા લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી ઉગ્ર બોલાચાલી કરી હતી. ઓફિસ સ્ટાફ અને હાજર અસીલોની હાજરીમાં ગાળો બોલી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત, વારંવાર ઓફિસે આવી તેમજ વકીલાતના વ્યવસાયિક વર્તુળમાં બદનામ કરવાની ધમકી આપીને 5 લાખ રૂપિયા પડાવી લીધા હતા. પુત્રીના ફોટો વાઈરલ કરવાની ધમકી આપી ત્યારબાદ પણ રાકેશ નાયક અને તેના સાગરીતો દ્વારા વધુ નાણાંની માંગણી કરીને ધમકીઓ આપવામાં આવી હતી. તા. 13 મે 2026ના રોજ રાકેશ નાયકે ફરિયાદીના પુત્ર અભિષેકના વોટ્સએપ પર મનીષભાઈની 28 વર્ષીય પુત્રીનો મેટ્રિમોનિયલ સાઇટ પરથી મેળવેલ ફોટો અને બાયોડેટાનો સ્ક્રીનશોટ મોકલી તેને વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી. આરોપી રાકેશ નાયકે મનીષભાઈના પરિવારજનો અંગે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી પરિવાર તથા વ્યવસાયિક કારકિર્દી બરબાદ કરવાની ધમકી પણ આપી હતી. સમગ્ર મામલે અકોટા પોલીસે NRI રાકેશ નાયક સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં સ્થાયી અને મૂળ નવસારીના રહેવાસી NRI રાકેશ નાયકે નર્મદા પરિક્રમા યાત્રીઓ માટે નિઃશુલ્ક ભોજન, નિવાસ, ગૌશાળા, શિવ મંદિર અને વૃદ્ધાશ્રમ બનાવવા માટે કરજણ તાલુકામાં જમીન ખરીદવાનો નકકી કર્યુ હતુ. પરંતુ વડોદરાના એડવોકેટ અભિષેક દિક્ષિત અને મનીષ દિક્ષિત દ્વારા રૂ. 94 લાખથી વધુની ઉચાપત અને જીવલેણ ધમકી આપવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા. પોલીસ દ્વારા FIR ન નોંધાતા મામલો હવે રાજ્ય અને કેન્દ્રીય સ્તર સુધી લેખિત રજૂઆત કરી હતી. તો સામે પક્ષે વકીલે કહ્યું હતું કે, અમે તમામ પ્રોસેસ પૂરી કરી છે અને નક્કી કરેલી ફી લીધી છે, એમને અમારી માનહાની કરી છે, તેમની સામે કાર્યવાહી કરીશ. આ કેસમાં NRI સામે પોલીસ ફરિયાદ થતા નવો વણાંક આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પાટણના વોર્ડ-9માં ગટરના પાણી ઉભરાયા,રોગચાળાની ભીંતિ:રાધનપુરી વાસમાં ઘરોમાં છ મહિનાથી શુદ્ધ પાણીનો અભાવ, વોટર વર્ક્સ અને ભૂગર્ભ શાખા ગાઢનિંદ્રામાં, કોર્પોરેટરના તંત્ર પર પ્રહાર
    Next Article
    પીપલગના પૂર્વ સરપંચ મનીષ પટેલ બન્યા નડિયાદ મનપાના પ્રથમ મેયર:કલ્પેશ રાવળ ડેપ્યુટી મેયર, પરાગ બ્રહ્મભટ્ટની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે વરણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment