Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીપલગના પૂર્વ સરપંચ મનીષ પટેલ બન્યા નડિયાદ મનપાના પ્રથમ મેયર:કલ્પેશ રાવળ ડેપ્યુટી મેયર, પરાગ બ્રહ્મભટ્ટની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે વરણી

    6 days ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 15 મનપામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, ત્યારે હવે રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી પ્રક્રિયા આજથી તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવી છે. મનપાના મેયર, ડેપ્યુટી મેયર સહિત પાંચ મુખ્ય હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે આજે નડિયાદ મનપાના પણ મેયર સહિતના નામોની જાહેરાત થઈ ગઈ છે. નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે વોર્ડ નંબર 11ના મનીષ પટેલની પસંદગી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 9ના કલ્પેશ રાવળ તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પરાગ બ્રહ્મભટ્ટ. શાસક પક્ષના નેતા તરીકે મેઘના વિકાસકુમાર શાહ. દંડક તરીકે પુષ્પાબેન પરમારના નામ જાહેર કરાયા છે. નડિયાદ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર મનીષ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનાઓએ મારા પર વિશ્વાસ મૂકીને આજે આ નડિયાદ મહાનગરપાલિકાનું સુકાન સોંપ્યું છે, અમે તેને પૂરેપૂરી નિષ્ઠાથી કામ કરીને નિભાવીશું. નડિયાદ મહાનગરપાલિકામાં પ્રજાના વિકાસના કામો માટે અમારો એક જ સંકલ્પ રહેશે કે, જે પ્રજાની સૌથી પહેલી અને મહત્વની જરૂરિયાત હશે તે કામોને અમે અગ્રતા આપીને સૌથી પહેલાં પૂરા કરીશું. ચોમાસામાં પાણીના ભરાવાની સમસ્યા કે વાહન વ્યવહારને લગતા પ્રશ્નો હોય, તે તમામ પ્રશ્નો બાબતે યોગ્ય આયોજન સાથે આગળ કામગીરી કરીશું. હું દરેક રહેવાસીને ખાતરી આપું છું કે, પ્રજાએ જે અમને 51 સીટો આપીને આટલો મોટો વિશ્વાસ મૂક્યો છે, તે વિશ્વાસ પર અમે પ્રામાણિકતાથી કામ કરીશું. હું પહેલા સરપંચ તરીકે સેવા આપતો હતો અને આજે પાર્ટીએ મારા જેવા સામાન્ય કાર્યકર્તા પર વિશ્વાસ મૂકીને સીધો મેયર બનાવ્યો છે, તે જ દર્શાવે છે કે આ પાર્ટીમાં કાર્યકર્તાની કદર થાય છે. કોણ છે મેયર મનીષ પટેલ? નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે વોર્ડ નંબર 11ના મનીષ પટેલની પસંદગી કરવામાં આવી છે. મનીષ પટેલ પીપલગ ગામના પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે, પાટીદાર સહિત તમામ સમાજ સાથે સારા સંબધો છે, ભાજપના સનિષ્ઠ કાર્યકર અને ધારાસભ્ય પંકજ દેસાઈના અંગત માનવામાં આવે છે. ડે.મેયર કલ્પેશ રાવળ ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 9ના કલ્પેશ રાવળની નિમણૂક કરવામાં આવી છે. કલ્પેશ રાવળ બીજેપી પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટના ખાસ છે. તેમજ કલ્પેશ રાવળની કામગીરીના કારણે તેઓને આ હોદ્દો મળ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરાગ બ્રહ્મભટ્ટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે વોર્ડ નંબર 5ના પરાગ બ્રહ્મભટ્ટની વરણી કરાઈ છે. પરાગ બ્રહ્મભટ્ટ ભાજપના જુના કાર્યકર્તા છે અને ગુજરાતના ટોચના નેતાના સંપર્કમાં હોવાનું મનાય છે, આ ઉપરાંત સેવા પ્રવૃત્તિમાં તેમનું નામ તેમના વિસ્તારમાં મોખરે રહે છે. આ ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે વોર્ડ નંબર 7ના મેઘના વિકાસકુમાર શાહ અને દંડક તરીકે વોર્ડ નંબર 5ના પુષ્પાબેન પરમારનું નામ જાહેર કરાયું છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકામાં રહેતા NRI સામે વડોદરાના વકીલની ફરિયાદ:જમીન NA કરવાની મામલે ઉગ્ર બોલાચાલી કરીને 5 લાખ પડાવ્યા, દીકરીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી
    Next Article
    Punjab civic polls: Raja Warring reaches polling booth on bullock cart to protest fuel price rise

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment