Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્નીને જર્મની લઈ જઈને પતિ અન્ય સાથે રાત્રે પાર્ટીઓ કરતો:મહિને લાખો કમાતા NRI પતિ પાસે પૈસા માગતા ભારત મોકલવાની ધમકી આપતો, 25 હજારનું ભરણપોષણ ચૂકવવા સુરત કોર્ટનો આદેશ

    2 days ago

    સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતી સીમા (નામ બદલેલ છે)ના લગ્ન 2015માં અડાજણના વતની અને હાલ બર્લિન (જર્મની)માં રહેતા રાહુલ (નામ બદલેલ છે) સાથે થયા હતાં. લગ્ન સમયે વિદેશમાં સ્થાયી થવાના મોટા સપનાઓ બતાવવામાં આવ્યા હતા. જોકે, લગ્ન બાદ પતિ વિદેશ જતો રહ્યો અને પત્નીને સાસુ-સસરા પાસે મૂકી ગયો હતો. 2016માં પતિ તેને જર્મની લઈ તો ગયો, પણ ત્યાં સુખને બદલે સીમાના નસીબમાં દુઃખ લખાયેલું હતું. પત્નીના આક્ષેપ: પતિ મોડી રાત સુધી પાર્ટી કરતો અને ખર્ચ માટે પૈસા પણ આપતો નહીં સીમાએ કોર્ટમાં કરેલી રજૂઆત મુજબ, જર્મનીમાં પતિનું વર્તન બદલાઈ ગયું હતું. તે મોડી રાત સુધી બહાર પાર્ટીઓ કરતો અને ઘરે આવ્યા બાદ સીમાને ઘરખર્ચ માટે પૂરતા પૈસા પણ આપતો ન હતો. જ્યારે પણ સીમા પોતાના હકની વાત કરતી કે ફરિયાદ કરતી, ત્યારે રાહુલ તેને ભારત પરત મોકલી દેવાની ધમકી આપતો હતો. અંતે, લગ્નના માત્ર બે વર્ષમાં જ પત્નીને તરછોડી દેવામાં આવી હતી, જેના કારણે તેણીએ કાયદાનો આશરો લેવો પડ્યો હતો. એક પણ વખત પતિ કોર્ટમાં હાજર ન રહ્યો ભરણપોષણનો કેસ દાખલ થયા બાદ પતિ એક પણ વખત કોર્ટમાં હાજર રહ્યો ન હતો. તેને એમ હતું કે ગેરહાજર રહેવાથી કેસ ચાલશે નહીં. જોકે, પત્નીના એડવોકેટ અશ્વિન જે. જોગડિયાએ પતિના છેલ્લા દસ વર્ષના ભારતના ઇન્કમટેક્સ પેપર્સ અને પાસપોર્ટ સહિતની વિગતો કોર્ટમાં રજૂ કરી હતી. સામા પક્ષે પતિએ જર્મનીમાં છૂટાછેડાનો કેસ કર્યો હતો તેની નોટિસ પણ પુરાવા તરીકે રજૂ કરવામાં આવી હતી, જેને આધારે કોર્ટે એકતરફી સુનાવણી હાથ ધરી હતી. પત્નીને દર મહિને 25,000 રૂપિયા ભરણપોષણ કોર્ટનો હૂકમ સુનાવણી દરમિયાન એડવોકેટની રજૂઆતને ગ્રાહ્ય રાખતા ફેમિલી કોર્ટે નોંધ્યું હતું કે, સામાવાળો જર્મનીના બર્લિન જેવા મોંઘા શહેરમાં રહે છે. ભારતીય ચલણ મુજબ એક યુરોની કિંમત અંદાજે 110 રૂપિયા થાય છે. આ સંજોગોમાં પતિ માસિક ઓછામાં ઓછી 1 લાખ રૂપિયાથી વધુની કમાણી કરવા સક્ષમ છે તે સ્પષ્ટ જણાય છે. આ તારણના આધારે કોર્ટે પત્નીને દર મહિને 25,000 રૂપિયા ભરણપોષણ પેટે ચૂકવવાનો હુકમ કર્યો હતો. મિડિયેશન નિષ્ફળ રહ્યું, પતિએ ફોન પર જ છૂટાછેડા માગી લીધા ડિસેમ્બર 2018થી પિયરમાં રહેતી સીમાએ ઘર સંસાર બચાવવા સુરતના મિડિયેશન સેન્ટરમાં પ્રિ-લિટિગેશન અરજી પણ કરી હતી. આ બેઠકમાં સાસુ-સસરા અને અન્ય સંબંધીઓ હાજર રહ્યા હતા, પરંતુ પતિએ ત્યાં આવવાને બદલે ફોન પર જ વાત કરી સીધા છૂટાછેડાની માગણી કરી હતી. સમાધાનની કોઈ શક્યતા ન જણાતા જૂન-2024માં ભરણપોષણનો કેસ સુરત ફેમિલી કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટમા ગેરહાજર રહેતા પતિઓ માટે લાલબત્તી, કાયદો વિદેશમાં પણ પહોંચશે આ ચુકાદો એવા NRI પતિઓ માટે ચેતવણી સમાન છે જેઓ માને છે કે વિદેશ જઈને પત્નીને તરછોડી દેવાથી કે કોર્ટમાં હાજર ન રહેવાથી તેઓ બચી જશે. એડવોકેટ જોગડિયાએ જણાવ્યું હતું કે, આ કેસમાં સાબિત થયું છે કે પુરાવા મજબૂત હોય તો પતિની ગેરહાજરીમાં પણ પત્નીને ન્યાય મળી શકે છે. વિદેશમાં રહેતા અને પત્નીઓને નિરાધાર છોડતા લોકો માટે આ કાયદાકીય પાઠ સમાન કિસ્સો છે.
    Click here to Read More
    Previous Article
    રિક્ષાચાલકોને અપાતા ભાડમાં રેપિડોએ ઘટાડો કરતા વિરોધ:પ્રતિ કિ.મી. 15 થી ઘટાડીને 12 રૂપિયા કરી દેવાયા, ભાસ્કરે રિયાલિટી ચેક કરતા એપ પર 1 કિ.મીનો રૂ. 45 ચાર્જ
    Next Article
    મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો:કડાણાના સરહદી ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો, લોકોને ગરમીથી રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment