Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિક્ષાચાલકોને અપાતા ભાડમાં રેપિડોએ ઘટાડો કરતા વિરોધ:પ્રતિ કિ.મી. 15 થી ઘટાડીને 12 રૂપિયા કરી દેવાયા, ભાસ્કરે રિયાલિટી ચેક કરતા એપ પર 1 કિ.મીનો રૂ. 45 ચાર્જ

    2 days ago

    રાજકોટમાં રેપિડોમાં ઓટો ચલાવતા રિક્ષાચાલકોને કંપની તરફથી અપાતા પ્રતિ કિમીના ભાડામાં 3 રૂપિયાનો ઘટાડો કરી દેવાતા રિક્ષાચાલકોમાં રોષ ફેલાયો છે. રાજકોટમાં 300 જેટલા રિક્ષાચાલકોએ આજે રેલી યોજી પ્રતિ કિમી 15 રૂપિયા ચૂકવવા માગણી કરી છે. જો કંપની દ્વારા માગણી સ્વીકારવામાં નહીં આવે તો રાજકોટમાં રેપિડોનું કામ બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પ્રતિ કિમી 15 થી ઘટાડીને 12 કરી દેવાતા રોષ રાજકોટમાં રેપિડોમાં ચાલતી ઓટોના ચાલકોને કંપની તરફથી પ્રતિ કિમી રૂપિયા 15ની ચૂકવણી કરવામાં આવતી હતી. પરંતુ, કોઈ કારણોસર કંપની દ્વારા પ્રતિ કિ.મી.ના ભાડામાં રૂપિયા 3નો ઘટાડો કરી રૂ. 12 ચૂકવવાની શરૂઆત કરતા રિક્ષાચાલકોમાં નારાજગી ફેલાઈ છે. આજે 300 જેટલા રિક્ષાચાલકોએ રાજકોટમાં રેલી યોજી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. રાજકોટમાં રેપિડોનું કામ બંધ કરાવવાની ચીમકી રીક્ષાચાલક કેતન વોરાએ જણાવ્યું હતું કે, અત્યારે અમે શાસ્ત્રી મેદાનમાં બધા ડ્રાઈવરો ભેગા થયા છીએ. અમારી એક જ માંગણી છે કે ભાવ વધારો. પ્રતિ કિલોમીટર ₹3 કાપવામાં આવે છે જે ₹15 કરવામાં આવે તેવી માગણી છે. નહિતર અમે રાજકોટમાં રેપિડોનું કામકાજ સંપૂર્ણપણે બંધ કરી દઈશું. અત્યારે અમને રીક્ષા ચાલકોને પ્રતિ કિલોમીટર ₹12 આપવામાં આવે છે જે પહેલા ₹15.60 હતો. જે ભાવ ફરી કરી આપવામાં આવે તેવી માંગણી છે. ગુજરાતના રીક્ષા એસોસિયેશનનો નિર્ણય છે કે પ્રતિ કિલોમીટર ₹18 આપવામાં આવે. જે સરકારી ભાવ છે. જોકે અમે સરકારી ભાવની તો માંગણી કરતા નથી. અમારો જે ભાવ હતો તે પણ ઘટાડી નાખવામાં આવ્યો છે. જેના કારણે અમે અહીં બધા ભેગા થયા છીએ અને શાસ્ત્રી મેદાનથી રેલી કાઢવાના છીએ. જો રેપોડો તરફથી યોગ્ય નિર્ણય લાવવામાં નહીં આવે તો અમે તેનું કામકાજ બંધ કરી દઈશું. જ્યારે અન્ય રીક્ષાચાલક રાહુલ પટેલે જણાવ્યું હતું કે, અમારો મુખ્ય વિરોધ એ છે કે રેપિડો દ્વારા ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. જેને કારણે પ્રતિ કિલોમીટર અગાઉ જે ₹15 મળતા હતા તે ઘટાડીને ₹12 કરી નાખવામાં આવ્યા છે. ગત 20 એપ્રિલથી ભાવ ઘટાડો કરી નાખવામાં આવ્યો છે. હાલો અમે શાસ્ત્રી મેદાન ખાતે 300 રિક્ષા ચાલકો એકત્ર થયા છીએ. જેથી અમે વિરોધ રૂપે રેલી કાઢી રેપીડો ઓફિસ ખાતે જઈ વિરોધ કરશું. બહુમાળી ભવનથી લીમડા ચોક 1 કિમી અંતરનું ભાડું 45 રૂપિયા રાજકોટમાં રેપિડોના રિક્ષાચાલકોના વિરોધ પ્રદર્શન વચ્ચે ભાસ્કર રિપોર્ટરે રિયાલિટી ચેક કર્યું હતું. બહુમાળી ભવન પાસેથી લીમડા ચોક જવા માટે સર્ચ કરતા 1 કિમી અંતરનું ભાડુ રૂપિયા 45 દર્શાવવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રાઘવ ચઢ્ઢાએ કહ્યું- આજ્ઞાકારી ન રહ્યા તો ભ્રષ્ટાચારી કહ્યા:AAPનો ખતરનાક ખેલ, અંત ખતરનાક થશે, પાઠકે કહ્યું- હું FIRથી ડરતો નથી; મુખ્યમંત્રી રાષ્ટ્રપતિને મળવા માટે રવાના
    Next Article
    પત્નીને જર્મની લઈ જઈને પતિ અન્ય સાથે રાત્રે પાર્ટીઓ કરતો:મહિને લાખો કમાતા NRI પતિ પાસે પૈસા માગતા ભારત મોકલવાની ધમકી આપતો, 25 હજારનું ભરણપોષણ ચૂકવવા સુરત કોર્ટનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment