Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોતાની કાર લઇને જતો ચોરી કરવા જતો ચોર ઝડપાયો:ગાંધીનગરમાં NRIના ઘરમાંથી 1 કરોડ ચોરનારને નારોલ પોલીસે રાતે પેટ્રોલિંગમાં દબોચ્યો

    1 day ago

    ગાંધીનગરમાં સેક્ટર 2માં રહેતાં NRIના ઘરમાં સોના-ચાંદીના દાગીના, યુએસ ડોલર સહિત કુલ 99.55 લાખની મત્તાની ચોરી કરનાર આરોપીને નારોલ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. નારોલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપીને ઝડપ્યો ત્યારે તેણે કબુલાત કરી હતી કે ગાંધીનગરમાં ખૂબ મોટી ચોરી કરી છે. આરોપી પોતાની કાર લઇને જ ચોરી કરવા જતો હતો. આરોપી સામે કુલ 21 ગુના પોલીસ ચોપડે નોધાયેલા છે. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. નારોલ પોલીસે પેટ્રોલિંગ કરતા આરોપીને દબોચ્યો આફ્રિકાના કોંગોમાં પરેશભાઇ શર્મા પરિવાર સાથે રહે છે. તેમનું એક મકાન ગાંધીનગર સેકટર-2માં છે. જ્યારે તેઓ લગ્નપ્રસંગમાં ભારત આવે ત્યારે તે મકાનમાં રોકાય છે. ગત 14 માર્ચે તેઓ ઘરને લોક મારીને આફ્રિકા ગયા હતા ત્યારે ચાવી તેમના પિતરાઇભાઇને આપી હતી. બુધવારે રાત્રે નારોલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક ચોર માલાભાઇ સમેચા(દેવીપૂજક)ને પકડ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા તેને ગાંધીનગરમાં પરેશભાઇના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, યુએસ ડોલર સહિતની મત્તા ચોરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી 1 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો નારોલ પોલીસે પરેશભાઇનો સંપર્ક કરીને સમગ્ર બાબતે જાણ થતા પરેશભાઇને ચોરીની જાણ થઇ હતી. જેની કિંમત તપાસ કરતા 99.55 લાખ રૂપિયા ની મતાની ચોરી થઈ હતી. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. 1 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછપરછ કરતા તે કારમાં તમામ ડોક્યુમેન્ટ સાથે લઇને ફરતો હતો જેથી પોલીસ રોકે તો તમામ ડોક્યુમેન્ટ બતાવી દેતો હતો. આટલું જ નહિ શંકા ન જાય તે માટે પર્સનાલિટી એવી પાડતો હતો કે કોઇ ઓફિસર હોય તેમ ફરતો હતો. તેમજ ચોરીનો મુદ્દામાલ ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તા ભાવે વેચતો હતો.આરોપી સામે ગાંધીધામ, ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર સહિત 21 ગુના પોલીસ ચોપડે નોધાયે હોવાનું સામે આવ્યુ છે તેમજ એક વખત પાસા પણ ભોગવી ચૂક્યો છે.
    Click here to Read More
    Previous Article
    ‘CM-PM બાપુનગરની ગટર સાફ કરવા નહીં આવે’:કોંગ્રેસના ઉમેદવારે કહ્યું- એ તો ભાજપનું માર્કેટિંગ કરવા આવે છે; ગુજરાત ભાજપનું ગુલામ નથી: સિસોદિયા
    Next Article
    પોરબંદરમાં SOGએ ગેરકાયદેસર તમંચા સાથે બે ઝડપ્યા:ચૂંટણી પહેલા પોલીસની સક્રિયતા, એક આરોપી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment