Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘CM-PM બાપુનગરની ગટર સાફ કરવા નહીં આવે’:કોંગ્રેસના ઉમેદવારે કહ્યું- એ તો ભાજપનું માર્કેટિંગ કરવા આવે છે; ગુજરાત ભાજપનું ગુલામ નથી: સિસોદિયા

    20 hours ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચારનો આજે આખરી દિવસ છે. પ્રચારના પડઘમ શાંત થશે, ત્યારે આજે તમામ રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર રેલીઓ અને સભાઓ યોજાઈ રહી છે. અમદાવાદમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો બાપુનગર અને ઇન્ડિયા કોલોની વોર્ડમાં રોડ શો પૂર્ણ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાસ્કરને જણાવ્યું કે અમદાવાદ ગઈ વખત કરતા આ વખતે સારુ પરિણામ આપશે. CMના રોડ શો બાદ એ જ રૂટ પર બાપુનગરમાં કોંગ્રેસના ચારેય ઉમેદવારોએ રોડ શો યોજ્યો હતો. ભાસ્કર રિપોર્ટર સાથે વાતચીત દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈએ કહ્યું કે CM-PM બાપુનગરની ગટર સાફ કરવા નહીં આવે. એ તો ભાજપનું માર્કેટિંગ કરવા આવે છે. તો રાજકોટમાં AAPના મનીષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ગુજરાત ભાજપનું ગુલામ નથી. દિલ્હીના સાંસદ મનોજ તિવારી અમરાઈવાડી વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવાર સાથે રેલી કરશે. જ્યારે ચાંદખેડા વોર્ડમાં ભાજપના નેતા હિતુ કનોડિયા ઉમેદવારો સાથે રેલી કરશે. અમદાવાદમાં આજે તમામ 48 વોર્ડમાં ભાજપ દ્વારા સવારે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા દિવસે પ્રચારમાં એડીચોટીનું જોર લગાવાશે.
    Click here to Read More
    Previous Article
    બળેલા હોઠ-કપાયેલો પગ: લાચાર મોજતબા:પ્લાસ્ટિક સર્જરીની જરૂર, નકલી પગ લગાવવાનો વારો આવ્યો; સેનાના જનરલ ચલાવી રહ્યા છે દેશ
    Next Article
    પોતાની કાર લઇને જતો ચોરી કરવા જતો ચોર ઝડપાયો:ગાંધીનગરમાં NRIના ઘરમાંથી 1 કરોડ ચોરનારને નારોલ પોલીસે રાતે પેટ્રોલિંગમાં દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment