Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના વેજલપર આયુષ્માન મંદિરને NQAS પ્રમાણપત્ર:કેન્દ્રના ગુણવત્તા મૂલ્યાંકનમાં 88.53% ગુણ સાથે રાષ્ટ્રીય સન્માન

    15 hours ago

    મોરબી જિલ્લાના જાહેર આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. માળિયા તાલુકાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા National Quality Assurance Standards (NQAS) હેઠળ રાષ્ટ્રીય કક્ષાનું ગુણવત્તા પ્રમાણપત્ર એનાયત કરાયું છે. આરોગ્ય કેન્દ્રે કડક ગુણવત્તા મૂલ્યાંકનમાં 88.53 ટકા ગુણ મેળવી આ સિદ્ધિ હાંસલ કરી છે. NQAS પ્રમાણપત્ર સરકારી આરોગ્ય સંસ્થાઓ માટે ગુણવત્તાનું સર્વોચ્ચ પ્રમાણપત્ર ગણાય છે. આ માટે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે તબક્કાવાર મૂલ્યાંકન થાય છે. રાષ્ટ્રીય કક્ષાના એસેસરોએ સેવા પ્રદાન, દર્દીઓના અધિકારો, ક્લિનિકલ કેર, સ્વચ્છતા, સંસ્થાકીય વ્યવસ્થાપન અને સ્ટાફની કામગીરી જેવા વિવિધ માપદંડોની ચકાસણી કરી હતી. આ મૂલ્યાંકનમાં વેજલપર આરોગ્ય મંદિર સફળ રહ્યું છે. આયુષ્માન આરોગ્ય મંદિર ગ્રામ્ય વિસ્તારમાં 12 પ્રકારની આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. જેમાં માતૃત્વ સેવાઓ, શિશુ અને બાળ આરોગ્ય, કુપોષણ નિવારણ, કુટુંબ કલ્યાણ, ચેપી અને બિનચેપી રોગોની સારવાર, ઇમરજન્સી સેવા, માનસિક સ્વાસ્થ્ય માર્ગદર્શન તેમજ આયુષ અને યોગનો સમાવેશ થાય છે. આ સિદ્ધિ બદલ જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. શ્રીવાસ્તવ અને જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડૉ. હાર્દિક રંગપરિયાએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ડી.જી. બાવરવા, મેડિકલ ઓફિસર ડૉ. ઉર્જા ગોપાણી અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ટ્વિન્કલ કણસાગરા સહિતની ટીમના પ્રયાસોને બિરદાવ્યા હતા. આ સફળતાને ગ્રામ્ય આરોગ્ય સેવાઓની ગુણવત્તાની રાષ્ટ્રીય માન્યતા ગણાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    AMCનું બનાવટી આઈકાર્ડ, ટેન્ડરફોર્મ અને પર્ચેઝ ઓર્ડર બનાવ્યો:સિવિલ હોસ્પિટલ અને AMCના નામે ઓર્ડર આપવાનું કહી 9.60 લાખનો સાયબર ફ્રોડ કરનારી ત્રિપુટી ઝડપાઈ
    Next Article
    અમરેલીની જમકુડી નદીમાં નવા નીરના વધામણામાં જાહેરનામાનો ભંગ:પદ્મશ્રી ધોળકિયાના કાર્યક્રમમાં લોકો જોખમી પાળા પર ઊભા રહ્યા; બાળકોને પાણીમાં ઉભા રાખ્યા; સસ્તી પ્રસિદ્ધિનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment