Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીની જમકુડી નદીમાં નવા નીરના વધામણામાં જાહેરનામાનો ભંગ:પદ્મશ્રી ધોળકિયાના કાર્યક્રમમાં લોકો જોખમી પાળા પર ઊભા રહ્યા; બાળકોને પાણીમાં ઉભા રાખ્યા; સસ્તી પ્રસિદ્ધિનો આક્ષેપ

    18 hours ago

    અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના મતીરાળા ગામે જમકુડી નદીમાં નવા નીરના વધામણા પ્રસંગે પદ્મશ્રી સવજી ધોળકિયાના સન્માનમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન આયોજકો દ્વારા ડ્રોન શૂટિંગ અને પબ્લિસિટી મેળવવાના હેતુથી નાના બાળકો, મહિલાઓ અને ગ્રામજનોને ધસમસતા પાણીની વચ્ચે તેમજ ચેકડેમની અત્યંત જોખમી પાળ પર ઊભા રાખવામાં આવ્યા હતા. સુરક્ષાના પૂરતા સાધનો કે જરૂરી વ્યવસ્થાઓના અભાવે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ગંભીર બેદરકારી સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અધિક કલેક્ટરના કલમ 163 હેઠળના જાહેરનામાનો સરેઆમ ભંગ અમરેલી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા કલમ 163 હેઠળ 29 August, 2023 સુધી એક ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ જિલ્લાના જળાશયો, સિંચાઈ યોજનાઓ, નદીઓ, તળાવો, પુલ અને નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશ કરી નાહવા કે તટપાળી પર પહોંચીને જોખમી રીતે સેલ્ફી લેવા અથવા કેમેરા-મોબાઈલ શૂટિંગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. મતીરાળા ગામની આ ઘટનામાં અધિક કલેક્ટરના આ સ્પષ્ટ આદેશોનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે. સસ્તી પ્રસિદ્ધિ માટે લોકોના જીવ જોખમમાં મૂકવાનો આક્ષેપ સ્થાનિક નાગરિક વિક્રમભાઈએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, સવજીભાઈ ધોળિયાના કાર્યક્રમમાં જે રીતે જમકુડી નદીના પાળા પર નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને ઉભા રાખીને ફોટોશુટ કરાવ્યું તે યોગ્ય નથી આ ઘટના કલેક્ટર સાહેબના જાહેરનામાંનો સરેઆમ ભંગ છે. સસ્તી પ્રસિદ્ધિ માટે લોકોના જીવના જોખમે આ રીતે વીડિયો શુટ કરે તે યોગ્ય નથી. વહીવટી તંત્રએ આ ઘટના ધ્યાનમાં લઈને પગલાં લેવા જોઈએ તપાસ બાદ કાર્યવાહી કરવા પોલીસ અને તંત્રની ખાતરી આ ઘટના અંગે લાઠી પ્રાંત અધિકારી નીરવ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આ બનાવ તંત્રના ધ્યાને આવ્યો છે અને આ અંગે પોલીસને જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે, તેથી જાહેરનામાના ભંગ અંગેનો આખરી નિર્ણય પોલીસ લેશે. બીજી તરફ, લાઠી DySP વિસ્મય માનસેતાએ સ્પષ્ટતા કરી હતી કે આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે અને કાર્યક્રમ દરમિયાન જાહેરનામાનો ભંગ થયો છે કે કેમ તેની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. આયોજકો સામે કાર્યવાહી કરવાની સ્થાનિકોની માંગ સ્થાનિક નાગરિક વિક્રમભાઈએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સવજીભાઈ ધોળકિયા દ્વારા માતાઓ, મહિલાઓ, વડીલો અને બાળકોને જાંબકુડી નદી ઉપર જીવના જોખમે ઊભા રાખવામાં આવ્યા તે ક્યાં સુધી વ્યાજબી ગણાય? સરકાર અને કલેક્ટર દ્વારા આ જવાબદારો સામે તુરંત કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે. અમે માત્ર આમંત્રિત હતા, આયોજક નહીં: સવજી ધોળકિયાના પ્રતિનિધિ વિવાદ અંગે સવજીભાઈ ધોળકિયાના પ્રતિનિધિ કનકભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે સફાઈ આપતા કહ્યું હતું કે, આ કાર્યક્રમ તેમનો નહોતો પરંતુ તેમને ત્યાં માત્ર આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ અંગે સ્થાનિક લોકો સાથે વાત કરવા જણાવીને તેમણે ઉમેર્યું હતું કે સવજીભાઈની પ્રતિક્રિયા અંગે તેઓ પૂછીને જાણ કરશે. રાજુલાની સરખામણીએ લાઠીમાં કાર્યવાહી અંગે ઉઠતા સવાલો ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજુલા પોલીસે અધિક કલેક્ટરના આ જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરાવતા નદી કાંઠે જોખમી રીતે પ્રવેશ કરતા 2 થી વધુ યુવકો સામે કેસ નોંધ્યા હતા. ત્યારે રાજુલામાં કડક કાયદાકીય કાયદો અને લાઠી પંથકમાં આવા જોખમી દ્રશ્યો સામે આવ્યા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કેમ નહીં, તેવો ગંભીર સવાલ ઉભો થયો છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીના વેજલપર આયુષ્માન મંદિરને NQAS પ્રમાણપત્ર:કેન્દ્રના ગુણવત્તા મૂલ્યાંકનમાં 88.53% ગુણ સાથે રાષ્ટ્રીય સન્માન
    Next Article
    Ben Stokes Ends Silence On Future Plan, Makes Coaching Plan Public

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment