Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMCનું બનાવટી આઈકાર્ડ, ટેન્ડરફોર્મ અને પર્ચેઝ ઓર્ડર બનાવ્યો:સિવિલ હોસ્પિટલ અને AMCના નામે ઓર્ડર આપવાનું કહી 9.60 લાખનો સાયબર ફ્રોડ કરનારી ત્રિપુટી ઝડપાઈ

    14 hours ago

    અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે સિવિલ હોસ્પિટલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના નામે ટેન્ડર અપાવવાની લાલચ આપી 9.60 લાખની સાયબર ઠગાઈ કરનાર ત્રણ સભ્યોની ધરપકડ કરી છે.સેટેલાઇટ વિસ્તારમાં આવેલી એક કંપનીના સંચાલકની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. આરોપીઓએ વેપારીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 2,000 ડિસ્પોઝેબલ બેગ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ અપાવવાનું કહી વિશ્વાસમાં લીધો હતો. આ માટે તેમણે સિવિલ હોસ્પિટલના નામે બનાવટી એમ્પ્લોયી આઈડી કાર્ડ, ટેન્ડર ફોર્મ, પર્ચેઝ ઓર્ડર અને અન્ય દસ્તાવેજો મોકલી વિશ્વાસ જીત્યો હતો. આરોપીઓએ ખોટી ઓળખ ધારણ કરી છેતરપિંડી કરી સાયબર ક્રાઈમના પીઆઇ એમ.એચ ભેટરિયાની ટીમે રાહુલ શર્મા, વિપુલસિંઘ અને અમન કુશવાહાની ધરપકડ કરી છે.આ આરોપીઓએ ZED સર્ટિફિકેટ, CPCP સર્ટિફિકેટ, GEM પોર્ટલ પર OEM સર્ટિફિકેટ અને NSIC સર્ટિફિકેટ સહિત વિવિધ પ્રક્રિયાના નામે વેપારી પાસે થી 9.60 લાખ પડાવ્યા હતા.ત્યારબાદ લાંબા સમય સુધી ઓર્ડર નહી મળતા વેપારીને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું સમજમાં આવ્યું હતું માટે તેણે આ બાબતે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, રાહુલ શર્મા સમગ્ર કાવતરાનો માસ્ટર માઈન્ડ છે.તેણે સિમકાર્ડ, બેંક ખાતાં અને સમગ્ર ફ્રોડનું આયોજન કર્યું હતું. સિવિલ હોસ્પિટલના પર્ચેઝ વિભાગના અધિકારી "રાજેશ રાવલ" તરીકે ફરિયાદી સાથે વાતચીત કરી હતી.એટલું જ નહીં, AIની મદદથી સિવિલ હોસ્પિટલના લેટરપેડ, સહી-સિક્કાવાળા બનાવટી દસ્તાવેજો અને નકલી ઈ-મેઈલ આઈડી તૈયાર કરીને Google Meet મારફતે પણ વાતચીત કરી હતી. રાહુલ વેપારીની ઓફિસે સિવિલ હોસ્પિટલના કર્મચારી તરીકે રૂબરૂ પણ ગયો હોવાનું બહાર આવ્યું છે. અન્ય લોકો પણ ભોગ બન્યા હોવાની વિગતો સામે આવી વિપુલસિંહ તોમરે પોતાના બેંક ખાતાનો ઉપયોગ ફ્રોડની રકમ મેળવવા માટે કર્યો હતો, જ્યારે અમન કુશવાહાએ AMCના અધિકારી "શૈલેષ સિંહ" તરીકે ઓળખ આપી ફરિયાદી સાથે સંપર્ક સાધી વિવિધ સર્ટિફિકેટ બનાવવાના બહાને પૈસા પડાવવામાં મદદ કરી હતી.સાયબર ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આરોપીઓના બેંક ખાતાં અને મોબાઇલ નંબરના આધારે અન્ય ઠગાઈના બનાવો પણ સામે આવ્યા છે. ચાંગોદર વિસ્તારમાં એક વ્યક્તિ સાથે 18.31 લાખની છેતરપીંડી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે, જે અંગે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને તે કેસમાં પણ આરોપીઓની ધરપકડ બાકી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં અન્ય અનેક લોકો સાથે પણ લાખો રૂપિયાની છેતરપીંડી કરવામાં આવી હોવાની વિગતો મળી છે. સમગ્ર ગેંગે કેટલા લોકોને નિશાન બનાવ્યા, કુલ કેટલી રકમની ઠગાઈ આચરી અને તેમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે દિશામાં અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદના સમઢીયાળામાં કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ:તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ અને ચાઈલ્ડ હેલ્પલાઇન દ્વારા આયોજન
    Next Article
    મોરબીના વેજલપર આયુષ્માન મંદિરને NQAS પ્રમાણપત્ર:કેન્દ્રના ગુણવત્તા મૂલ્યાંકનમાં 88.53% ગુણ સાથે રાષ્ટ્રીય સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment