Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના આલ્ફા સંકુલ પાસે ફાયર NOC નથી:મનપાના ફાયર બ્રિગેડ વિભાગે 180 ટ્યુશન ક્લાસને નોટિસ ફટકારી, જસદણના મુખ્ય સંકુલમાં ડમી કાંડ બાદ તપાસ તેજ

    8 hours ago

    જસદણનુ આલ્ફા સંકુલ હાલ વિવાદમાં છે ત્યારે તેની રાજકોટ બ્રાન્ચમાં ગંભીર બેદરકારી સામે આવી છે. કાલાવડ રોડ પર સ્થિત બ્રાન્ચમાં ફાયર NOC ન હોવાનો ખૂલાસો થયો છે એટલે કે વિદ્યાર્થીઓ અહીં જીવના જોખમે અભ્યાસ કરવાની સાથે હોસ્ટેલમાં રહે છે. હાલ મહાનગરપાલિકા દ્વારા આલ્ફા સંકુલ સહિત 180 ટ્યુશન ક્લાસને ફાયરના અપૂરતા સાધનો અને ફાયર NOC ન હોવા મામલે નોટિસ ફટકારવામાં આવી છે. નોંધનીય છે કે, જસદણના આલ્ફા સંકુલમાં એક બાળકીના રહસ્યમય મોતની ઘટના બાદ પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં સામે આવ્યું હતું કે, રાજ્યના 31 શહેરોની અલગ અલગ શાળાઓના 697 ડમી વિદ્યાર્થીઓને છેલ્લા બે વર્ષમાં અભ્યાસ કરાવવામાં આવેલો છે. રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ જણાવ્યું હતુ કે, મનપાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા રાજકોટમાં 314 જગ્યાએ ટ્યુશન ક્લાસીસ ચાલે છે. એ બધાનું ઇન્સ્પેક્શન કરી લીધું છે અને એમાંથી ટોટલ 134 જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો બરાબર અને વર્કિંગ કન્ડિશનમાં જોવા મળેલા છે. બાકીના જે 180 ટ્યુશન ક્લાસીસ છે. એ લોકોને અમે નોટિસ આપી છે અને નોટિસ આપ્યા પછી એ લોકોએ અમને બાંહેધરી પણ આપી છે કે અમે જે કંઈ ફાયર સેફ્ટીના નિયમ મુજબ સાધનો લગાવવાના હોય એ બધા અમે લગાવી દેશું. આ દિવસો દરમિયાન અમે જે રાજકોટમાં ટ્યુશન ક્લાસીસનું એસોસિએશન છે એમની સાથે બે વખત અમે મીટિંગ પણ કરી લીધી છે અને એ લોકોનો રિસ્પોન્સ પણ સારો છે અને હું માનું ત્યાં સુધી હું આશા એવી રાખું છું કે જે જગ્યાએ નોટિસ આપી છે ત્યાં પણ એ લોકોએ ફાયર સેફ્ટીના સાધનો જે કંઈ નિયમ પ્રમાણે છે એ બધા રાખ્યા હશે. જ્યારે રાજકોટના કાલાવડ રોડ પરના આલ્ફા કોચિંગ ક્લાસિસમાં તપાસ મામલે જણાવ્યુ હતુ કે, આલ્ફા ટ્યુશન ક્લાસીસમાં આપણે નોટિસ આપેલી છે અને નોટિસ આપ્યા પછી આપણે જે એમાં દિવસો હોય એ દિવસો આપ્યા પછી આગળની કાર્યવાહી જે કંઈ હશે એ આપણે કરશું. મહત્વનું છે કે જસદણના આલ્ફા સંકુલમાં સંચાલકોની બેદરકારીના લીધે ધોરણ 5 માં ભણતી 10 વર્ષની બાળકીનું અછબડા અને તાવ બાદ રહસ્યમય મૃત્યુ નિપજ્યુ હતુ. જે બાદ પિતાની ફરિયાદના આધારે જસદણ પોલીસે આલ્ફા કોચિંગના બે સંચાલકની ધરપકડ કરી હતી અને ત્યારબાદ અહીં રાજ્યના 31 શહેરોના 697 ડમી વિદ્યાર્થીઓ કોચિંગ લેતા હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે. જે મામલે હાલ પોલીસ અને શિક્ષણ વિભાગની તપાસ ચાલી રહી છે ત્યારે રાજકોટ આલ્ફા સંકુલ પણ વિવાદમાં આવ્યું છે. દિવ્ય ભાસ્કર ડિજિટલ રાજકોટના આલ્ફા સંકુલ ખાતે પહોંચ્યું હતું ત્યારે ત્યાં જવાહર નવોદય વિદ્યાલય અને સૈનિક સ્કૂલમાં એડમિશન માટે વિદ્યાર્થીઓનું કોચિંગ ચાલુ હતુ. કોચિંગની જગ્યામાં જ હોસ્ટેલ પણ ધમધમી રહી હતી. આ દરમિયાન આલ્ફા સંકુલનું મેનેજમેન્ટ કરતા વ્યક્તિને પૂછવામાં આવતા તેમણે પોતાનું નામ આપ્યું ન હતુ. જોકે આગ બુઝાવવાના સાધનો બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતુ કે, અમારી પાસે સાધનો પૂરતા છે પરંતું ફાયર NOC લીધેલું નથી. જેની પ્રોસેસ ચાલુ છે. જોકે આ બાબતે ઈન્ટરવ્યુ આપવાની ના પાડી હતી.
    Click here to Read More
    Previous Article
    254 કરોડના ખર્ચે ગાંધીનગરમાં દેશનું પ્રથમ પેરા હાઇ પર્ફોર્મન્સ સેન્ટર:સ્વિમિંગ, બેડમિન્ટન, ટેનિસ જેવી ઇન્ટરનેશનલ કક્ષાની ટૂર્નામેન્ટ્સ માટે દિવ્યાંગ ખેલાડીઓને તૈયાર કરાશે
    Next Article
    વલસાડમાં જગન્નાથજીની 31મી રથયાત્રાનો પ્રારંભ:નગરમાં અનેરો ઉત્સાહ, ભક્તોએ રથની દોરી ખેંચી ધન્યતા અનુભવી, માર્ગો 'જય જગન્નાથ'ના નારાઓથી ગુંજ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment