Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    254 કરોડના ખર્ચે ગાંધીનગરમાં દેશનું પ્રથમ પેરા હાઇ પર્ફોર્મન્સ સેન્ટર:સ્વિમિંગ, બેડમિન્ટન, ટેનિસ જેવી ઇન્ટરનેશનલ કક્ષાની ટૂર્નામેન્ટ્સ માટે દિવ્યાંગ ખેલાડીઓને તૈયાર કરાશે

    9 hours ago

    ગુજરાતના દિવ્યાંગ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ મળી રહે તે માટે ગાંધીનગરમાં 254 કરોડ રૂપિયાના ખર્ચે ભારતનું પ્રથમ પેરા હાઇ પર્ફોર્મન્સ સેન્ટરનું નિર્માણ થઇ રહ્યું છે. આ સેન્ટરમાં ખેલાડીઓને વૈજ્ઞાનિક ઢબે તાલીમ મળી રહે તે માટેની તમામ સુવિધાઓનું નિર્માણ કરાઇ રહ્યું છે. આ સેન્ટરમાં સ્વિમિંગ, બેડમિન્ટન, ટેનિસ વગેરે જેવી ઇન્ટરનેશનલ કક્ષાની ટૂર્નામેન્ટ્સ માટે ખેલાડીઓને તૈયાર કરાશે. ગુજરાતના દિવ્યાંગ ખેલાડીઓને ધ્યાનમાં રાખીને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતે આ કામગીરી હાથ ધરી છે. ક્યાં-શું બની રહ્યું છે? ગાંધીનગરમાં આવેલા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના બિલ્ડિંગની પાછળ આવેલી જગ્યા પર ઇન્ડોર રમતોની તાલીમ અને સ્પર્ધાઓ માટે એક આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા ધરાવતો મલ્ટિ પર્પઝ ઇન્ડોર હોલ બનશે. જેની લંબાઇ 95 મીટર અને પહોળાઇ 40 મીટરની છે. આ ગેમ્સ માટે ટ્રેનિંગ અપાશે આ સેન્ટરમાં વિવિધ રમતો જેવી કે બેડમિન્ટન અને પેરા બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને પેરા ટેબલ ટેનિસ, બાસ્કેટ બોલ અને વ્હીલચેર બાસ્કેટ બોલ, વોલી બોલ અને સિટિંગ વોલી બોલ, વ્હીલ ચેર રગ્બી, ગોલબોલ, બોસિયા, પેરા ડાન્સ સ્પોર્ટસનો સમાવેશ થશે. આ સાથે એક મલ્ટિપર્પઝ પ્રેક્ટિસ હોલ પણ બની રહ્યો છે. જેની લંબાઇ 36 મીટર અને પહોળાઇ 20 મીટરની છે. જેમાં જુડો, તાઇક્વોન્ડો અને પેરા પાવર લિફ્ટિંગનો સમાવેશ કરાશે. પેરા ખેલાડીઓને વિવિધ 12 પ્રકારની ઇન્ટરનેશનલ તથા નેશનલ રમતો રમવા માટે મલ્ટિપર્પઝ હોલનું નિર્માણ કરાશે. હાઇ પર્ફોમન્સ સેન્ટરની સાથે 132 પેરા ખેલાડીઓના નિવાસ માટે હોસ્ટેલની સુવિધા પણ ઊભી કરાશે. ખેલાડીઓના વધુ સારા પર્ફોર્મન્સ પર ધ્યાન અપાયું ગુજરાતના દિવ્યાંગ ખેલાડીઓનું પર્ફોર્મન્સ વધુ સારું અને ઝડપી થાય તે માટે વિવિધ બાબતોનું ધ્યાન રાખીને સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનિંગ માટે ફંક્શનલ ટ્રેનિંગ એરિયા, બાયોમિકેનીક્સ લેબ અને મોશન લેબ, રિકવરી લેબ, સાયકોલોજી લેબ, ફિઝીયોલોજી લેબ, રિહેબિલિટેશન લેબ પણ બની રહી છે. હોસ્ટેલ અને બેન્ક્વેટ હોલ પણ બનાવાશે ખેલાડીઓને નિવાસી તાલીમ આપી શકાય અને પ્રિ-નેશનલ કેમ્પનું આયોજન કરી શકાય તે માટે 132 ખેલાડીઓને રહેવા માટેની સંપૂર્ણ સુવિધાયુક્ત હોસ્ટેલ પણ આ કોમ્પલેક્સમાં તૈયાર કરાશે. ઉપરાંત 500 લોકો એક સાથે ઉપયોગ કરી શકે તેવો બેન્ક્વેટ હોલ પણ બનાવાશે. આ સેન્ટરના નિર્માણ માટે અમદાવાદની એમ.એસ.ખુરાના એન્જિનિયરિંગ લિ.ને 19 જાન્યુઆરી, 2025ના રોજ વર્ક ઓર્ડર અપાયો હતો. જેની મુદ્દત 24 મહિનાની હતી. જૂન-2027 સુધીમાં આ સેન્ટરનું કામ પૂરં થઇ જાય તેવી શક્યતા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 9 માર્ચ, 2025ના રોજ આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    જામનગર ગોકુલનગરમાં વારંવાર પાવર કટ:ઉદ્યોગકારોએ PGVCL કચેરીએ રજૂઆત કરી, અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાનો આક્ષેપ
    Next Article
    રાજકોટના આલ્ફા સંકુલ પાસે ફાયર NOC નથી:મનપાના ફાયર બ્રિગેડ વિભાગે 180 ટ્યુશન ક્લાસને નોટિસ ફટકારી, જસદણના મુખ્ય સંકુલમાં ડમી કાંડ બાદ તપાસ તેજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment