Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિજિટલ ડેટા ન આપે તો પ્રવેશ પ્રક્રિયા અટકાવવાની NMCની ચેતવણી:દર્દીનો ડેટા શેર ન કરનારી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ સહિત 5 કોલેજને નોટિસ

    3 days ago

    મેડિકલ કોલેજો સાથે જોડાયેલી હોસ્પિટલોમાં આવતા દર્દીઓની સંખ્યા અને સારવારનો સાચો ડિજિટલ રેકોર્ડ મેળવવા નેશનલ મેડિકલ કમિશન (એનએમસી)એ આયુષ્માન ભારત ડિજિટલ મિશન-હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ સાથે હોસ્પિટલનો ડેટા જોડવો ફરજિયાત કર્યો છે. આ સિસ્ટમથી હોસ્પિટલમાં કેટલા દર્દી આવે છે, અને મેડિકલ વિદ્યાર્થીઓને તાલીમ માટે પૂરતા દર્દીઓ મળી રહ્યા છે કે નહીં તેની ચકાસણી કરી શકાય છે. આ નિયમનું પાલન ન કરનારી દેશભરની મેડિકલ કોલેજોને એનએમસીએ બે એનેક્સરમાં વહેંચીને ચેતવણી આપી છે. તેમાં અમદાવાદની 5 સહિતની રાજ્યની 11 મેડિકલ કોલેજો સામેલ છે. નિયમોનું પાલન ન થાય તો મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ (માર્બ) દ્વારા નવી બેઠકોની મંજૂરી અથવા પ્રવેશ પ્રક્રિયા પર અસર થાય તેવી કાર્યવાહી થઈ શકે છે. ડિજિટલ સિસ્ટમના ચાર મુખ્ય ફાયદા - દર્દીઓનો સારવાર રેકોર્ડ ડિજિટલ રીતે ઉપલબ્ધ રહે. - હોસ્પિટલમાં આવતા દર્દીઓની વાસ્તવિક સંખ્યા જાણી શકાય. - બોગસ ઓપીડી અને આઈપીડીના આંકડાઓ પર નિયંત્રણ લાવી શકાય. - મેડિકલ વિદ્યાર્થીઓને તાલીમ માટે દર્દીઓની ઉપલબ્ધતા ચકાસી શકાય. સોફ્ટવેર છતાં 6 કોલેજે ડેટા જ આપ્યો નથી - એન.એચ.એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજ : ડેટા ઇન્ટિગ્રેશન બાકી - નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ : ડેટા ઇન્ટિગ્રેશન બાકી - ઈએસઆઈસી મેડિકલ કોલેજ, નરોડા : સ્કેન શેર પ્રક્રિયા બાકી - ડૉ. એન.ડી. દેસાઈ મેડિકલ સાયન્સ, નડિયાદ : ડેટા ઇન્ટિગ્રેશન બાકી - અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ભુજ : સ્કેન શેર પ્રક્રિયા બાકી - નૂતન મેડિકલ કોલેજ મહેસાણા : સ્કેન શેર પ્રક્રિયા બાકી
    Click here to Read More
    Previous Article
    ગુજરાત પ્રદેશ કાર્યાલયે કોંગ્રેસના ધરણાં:મોટી સંખ્યામાં કાર્યકરો પહોંચ્યા, થોડીવારમાં રેલી; NEET પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ
    Next Article
    રાજ્યવ્યાપી ડ્રગ્સ નાબૂદી અભિયાન:સાબરકાંઠામાંથી ઝડપાયેલ 1.71 કરોડથી વધુના નશીલા પદાર્થનો ભરૂચના પ્લાન્ટમાં નાશ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment