Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યવ્યાપી ડ્રગ્સ નાબૂદી અભિયાન:સાબરકાંઠામાંથી ઝડપાયેલ 1.71 કરોડથી વધુના નશીલા પદાર્થનો ભરૂચના પ્લાન્ટમાં નાશ કરાયો

    3 days ago

    ગુજરાત રાજ્યમાં ડ્રગ્સ અને પ્રતિબંધિત કેફી પદાર્થોના નાબૂદી અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા એનડીપીએસ એક્ટની કલમ-52 (એ) મુજબ નિયત પ્રક્રિયા હાથ ધરી જિલ્લામાં જપ્ત કરાયેલ 1.71 કરોડના માદક પદાર્થનો ભરૂચમાં નાશ કરાયો છે. રાજ્યના 25 જેટલા શહેર અને જિલ્લાઓમાં કુલ 877 કેસોનો અંદાજે રૂા.2110 કરોડનો નાર્કોટિક્સ મુદ્દામાલ નાશ કરવાનો રાજ્યવ્યાપી કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાન અંતર્ગત, સાબરકાંઠા જિલ્લાની નાર્કોટિક્સ મુદ્દામાલ ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા ગત તા.20-07-26ના રોજ ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલા ભરૂચ ઇનવાયરો ઇન્ફાસ્ટ્રક્ચર લિમિટેડના ઇન્સિનરેટર પ્લાન્ટની ચાલુ ભઠ્ઠીમાં જપ્ત કરાયેલ મુદ્દામાલ સંપૂર્ણપણે સળગાવીને નષ્ટ કરાયો હતો. સાબરકાંઠા પોલીસ દ્વારા નાશ કરવામાં આવેલા કુલ 1311 કિલો 371 ગ્રામ મુદ્દામાલની કુલ બજાર કિંમત રૂ.1,71,88,250 થાય છે. જેમાં ગાંજો 574.311 કિ.ગ્રામ કિંમત 1,30,31,055, ચરસ 2.748 કિ.ગ્રામ કિંમત રૂ.1,02,435, એમ.ડી. 154.62 ગ્રામ કિંમત રૂા.11,81,200, પોશડોડા 734.01 કિ.ગ્રા.કિં.27,25,56 0 હાઇબ્રીડ ગાંજો 48 ગ્રામ કિં.1,88,000નો સમાવેશ થાય છે. ભરૂચ એન્વાયરો ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પ્લાન્ટ વિશે‎ જોખમી ઔદ્યોગિક કચરાના સલામત નિકાલ માટે 1997માં આ પ્લાન્ટની સ્થાપના કરાઈ હતી. અંકલેશ્વરમાં બે ઈન્સીનરેશન યુનિટ કાર્યરત છે. જેની કુલ ક્ષમતા 2.5 મેટ્રિક ટન પ્રતિ કલાક છે. 6.5 મિલિયન કિલો કેલેરી પ્રતિ કલાક ક્ષમતા ધરાવતી સિસ્ટમથી સજ્જ છે. ઈન્સીનરેશન પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઉષ્માનો ફરીથી ઉપયોગ કરવા માટે મલ્ટીપલ ઈફેક્ટ ઈવેપોરેટર પણ સંકલિત કરાયેલ છે. ઔદ્યોગિક કચરા સહિત માદક પદાર્થોનો નાશ કરવા પહેલા NABL લેબોરેટરીમાં ચકાસણી કરાય છે. ત્યારબાદ 850°C થી 1100°C સુધીના ઊંચા તાપમાને ભઠ્ઠીમાં બાળવામાં આવે છે. દહન દરમિયાન નીકળતાં ઝેરી ગેસને સ્ક્રબર અને બેગ ફિલ્ટર દ્વારા ફિલ્ટર કરીને વાતાવરણમાં છોડવામાં આવે છે. દહન બાદ વધેલી રાખને સિક્યોર્ડ લેન્ડફીલમાં સુરક્ષિત રીતે દાટવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ડિજિટલ ડેટા ન આપે તો પ્રવેશ પ્રક્રિયા અટકાવવાની NMCની ચેતવણી:દર્દીનો ડેટા શેર ન કરનારી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ સહિત 5 કોલેજને નોટિસ
    Next Article
    પ્રા.શિક્ષકોની 161 ખાલી જગ્યા:ઇડરમાં ફેર બદલી કેમ્પથી ભરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment