Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રા.શિક્ષકોની 161 ખાલી જગ્યા:ઇડરમાં ફેર બદલી કેમ્પથી ભરાશે

    3 days ago

    સાબરકાંઠાની પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા હાથ ધરાયેલી ઓનલાઇન જિલ્લા ફેર બદલીની પ્રક્રિયાના બીજા તબક્કાના અંતે જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની કુલ 161 ખાલી જગ્યાઓ માટે જિલ્લા ફેરબદલી કેમ્પ યોજાશે. ઓનલાઇન ફેર બદલીના બીજા રાઉન્ડ બાદ જિલ્લામાં ધોરણ 1 થી 5 ની 152 જગ્યાઓ ખાલી પડી છે. આ ઉપરાંત ધોરણ 6 થી 8 માં સામાજિક વિજ્ઞાન વિષયના 7 અને ભાષા વિષયના 2 શિક્ષકોની જગ્યાઓ ખાલી રહી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કૈયુર ઉપાધ્યાયની દેખરેખ હેઠળ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઇડર ખાતે તા. 24 જુલાઇ શુક્રવારના રોજ આ ખાલી જગ્યાઓ ભરવાનો ઓફલાઇન જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાશે. જેમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી સાબરકાંઠામાં બદલી માટે અરજી કરનાર શિક્ષકોને સિનિયોરિટી અને નિયમોનુસાર સ્થળ પસંદગી આપીને નિમણૂંક અપાશે. આ બદલી કેમ્પ યોજાવાથી લાંબા સમયથી પોતાના વતન કે પસંદગીના જિલ્લામાં બદલીની રાહ જોઈ રહેલા શિક્ષકોમાં આનંદની લાગણી વ્યાપી છે. સાથે સાથે શાળાઓમાં વિષયવાર શિક્ષકો મળવાથી વિદ્યાર્થીઓના અભ્યાસને પણ મોટો ફાયદો થશે અને શૈક્ષણિક કાર્ય વધુ સુચારુ રીતે ચાલી શકશે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યવ્યાપી ડ્રગ્સ નાબૂદી અભિયાન:સાબરકાંઠામાંથી ઝડપાયેલ 1.71 કરોડથી વધુના નશીલા પદાર્થનો ભરૂચના પ્લાન્ટમાં નાશ કરાયો
    Next Article
    કાર્યવાહી:હિંમતનગરમાં ઘરમાંથી સોનાની વીંટી અને 10 હજાર ચોરનાર યુવતી પકડાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment