Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્ય ન્યાયાધીશ સી. કે. ચૌહાણની રાજકોટ બદલી:ગોધરા કોર્ટ સંકુલમાં પુષ્પવર્ષા સાથે વિદાય અપાઈ, NEET પેપર કૌભાંડ કેસ સહિતના ચર્ચિત કેસમાં ચુકાદા આપ્યા

    7 hours ago

    પંચમહાલના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સી. કે. ચૌહાણની રાજકોટના મુખ્ય ન્યાયાધીશ તરીકે બદલી થતાં ગોધરા કોર્ટ સંકુલ ખાતે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે વકીલો અને કોર્ટ સ્ટાફ દ્વારા તેમના પર પુષ્પવર્ષા કરીને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી. આ સમારંભમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ રાકેશ ઠાકોર અને બાર એસોસિએશનના પ્રમુખ ચિરાગ પરીખ સહિત વિવિધ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા. ન્યાયાધીશ સી. કે. ચૌહાણે ગોધરામાં તેમના કાર્યકાળ દરમિયાન દેશભરમાં ચર્ચાયેલા NEET પેપર કૌભાંડ કેસ તેમજ ગૌવંશ સાથે સંકળાયેલા સંવેદનશીલ ગુનાઓમાં આરોપીઓને સજા સંભળાવીને અનેક મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા છે. ઉપસ્થિત સૌ કોઈએ તેમની ન્યાયિક સેવાઓને બિરદાવી હતી અને ભવિષ્યની સફર માટે શુભકામનાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    Firing at Varanasi Airport: वाराणसी हवाई अड्डे पर हुई फायरिंग, फ्लाइट में ले जा सकते हैं हथियार?
    Next Article
    બોટાદના હીરા બજારમાં લાખોની કિંમતના હીરાની ચોરી:નિલમ શોપિંગની હીરાની ઓફિસમાં બની ઘટના, તપાસનો ધમધમાટ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment