Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NH-48 પર હિટ એન્ડ રનનો ભેદ ઉકેલાયો:સ્થળ પરથી મળેલા સાઈડ લાઈટના તૂટેલા ફાઈબર કવરથી લાલરંગની કાર સુધી પોલીસ પહોંચી, ટોલનાકાના CCTVના આધારે કાર ઓળખી

    1 day ago

    વડોદરામાં હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. પોલીસે ટેક્નિકલ એનાલિસિસ અને ઝીણવટભરી તપાસના આધારે કારના ડ્રાઈવરને ઝડપી લીધો છે. ઘટનાસ્થળેથી મળી આવેલા લાલ રંગની કારની સાઈડ લાઈટના તૂટેલા ફાઈબર કવર અને વાસદ ટોલ નાકાના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 14 શંકાસ્પદ કારોની તપાસ કરી અંતે અકસ્માત સર્જનાર ચાલક સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. દશરથ ગામ પાસે જી.એસ.એફ.સી. યુનિવર્સિટી તરફથી નેશનલ હાઈવે નંબર-48 ક્રોસ કરી રહેલા 55 વર્ષીય પદમલા નિવાસી હનુમાન જાટને પૂરપાટ ઝડપે દોડતી એક અજાણી લાલ રંગની કારના ચાલકે જોરદાર ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેના કારણે હનુમાન જાટનું મૃત્યુ થયું હતું અને કારચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. લાલ આઇ-20 શંકાસ્પદ જણાઈ હતી છાણી પોલીસે ઘટનાસ્થળેથી કારના તૂટેલા ફાઇબરના ટુકડા (સાઇડ ગ્લાસ અને લાઇટના કવર) કબજે કર્યા હતા. તપાસ દરમિયાન એક લાલ રંગની હ્યુન્ડાઈ કંપનીની આઇ-20 કાર શંકાસ્પદ જણાઈ હતી, જેના ડાબી બાજુના ભાગે તાજા નુકસાનના ચિહ્નો જોવા મળ્યા હતા. કાર અને ઘટનાસ્થળેથી મળેલા પાર્ટસ મેચ થયા પોલીસે આ કાર અને ઘટનાસ્થળેથી મળેલા પાર્ટ્સને એફ.એસ.એલ. અધિકારી સમક્ષ રજૂ કરી તપાસ કરાવતા બંને બિલકુલ મેચ થઈ ગયા હતા. જેના આધારે પોલીસે કડક કાર્યવાહી કરીને અકસ્માત સર્જનાર કારચાલક ઇલિયાસ કમરૂદ્દીન કાઝી (રહે. પટેલ વાડીની સામે, નૂરાની મસ્જીદ મહોલ્લો, ગોરવા, વડોદરા શહેર) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક આઇસ્ક્રીમ ફ્રુટ સલાડની લારી ચલાવતો હતો મૃતક મૂળ રાજસ્થાનના વતની અને હાલ પદમલા ગામમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને ઇન્દિરા કોલોની નજીક એચપી પેટ્રોલ પંપ પાસે આઈસ્ક્રીમ અને ફ્રુટ સલાડની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. રાત્રિના અંદાજે 7:45 થી 8 વાગ્યાના સુમારે એક પુરપાટ ઝડપે આવતી લાલ રંગની કારે તેમને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું. ઘટના બનતા જ કાર ચાલક પોતાના પરિવાર સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ફાઇબર કવર ગેરેજવાળાને બતાવી મોડલ કન્ફર્મ કર્યું પોલીસને કારની સાઈડલાઈટનું ફાઈબર કવર તૂટીને પડેલું મળી આવ્યું હતું. આ ટુકડા ગેરેજ નિષ્ણાતોને બતાવી કારનું મોડેલ કન્ફર્મ કરવામાં આવ્યું હતું. બનાવના સમયગાળા દરમિયાન વાસદ ટોલ નાકેથી પસાર થયેલી અંદાજે 13થી 14 લાલ રંગની કારની યાદી તૈયાર કરી પોલીસે તપાસ હાથ ધરી હતી સાળંગપુર દર્શન કરીને પરત ફરતા અકસ્માત પોલીસ ટીમે ટોલ નાકાના ડેટા પરથી કાર માલિકોનો સંપર્ક કરી વીડિયો કોલ દ્વારા વાહનોની સ્થિતિ ચકાસવાનું શરૂ કર્યું હતું. જેમાં વાઘોડિયા રોડ પર રહેતા કાર માલિકે શરૂઆતમાં આનાકાની કરી હતી, પરંતુ વીડિયો કોલ પર કાર બતાવવાનું કહેતાં તેણે અકસ્માત કર્યો હોવાની કબૂલાત કરી હતી. કાર માલિકે જણાવ્યું હતું કે, તે પરિવાર સાથે સાળંગપુર દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. લોકોના ટોળાના ભયથી તે સ્થળ પરથી નીકળી ગયો હતો. પોલીસે કારના ડ્રાઇવરની ધરપકડ કરી છે. એફએસએલ તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી પોલીસે બીજા દિવસે કાર મંગાવી FSL અધિકારીઓની મદદથી તપાસ કરાવી હતી. ઘટનાસ્થળેથી મળેલા સાઈડલાઈટના ટુકડા અને કારના હેડલાઈટ, ફોગલાઈટ તથા બોનેટ પર થયેલા નુકસાનનું મેચિંગ થતાં જ પોલીસે ડ્રાઈવર ઈલિયાસ કમરુદ્દીન કાઝીની અટકાયત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    નેપાળ પૂરમાં અત્યાર સુધીમાં 1068 લોકોનાં મોત:4600થી વધુ લોકોની શોધખોળ ચાલુ; એક છોકરીએ 17 સંબંધીઓને ગુમાવ્યા; ચીનના 100 નાગરિકો ગુમ
    Next Article
    સુરતમાં બ્રિજ પર બિલ્ડરની હત્યા કરી આરોપીઓ રોંગસાઈડમાં ભાગ્યા, CCTV:બે મોપેડમાં પર સવાર 4 યુવકે છરીના 19 ઘા માર્યાં, રોડ પર લોહીનો રેલો ચાલ્યો; સોપારી આપ્યાની શંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment