Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં બ્રિજ પર બિલ્ડરની હત્યા કરી આરોપીઓ રોંગસાઈડમાં ભાગ્યા, CCTV:બે મોપેડમાં પર સવાર 4 યુવકે છરીના 19 ઘા માર્યાં, રોડ પર લોહીનો રેલો ચાલ્યો; સોપારી આપ્યાની શંકા

    1 day ago

    સુરત શહેરના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર સોમવારે મોડી રાત્રે સનસનાટીભરી હત્યાની ઘટના બની હતી. જાણીતા જમીન દલાલ અને બિલ્ડર 55 વર્ષીય ફૈસલ ઉર્ફે માંજરા હસન ફત્તાની ચાર અજાણ્યા શખ્સોએ પીછો કરીને જાહેરમાં છરીના 19 ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી હતી. જેમાં આરોપીઓ બ્રિજ પર હત્યા કરીને રોંગ સાઈડમાં ભાગી જતા હોવાના CCTV સામે આવ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતાં ચોકબજાર પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમોએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પીછો કરી બ્રિજ પર આંતર્યો, રોંગ સાઇડેથી મોપેડ પર ભાગ્યા અગાઉના પ્લાનિંગ મુજબ હત્યારાઓ પહેલેથી જ ફૈસલનો પીછો કરી રહ્યા હતા. એટલે કે બ્રિજ પર જતા પહેલા બ્રિજ પર મોકો મળતાં જ આરોપીઓએ ફૈસલને ઘેરી લીધો હતો અને ઉપરા-ઉપરી છરીના 19 ઘા ઝીંકી પતાવી દીધો હતો. જેના કારણે ફૈસલ ઘટનાસ્થળે ઢળી પડ્યો અને આંતરડા પણ બહાર આવી ગયા. એટલું જ નહીં ઘટનાસ્થળની આસપાસ લોહીની નદી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. હત્યાને અંજામ આપ્યા બાદ બે મોપેડ પર સવાર ચાર હત્યારાઓ રોંગ સાઇડ પરથી પંડોળ તરફ નાસી છૂટ્યા હોવાનું CCTV સ્પષ્ટ દેખાયું છે. ભાઠેનાના વસીમ અને અભિષેકની સંડોવણી CCTV ફૂટેજમાં દેખાતી મોપેડના નંબરના આધારે ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. જેનાથી બે આરોપીઓની ઓળખ કરી લીધી છે. ભાઠેના વિસ્તારમાં રહેતા વસીમ અને અભિષેકનો સમાવેશ થાય છે. મોપેડના આધારે પોલીસ અભિષેકના સંબંધીના ઘરે પહોંચી હતી, જ્યાંથી ખુલાસો થયો હતો કે આ વાહન અભિષેક જ લઈ ગયો હતો. જમીન વિવાદ કે USDT ટ્રેડિંગમાં સોપારી અપાયાની આશંકા પ્રાથમિક તપાસમાં પોલીસને આશંકા છે કે જમીન વિવાદ અથવા નાણાકીય લેતીદેતીમાં સોપારી આપીને આ હત્યા કરાવવામાં આવી હોઈ શકે છે. મૃતક ફૈસલ ફત્તા જમીન દલાલી અને કન્સ્ટ્રક્શન ઉપરાંત ક્રિપ્ટોકરન્સીનો મોટો વેપાર કરતો હતો અને તેનું દુબઈ અવારનવાર આવવા-જવાનું રહેતું હતું. CDR રિપોર્ટ પર પોલીસની નજર પોલીસે પરિવારજનોની પૂછપરછ હાથ ધરી હતી, જોકે પરિવારે તેના ધંધાકીય વ્યવહારો અંગે કોઈ ખાસ માહિતી ન હોવાનું જણાવ્યું છે. હાલ પોલીસે મૃતકના મોબાઈલ કોલ ડિટેઈલ રેકોર્ડ્સ કઢાવી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે, જેના આધારે હત્યા પાછળના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવામાં મહત્વની કડીઓ મળવાની પૂરી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    NH-48 પર હિટ એન્ડ રનનો ભેદ ઉકેલાયો:સ્થળ પરથી મળેલા સાઈડ લાઈટના તૂટેલા ફાઈબર કવરથી લાલરંગની કાર સુધી પોલીસ પહોંચી, ટોલનાકાના CCTVના આધારે કાર ઓળખી
    Next Article
    લાલપુર ચારથાંભલા પાસે જાહેરમાં જુગાર રમતા 6 પકડાયા:પોલીસે દરોડો પાડી 10,120 રૂપિયા રોકડા જપ્ત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment