Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં NH-48 પર કાળમુખી નેક્સોન કારની ટક્કરે ટેમ્પોના બે ટુકડા:સયાજીપુરા APMCથી શાકભાજી લઈને પરત ફરતા આધેડનું મોત; પાડોશીએ આક્રોશ ઠાલવ્યો

    1 day ago

    અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર કપુરાઇ ચોકડી પાસે 21 જૂનને રવિવારે સવારે કારે ઈલેક્ટ્રીક ટેમ્પોને ટક્કર મારતા શાકભાજીના વેપારીનું મોત થયું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે, ટેમ્પો બે ટુકડા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ કપુરાઇ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસે આરોપી કારચાલકની ધરપકડ કરી છે. ઘટનાને પગલે મૃતકના પરિવારજનો અને ઓળખીતા ઘટના સ્થળે દોડી ગયા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. વડોદરાના તરસાલી વડદલા રોડ પર આવેલ શિવ રેસીડેન્સીમાં રહેતા 50 વર્ષ અશોકભાઈ વાલિયા શાકભાજીનો વ્યવસાય કરતા હતા. તેઓ આજે વહેલી સવારે શાકભાજી લેવા માટે નેશનલ હાઈવે પર આવેલ સયાજીપુરા APMC માર્કેટ ખાતે ગયા હતા. જ્યાંથી તેઓ ઘરે જઈ રહ્યા હતા. આ સમયે પૂરપાટ ઝડપે જઈ રહેલી નેક્સોન કારે તેમના ટેમ્પોને ટક્કર મારી હતી. જેમાં અશોકભાઈ ટેમ્પામાંથી ઉછળીને નીચે પટકાયા હતા. જેથી ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ કપુરાઇ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે કારચાલક આરોપી જયરાજસિંહ મહાડીકની ધરપકડ કરી છે. તે નોકરી પરથી ઘરે જતો હતો ત્યારે તેને અકસ્માત કર્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના પાડોશી મનીષાબેને જણાવ્યું હતું કે, મૃતક અશોકભાઈ તરસાલી ખાતે આવેલ શિવ રેસિડેન્સીમાં રહે છે. તેઓ અમારા પાડોશી હતા, અમને જ્યારે ખબર પડી કે અહીં તેમનો એક્સિડન્ટ થયો છે, ત્યારે અમે લોકો ફટાફટ અહીં આવ્યા હતા. અમે જ્યાં સુધી અહીં પહોંચ્યા ત્યાં સુધીમાં તો તેઓ મૃત્યુ પામી ચૂક્યા હતા, કારણ કે અકસ્માત એટલો જોરદાર હતો કે આ ઇલેક્ટ્રિક ટેમ્પોના બે કટકા થઈ ગયા છે! સામેવાળી ગાડીએ ખૂબ જ સ્પીડમાં ટક્કર મારી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અશોકભાઈ એકદમ શાંતિથી રાઈટ સાઈડથી APMC માર્કેટથી આવી રહ્યા હતા, ત્યારે આ ગાડીએ તેમને ટક્કર મારી છે. ટેમ્પોની અડધો બોડી પાર્ટ અહીં પડ્યો છે અને અડધો બોડી પાર્ટ ત્યાં ઉછળીને પડ્યો છે. એક જીવતા જાગતા માણસને લાશ બનાવી દીધો છે અને તેમને અહીં મારી નાખ્યા છે. અમીર લોકો પાસે ખાલી ગાડી ફાસ્ટ ચલાવવા માટે જ નથી હોતી. ગાડી લીધી છે તો શાંતિથી ચલાવો ને. બધાને જીવવાનો અને રસ્તા પર ચાલવાનો હક છે. એક તો બધા માટે અહીં રોંગ સાઈડ પરથી જવાનો રસ્તો બનાવી દીધો છે. રોન્ગ સાઈડ પર ટ્રક અને કાર પણ ફૂલ સ્પીડમાં ચાલે છે. કોઈને મારીને તમે લોકો કેવી રીતે સુખી રહેશો? અકસ્માત કરનારને મેં જોયો નથી, બાકી જો એ મળ્યો હોત તો એને બે લાફા મારત, જેથી એ એની ગાડીની સ્પીડ ભૂલી જાત. અશોક અંકલ શાકભાજીનો ધંધો કરતા હતા. અશોક અંકલ સવાર-સવારમાં APMC માર્કેટથી શાકભાજી લઈને ઘરે પાછા આવી રહ્યા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની છે અને નાના-નાના છોકરાઓ છે. આ શાકભાજીના ધંધા પર જ આખા ઘરનું ગુજરાન ચાલતું હતું. બિચારા રોજ સવાર-સવારમાં વહેલા APMC માર્કેટ જતા અને ટેમ્પોમાં શાકભાજી ભરીને લાવતા અને ધંધો કરતા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદની કોલેજમાં હિજાબ સાથે પ્રવેશ અપાતા વાલીઓનો હોબાળો:કહ્યું-અમારા બાળકોના કંઠી અને દોરા કઢાવ્યા, રાજ્યના 211 પરીક્ષા કેન્દ્રો પર Re-NEETની એક્ઝામ
    Next Article
    યોગમય ગુજરાત; અમદાવાદમાં અમિત શાહે તો ગાંધીનગરમાં દાદાએ યોગ કર્યા:રાજકોટમાં બાળકો-મહિલાઓના પાણીમાં યોગાસન, માણસામાં રાજ્ય કક્ષાનો મહોત્સવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment