Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યોગમય ગુજરાત; અમદાવાદમાં અમિત શાહે તો ગાંધીનગરમાં દાદાએ યોગ કર્યા:રાજકોટમાં બાળકો-મહિલાઓના પાણીમાં યોગાસન, માણસામાં રાજ્ય કક્ષાનો મહોત્સવ

    1 day ago

    દેશ અને દુનિયાની સાથે સમગ્ર ગુજરાતભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રહલાદનગર ગાર્ડન ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના ગાંધીનગર લોકસભા મતવિસ્તારના 100 જેટલા પ્રબુદ્ધ નાગરિકો સાથે વહેલી સવારે યોગ કર્યા હતા. આ પ્રસંગે તેમની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ શહેરમાં અલગ-અલગ 48થી વધુ સ્થળોએ સામૂહિક યોગાભ્યાસ યોજાયો હતો. બીજી તરફ રાજકોટના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પણ હજારો નાગરિકોએ એકસાથે આસનો કરીને વાતાવરણને યોગમય બનાવી દીધું હતું. રાજ્ય કક્ષાના મુખ્ય મહોત્સવનું આયોજન ગાંધીનગરના માણસા ખાતે કરવામાં આવ્યું હતું. માણસાની સાયન્સ કોલેજના વિશાળ મેદાનમાં આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશેષ ઉપસ્થિતિ રહી નાગરિકો સાથે સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આયોજિત આ મહોત્સવમાં હજારોની સંખ્યામાં સ્થાનિકો, યુવાનો અને વડીલો ઉત્સાહભેર જોડાયા હતા, જેના કારણે સમગ્ર માણસા નગર યોગમય વાતાવરણમાં ગરકાવ થઈ ગયું હતું. વિશ્વ યોગ દિવસની ગુજરાતભરની તસવીરો….
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં NH-48 પર કાળમુખી નેક્સોન કારની ટક્કરે ટેમ્પોના બે ટુકડા:સયાજીપુરા APMCથી શાકભાજી લઈને પરત ફરતા આધેડનું મોત; પાડોશીએ આક્રોશ ઠાલવ્યો
    Next Article
    હિંમતનગરમાં NEET પરીક્ષા શરૂ:3034 વિદ્યાર્થીઓ આપશે; પાંચ કેન્દ્રો પર સઘન ચકાસણી બાદ પ્રવેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment