Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદની કોલેજમાં હિજાબ સાથે પ્રવેશ અપાતા વાલીઓનો હોબાળો:કહ્યું-અમારા બાળકોના કંઠી અને દોરા કઢાવ્યા, રાજ્યના 211 પરીક્ષા કેન્દ્રો પર Re-NEETની એક્ઝામ

    1 day ago

    NEET-UGનું પેપર લીક થયા બાદ રદ કરાયેલી પરીક્ષા આજે ફરી યોજાઈ રહી છે. ગુજરાતમાં 211 પરીક્ષા કેન્દ્રો પર 79,411 ઉમેદવારો પરીક્ષા છે. પેપર લીક થયા બાદ ફરીવાર પરીક્ષા યોજાઈ રહી હોય જાણે તંત્રની પણ પરીક્ષા થઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના પરીક્ષા કેન્દ્રો પર બપોરે 2 વાગ્યે શરૂ થનારી પરીક્ષા માટે વિદ્યાર્થીઓને 11 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી પ્રવેશ અપાયો હતો. અમદાવાદની આર. જે ટીબ્રવાલ કોલેજમાં હિજાબ સાથે પ્રવેશ આપવાના મુદ્દે વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે, જ્યાં તેમનો આક્ષેપ છે કે નિયમોના નામે અગાઉ હિન્દુ બાળકોના હાથના દોરા અને ગળાની કંઠી કઢાવવામાં આવી હતી. વડોદરામાં આધાર અને ફોર્મમાં નામમાં મિસ મેચ થતાં વિદ્યાર્થીઓ પાસે એલસી માગવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહીં, બોડેલીથી આવેલા વિદ્યાર્થી પાસે પણ ઓરિજિનલ એલસી માગવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના ફોટો સાઈઝના ઇશ્યૂને લઈ પ્રવેશ ન અપાયો!. કેટલાક વિધાર્થીઓના ફોટો સાઈઝના ઇશ્યૂને લઈ પ્રવેશ ન આપતા ફરી ફોટો કઢાવવા દોડ્યા હતાં. ‘અમે 100 કિમી બોડેલીથી આવ્યા છીએ, છતાં LC માગ્યું’ વાલી સોહિલ ભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે, મારી દીકરીને બેન અને બાનુ ડોક્યુમેન્ટમાં મિસ મેચ થતા ઓરિજનલ LC માંગ્યું હતું. અમે 100 કિમી બોડેલીથી આવ્યા છીએ. જો કે ભાસ્કરના અહેવાલ બાદ પરીક્ષા કેન્દ્રમાં તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. પરીક્ષા કેન્દ્ર પર લાવવા અને લઈ જવા માટેની જવાબદારી પ્રથમવાર CISFને સોંપવામાં આવી. વિદ્યાર્થીઓ અને વાલીઓ કોઈપણ મુશ્કેલી વગર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે એસટી અને રેલવે વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    નેવીને મળ્યા 3 સ્વદેશી યુદ્ધ જહાજો:INS દૂનાગીરી બ્રહ્મોસથી સજ્જ, રડાર પકડી શકશે નહીં; INS સંશોધક સતત 12000km સુધી દોડી શકે છે
    Next Article
    વડોદરામાં NH-48 પર કાળમુખી નેક્સોન કારની ટક્કરે ટેમ્પોના બે ટુકડા:સયાજીપુરા APMCથી શાકભાજી લઈને પરત ફરતા આધેડનું મોત; પાડોશીએ આક્રોશ ઠાલવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment