Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાકડાના ભૂસાની આડમાં લવાતો લાખોનો દારૂ ઝડપાયો:હરણી પોલીસે NH-48ના સર્વિસ રોડ પરથી મોટા જથ્થા સાથે 4 આરોપીને દબોચી લીધા

    10 hours ago

    વડોદરા નજીકના નેશનલ હાઈવે-48 પર દેણાબ્રિજથી ગોલ્ડન ચોકડી તરફ જતા સર્વિસ રોડ પરથી હરણી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે અમદાવાદથી સુરત તરફ જતા દારૂના કન્ટેનર ટ્રક અને મહિન્દ્રા પિકઅપમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો 4498 બોટલો-ટીનનો જથ્થો, જેની કિંમત રૂપિયા 23,06,400ના મુદ્દામાલ સાથે ચાર આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે દારૂના કટિંગ પહેલાં રેડ પાડી આ અંગેની બાતમી હરણી પોલીસને મળી હતી કે, સર્વિસ રોડ પર કન્ટેનરમાંથી પિકઅપમાં દારૂ ઉતારવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે હરણી પોલીસ સ્ટેશનના પોલીસકર્મી મનદીપસિંહ રાજેન્દ્રસિંહ સહિતની ટીમે તાત્કાલિક રેડ કરી અને સ્થળ પર પહોંચીને ચાર આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ પૂછપરછ દરમિયાન પોતાની ઓળખ અસીફખાન ઝુબેરખાન (હરિયાણા), હામિદહુસેન દિનમોહમ્મદ (હરિયાણા), અજમલહસન તાહિરહસન પઠાણ (વડોદરા) અને અતિકઅહેમદ વકિલઅહેમદ પઠાણ (વડોદરા) તરીકે જણાવી હતી. પોલીસે ભૂસામાં છુપાવેલા જથ્થો બહાર કાઢ્યો તપાસ દરમિયાન પોલીસને કન્ટેનર અને પિકઅપમાં મિણીયા થેલીઓ તથા લાકડાના ભૂસામાં છુપાવેલા ડ્રમોમાંથી વિવિધ બ્રાન્ડની બોટલો-ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ ઉપરાંત ચાર મોબાઇલ ફોન, કન્ટેનર ટ્રક અને પિકઅપ સહિત કુલ રૂપિયા 3619400નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જી. જે. પટેલ આયુર્વેદ કોલેજમાં મહિલા દિવસની ઉજવણી:150થી વધુ મહિલાઓ જોડાઈ, પ્રેરણાદાયી વ્યાખ્યાન યોજાયું
    Next Article
    પાટણ શહેરના નીલમ સિનેમા પાસે ફાયરિંગ:જૂની અદાવતમાં હુમલો, એકનું મોત; પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment