Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ શહેરના નીલમ સિનેમા પાસે ફાયરિંગ:જૂની અદાવતમાં હુમલો, એકનું મોત; પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી

    9 hours ago

    પાટણ શહેરમાં અચાનક ફાયરિંગની ઘટનાથી દહેશતનો માહોલ સર્જાયો હતો.આ ઘટનામાં 50 વર્ષીય યુસુબ ખાન ચાંદ ખાન પઠાણ બુકડીગામના રહેવાસી હતા જેમનું મોત નિપજ્યું છે. તેઓ ભેંસોનો વેપાર કરતા હતા. મળતી માહિતી મુજબ ફાયરિંગ કરનાર અને મૃત્યું પામનાર વચ્ચે અગાઉથી પણ એક ઝગડો ચાલી રહ્યો હતો પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ "ફાયરિંગ કરનારનો પ્રાઈમા ફેસી એવો ઈતિહાસ છે કે એને અગાઉ પણ બીજા ગુનામાં એના નામ આવેલા છે." ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પગલાં લેવામાં આવ્યા હતા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને ફાયરિંગ કરનાર શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે પ્રાથમિક માહિતી મુજબ ૩ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે, જેમાં ગોળી વાગતા યુસુબ ખાન પઠાણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.. ઘટનાની જાણ થતા જ પાટણ LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) સહિતની પોલીસ ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. આરોપ મુજબ આ યુસુફભાઈ નામની વ્યક્તિ ઉપર ઝહીર ખોખરા અને અન્ય બીજા માણસોએ ભેગા થઈ અને જ્યારે તે ગાડીમાં અહીંયાથી પસાર થતા હતા ત્યારે તેના પર બે રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું છે. પોલીસ હાલ સીસીટીવી કેમેરા ચકાસી રહી છે અને જિલ્લામાં આ બનાવ અંગે નાકાબંધી આપવામાં આવી છે અને આરોપીનો જે ફોટો છે એ સર્ક્યુલેટ કરી અને આરોપીને શોધવાની હાલ તજવીજ ચાલી રહી છે."
    Click here to Read More
    Previous Article
    લાકડાના ભૂસાની આડમાં લવાતો લાખોનો દારૂ ઝડપાયો:હરણી પોલીસે NH-48ના સર્વિસ રોડ પરથી મોટા જથ્થા સાથે 4 આરોપીને દબોચી લીધા
    Next Article
    Ex-Malayalam Child Actor Harimurali Found Dead At Kerala Home

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment