Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માથામાંથી માસના લોચા બહાર નીકળી ગયાં:કારના પતરા કાપી મૃતદેહ બહાર કાઢ્યો, NH-48 પર વડોદરા નજીક ‘માફિયા મુંડીર’ લખેલી આર્ટિગા ટ્રકમાં ઘૂસી

    2 days ago

    વડોદરા પાસથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર આજે (10 એપ્રિલ) વહેલી સવારે કરજણના હલદરવા ગામ પાસે એક ભયાનક અકસ્માત થયો હતો. સુરતથી ભરૂચ તરફ જઈ રહેલી GJ16DS3079 નંબરની આર્ટિગા કાર રોડ પર ઊભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારનો બુકડો બોલી જતાં ડ્રાઈવરની બાજુમાં બેસેલા વ્યક્તિનું મોત નીપજ્યું છે. બુકડો કારના પતરા કાપીને મૃતકને બહાર કાઢ્યો અકસ્માતની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળે દોડી આવી હતી. આ ઘટનામાં ડ્રાઈવર અને બે મહિલાને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કરજણ ફાયરની ટીમે ડ્રાઇવરની બાજુમાં બેઠેલ અને ગંભીર રીતે ફસાયેલા મૃતકને આધુનિક હાઈડ્રોલિક સાધનોનો ઉપયોગ કરીને ગાડીના પતરા કાપીને ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો. કારમાં ચાર લોકો સવાર હતાં આ ઘટનામાં મોતને ભેંટેલા યુવકનું નામ આકાશ અનિલભાઈ સોલંકી હોવાનું સામે આવ્યું છે. તેના માથાના ભાગે ગંભીર ઈજાના કારણે માસના લોચા પણ બહાર નીકળી ગયાં હતાં. આ દૃશ્યો જોનારાને પણ કંપારી છુટી ગઈ હતી. હાલ સાવલી આઉટ પોલીસ મથક દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ભાજપના 35 ઉમેદવારના નામ લગભગ નક્કી, જુઓ લિસ્ટ:સુરતમાં કોંગ્રેસના 3 ઉમેદવારને ફોન આવ્યો, પાર્ટી સીધા મેન્ડેટ આપશે; ઉમેદવારોએ ફોર્મ ભરવાનું શરૂ કર્યું
    Next Article
    જામનગર રિલાયન્સમાં લોકડાયરાની જમાવટ:અનંત અંબાણીના 31માં જન્મદિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment