Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "તમારો બાપ ગુજરી ગયો છે એણે પૈસા દેવા પડશે":35 લાખ ચૂકવ્યા છતાં વેપારીનું મકાન પડાવ્યું; મહિલા સહિત 3 સામે એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ

    8 hours ago

    જૂનાગઢ શહેરમાં વ્યાજખોરોના ત્રાસનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ધંધા માટે વ્યાજે રૂપિયા લેનાર એક મોબાઈલ રિપેરિંગના દલિત વેપારીને વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરીને મકાન ખાલી કરાવી રસ્તા પર લાવી દીધા છે. ફરિયાદીએ મુદ્દલ કરતાં ઘણી વધારે રકમ વ્યાજ પેટે ચૂકવી દીધી હોવા છતાં, આરોપીઓએ જ્ઞાતિસૂચક અપમાન કરી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી કોરા ચેકો પડાવી લીધા હતા. આખરે વ્યાજના વિષચક્રમાંથી કંટાળીને વેપારીએ જૂનાગઢ 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક મહિલા સહિત ત્રણ વ્યાજખોરો વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS), એટ્રોસિટી એક્ટ અને ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ હેઠળ ગુનો નોંધાવતા પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે. ધંધાના વિકાસ માટે લીધેલા રૂપિયા વ્યાજખોરો માટે 'મોકળું મેદાન' બન્યા જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતા અને કાળવા ચોકમાં ડાયમંડ ગલીમાં "ચામુંડા મોબાઈલ" નામે દુકાન ચલાવતા અનુસૂચિત જાતિના વેપારી જીતુભાઈ મંગાભાઈ ગોહેલે પોતાના ધંધાના રોકાણ અને લોનના હપ્તા ભરવા માટે વર્ષ 2022માં પંકજભાઈ મોતીલાલ ઓંધીયા પાસેથી 10 ટકા વ્યાજે કટકે-કટકે આશરે 11,00,000/- લીધા હતા. આ રકમના બદલામાં જીતુભાઈએ આશરે રૂ. 15,00,000/- વ્યાજ પેટે ચૂકવી દીધા હતા. ત્યારબાદ વર્ષ 2024ના માર્ચ અને એપ્રિલ મહિનામાં ફટાકડાના ધંધા માટે પંકજભાઈની જ મધ્યસ્થીથી કામીનીબેન વસંતભાઈ મહેતા અને વસંતભાઈ મહેતા પાસેથી કટકે-કટકે આશરે રૂ. 14,00,000/- વ્યાજે લીધા હતા, જેના બદલામાં પણ જીતુભાઈએ આશરે રૂ. 20,00,000/- ઓનલાઈન અને રોકડા ચૂકવી દીધા હતા. 30 હજાર આપીને 50 હજારની 'ડાયરી પ્રથા'નો કાળો ખેલ ભોગ બનનારે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, આરોપીઓએ વ્યાજ વસૂલવા માટે 'ડાયરી પ્રથા' શરૂ કરી હતી. તેઓ રૂ. 50,000/- ની ડાયરી બનાવી માત્ર રૂ. 30,000/- રોકડા આપતા હતા અને રૂ. 20,00,000/- અગાઉથી જ વ્યાજ પેટે કાપી લેતા હતા. આ ડાયરી પેટે જીતુભાઈ પાસેથી રોજના રૂ. 500થી શરૂ કરી રૂ. 2500/- સુધીની બળજબરીપૂર્વક વસૂલાત કરવામાં આવતી હતી અને દર મહિનાનું વ્યાજ તો અલગથી લેવાતું હતું. આમ, વેપારીએ કુલ 24થી 25 લાખની સામે વ્યાજ સાથે અત્યાર સુધીમાં 35થી 40 લાખથી પણ વધુ રૂપિયા ચૂકવી દીધા છે, જેના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને બેંક રેકોર્ડ પણ ઉપલબ્ધ છે. મધુરમ સ્થિત મકાન પડાવી લીધું આટલા પૈસા ચૂકવ્યા પછી પણ વ્યાજખોરોની ભૂખ સંતોષાઈ નહોતી. ચડત વ્યાજના નામે વધુ રૂ. 4,25,000/- ની પઠાણી ઉઘરાણી શરૂ રાખીને આરોપીઓએ જીતુભાઈ પાસેથી ભોળવીને ૫ થી ૭ જેટલા કોરા ચેકો પડાવી લીધા હતા અને વકીલ મારફતે લાખ-દોઢ લાખની ખોટી નોટિસો મોકલી હેરાન કરવાનું શરૂ કર્યું હતું. હદ તો ત્યારે થઈ જ્યારે ગત તારીખ ૦૩/૦૧/૨૦૨૬ ના રોજ જબરજસ્તીથી ૧૧ મહિનાના ભાડા કરારનું ખોટું લખાણ કરાવી ફરિયાદીનું મધુરમ સ્થિત મકાન ખાલી કરાવીને પચાવી પાડ્યું હતું, જેના કારણે વેપારી પરિવાર સાથે છેલ્લા બે મહિનાથી ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા છે. દુકાને આવીને પઠાણી ઉઘરાણી કરતી વખતે આરોપીઓ જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલી ધમકાવતા હતા કે, “તમારો બાપ ગુજરી ગયો છે, એને પણ ઉપરથી આવીને પૈસા દેવા પડશે, વ્યાજ તો અમે મૂકવાના નથી.” આરોપીઓને પકડવા પોલીસના ચક્રો ગતિમાન: DySPની જનતાને અપીલ આ સમગ્ર મામલે જૂનાગઢના ડીવાયએસપી (DySP) રવિરાજસિંહ જે. પરમારે જણાવ્યું હતું કે, “બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરી, એટ્રોસિટી અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો દાખલ કરી પંચનામું કરવામાં આવ્યું છે. આરોપીઓને અટક કરવા માટે પોલીસની ટીમો પ્રયાસરત છે.” આ સાથે જ તેમણે મીડિયાના માધ્યમથી જૂનાગઢના નાગરિકોને અપીલ કરી હતી કે, "જો કોઈપણ વ્યક્તિ આવી રીતે વ્યાજખોરીના વિષચક્રમાં ફસાયેલા હોય, તો તેઓ ડર્યા વગર નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે. જૂનાગઢ પોલીસ આવા વ્યાજખોરો પર સતત અને સખત કાયદાકીય કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે." ભોગ બનનાર જીતુભાઈએ પોલીસ તંત્ર પાસે ન્યાયની ગુહાર લગાવીને પોતાનું મકાન પાછું અપાવવા વિનંતી કરી છે.
    Click here to Read More
    Previous Article
    PM કિસાનનો 23મો હપ્તો જમા:ગુજરાતના 51.28 લાખ ખેડૂતોના ખાતામાં ₹1,025 કરોડ, ગાંધીનગરમાં ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી
    Next Article
    भरत तिवारी के एनकाउंटर का विरोध कीजिए, असद और कमलेश बिंद के एनकाउंटर का भी कीजिए

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment