Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM કિસાનનો 23મો હપ્તો જમા:ગુજરાતના 51.28 લાખ ખેડૂતોના ખાતામાં ₹1,025 કરોડ, ગાંધીનગરમાં ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી

    8 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પશ્ચિમ બંગાળના તારકેશ્વર-હુગલી ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 23મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત દેશના 9.44 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં કુલ ₹18,880 કરોડથી વધુની સહાય સીધી જમા કરવામાં આવી છે. ગુજરાતના 51.28 લાખ ખેડૂતોને આ હપ્તા હેઠળ ₹1,025 કરોડથી વધુની સહાય મળી છે. આ અવસરે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાના ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી, રાજ્ય મંત્રી રમેશ કટારા સહિત કૃષિ વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીના હસ્તે ખેડૂતોને વિવિધ કૃષિ અને બાગાયતલક્ષી યોજનાઓની સહાય પણ વિતરણ કરવામાં આવી હતી. વૈજ્ઞાનિક અભિગમ સાથે આયોજનબદ્ધ ખેતી કરવાની અપીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોની આવકમાં વધારો થાય, ખેતી વધુ સમૃદ્ધ બને અને ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બને તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. તેમણે જળ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી અને આધુનિક કૃષિ વ્યવસ્થાને રાજ્ય સરકારની પ્રાથમિકતા ગણાવી હતી. અલ-નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ખેડૂતોને ઓછા પાણીની જરૂરિયાત ધરાવતા પાકો અને વૈજ્ઞાનિક અભિગમ સાથે આયોજનબદ્ધ ખેતી કરવાની અપીલ પણ કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નર્મદા કમાન્ડ વિસ્તારની આસપાસના તળાવો ભરવાની મર્યાદા 3 કિલોમીટરથી વધારીને 7 કિલોમીટર કરવામાં આવી છે. ઉપરાંત નાના ખેડૂતોને લાભ મળે તે માટે તારની વાડ (ફેન્સિંગ) યોજના હેઠળની મર્યાદા ઘટાડીને 1 હેક્ટર સુધી કરવામાં આવી છે. ખેડૂતોને પાક સંગ્રહ માટે વધુ સ્ટોરેજ સુવિધા ઉપલબ્ધ કરાવવાની દિશામાં પણ સરકાર કામ કરી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજ્ય સરકારે છેલ્લા વર્ષોમાં ખેડૂતોના ખાતામાં 25 હજાર કરોડથી વધુની રકમ જમા કરાવી કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા કોઈપણ વચેટિયા વિના ખેડૂતોના ખાતામાં સહાય સીધી જમા થઈ રહી છે. વર્ષ 2019થી શરૂ થયેલી પીએમ કિસાન યોજના ખેડૂતો માટે બીજ, ખાતર અને દવાઓ જેવી આવશ્યક જરૂરિયાતો પૂરી કરવામાં મહત્વપૂર્ણ આર્થિક આધાર બની છે. તેમણે જણાવ્યું કે, ટેકાના ભાવે કૃષિ પેદાશોની ખરીદી દ્વારા રાજ્ય સરકારે છેલ્લા વર્ષોમાં ખેડૂતોના ખાતામાં આશરે ₹25 હજાર કરોડથી વધુની રકમ જમા કરાવી છે. વાઘાણીએ પશ્ચિમ બંગાળની અગાઉની સરકાર પર ખેડૂતોને યોજનાના લાભથી વંચિત રાખવાનો આરોપ લગાવતા કહ્યું કે હવે ભાજપના શાસનમાં ખેડૂતોને પીએમ કિસાનનો લાભ મળી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં સતત નિર્ણયો લઈ રહી છે અને જરૂરિયાત મુજબ નર્મદાના નીરથી તળાવો ભરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યભરના હજારો ખેડૂતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    TMC Bank Account Freeze: टीएमसी के बैंक अकाउंट पर शुरू हुई लड़ाई! Mamata vs Ritabrata Banerjee
    Next Article
    "તમારો બાપ ગુજરી ગયો છે એણે પૈસા દેવા પડશે":35 લાખ ચૂકવ્યા છતાં વેપારીનું મકાન પડાવ્યું; મહિલા સહિત 3 સામે એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment