Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NH-48 પર પદમલા નજીક વાહનોની 2 KM લાંબી કતાર:વાહન-વ્યવહારને સર્વિસ રોડ ઉપર ડાઇવર્ટ કરાતા ટ્રાફિકજામ, ગરમીમાં વાહનચાલકો પરેશાન

    12 hours ago

    અમદાવાદ વડોદરાને જોડતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર પદમલા નજીક ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. અંદાજે બે કિમી લાંબી વાહનોની કતાર લાગી છે. અમદાવાદ તરફથી વડોદરા તરફ આવવાના સર્વિસ રોડ ઉપર વાહનચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. બ્રિજ ઉપર કાર્પેટિંગ કામના કારણે વાહન-વ્યવહાર ડાઇવર્ટ પદમલા નજીક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બ્રિજ ઉપર કાર્પેટિંગનું કામ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે વાહન-વ્યવહારને સર્વિસ રોડ ઉપર ડાઇવર્ટ કરી દેવામાં આવ્યો છે, જેના પગલે સર્વિસ રોડ ઉપર ભારે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. હાઈવે ઓથોરિટી દ્વારા વાસદથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે ધીમે ધીમે વડોદરા તરફ આગળ ધપી રહી છે. 2 કિમી કાપતા અડધો કલાકથી વધુ સમય ટ્રાફિકજામની સ્થિતિના કારણે સર્વિસ રોડ ઉપર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે. ભારે વાહનો પણ સર્વિસ રોડ ઉપર ડાઇવર્ટ થતા 2 કિમીની અંતર કાપતા અડધાથી પોણા કલાકનો સમય થઈ રહ્યો છે. નાના વાહનોએ પણ હાલાકી વેઠવી પડી રહી છે. જંકશનના કારણે વધુ ટ્રાફિકજામ સર્વિસ રોડ ઉપર જંક્શન હોવાના કારણે ટ્રાફિકજામની સ્થિતિ વધુ વણસી છે. એક તરફ રણોલી રેલવે સ્ટેશન તરફ જવાનો માર્ગ છે, બીજી તરફ સાંકરદા તરફ જવાનો માર્ગ છે, જેથી ઉધોગોમાં જતા વાહનો પણ અહીંથી પસાર થાય છે, જેના કારણે ટ્રાફિક વધ્યો છે. વાહનચાલકો ગરમીમાં શેકાયા સૂર્ય જેમ-જેમ ઉપર ચઢતો કે છે તેમ-તેમ ગરમીનો પારો વધી રહ્યો છે અને ગરમીમાં ટ્રાફિકજામના કારણે વાહનચાલકોની હાલત કફોડી બની રહી છે. જો કે સાંજ સુધીમાં આ બ્રિજ ઉપરનું કાર્પેટિંગ કામ પૂર્ણ થઈ જવાની શક્યતા છે. જો કે બપોરે વાહનોની આવનજાવન ઘટે તો ટ્રાફિકમાંથી રાહત મળવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ધોરણ 12 સામાન્ય પ્રવાહના બોર્ડ પેપર સરળ:વાણિજ્ય વ્યવસ્થા, અર્થશાસ્ત્ર, એસ.પી.સી.સી.માં વિદ્યાર્થીઓને રાહત મળી
    Next Article
    બોટાદ LCBએ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો:9 આરોપી ઝડપાયા, ₹12.58 લાખનો મુદ્દામાલ જપ્ત, 3 ગુના ઉકેલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment