Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ LCBએ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો:9 આરોપી ઝડપાયા, ₹12.58 લાખનો મુદ્દામાલ જપ્ત, 3 ગુના ઉકેલાયા

    14 hours ago

    બોટાદ જિલ્લામાં વધતી જતી ચોરીની ઘટનાઓ ડામવા માટે બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મોટી સફળતા મેળવી છે. પોલીસે ફેક્ટરીઓ અને અવાવરુ સ્થળોને નિશાન બનાવતી એક રીઢા તસ્કરોની ગેંગના 9 સભ્યોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ 12.58 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મોડસ ઓપરેન્ડી પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગમાં કુલ 12 સભ્યો સામેલ હતા. તેઓ ખાસ કરીને બંધ ફેક્ટરીઓ, અવાવરુ જગ્યાઓ અને ખેતરોમાં રહેલી પાણીની મોટર જેવી કિંમતી વસ્તુઓને નિશાન બનાવતા હતા. ચોરી કર્યા બાદ પકડાઈ જવાની બીકે તેઓ આ માલ ભંગારના વેપારીઓને વેચી દેતા હતા. ઝડપાયેલા આરોપીઓ પૈકી મોટાભાગના શખ્સો અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. 10થી વધુ ગુનાઓ ઉકેલાવાની શક્યતા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ધર્મેન્દ્ર શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હાલની પૂછપરછમાં ચોરીના 3 મોટા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. જોકે, આરોપીઓની આકરી પૂછપરછ દરમિયાન આગામી દિવસોમાં અન્ય 10 જેટલા વણઉકેલાયેલા ગુનાઓ પરથી પડદો ઊંચકાય તેવી પૂરેપૂરી શક્યતા છે. પકડાયેલા તમામ 9 આરોપીઓ બોટાદ શહેરના જ રહેવાસી છે. ઝડપાયેલા આરોપીઓની યાદી ત્રણ શખસ હજુ ફરાર આ કેસમાં હજુ 3 શખ્સો પોલીસ પકડથી દૂર છે, જેમાં ગેંગના સભ્યો ઈરફાન જીકરી આમદાણી અને માહિર ઉર્ફે બોર્ડરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ચોરીનો મુદ્દામાલ ખરીદનાર રાજસ્થાનના વેપારી મુકેશચંદ્ર ગોપીલાલ ખટકીને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    NH-48 પર પદમલા નજીક વાહનોની 2 KM લાંબી કતાર:વાહન-વ્યવહારને સર્વિસ રોડ ઉપર ડાઇવર્ટ કરાતા ટ્રાફિકજામ, ગરમીમાં વાહનચાલકો પરેશાન
    Next Article
    રાજકોટમાં 6 શખસોએ કુહાડી-પાઈપના ઘા ફટકારી યુવકનું ખૂન કર્યું:માતાએ કહ્યું- 'મારા દીકરાને સમાધાન માટે બોલાવી મારી નાખ્યો', CP કચેરી પર મૃતદેહ લઈ જવાની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment