Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં 6 શખસોએ કુહાડી-પાઈપના ઘા ફટકારી યુવકનું ખૂન કર્યું:માતાએ કહ્યું- 'મારા દીકરાને સમાધાન માટે બોલાવી મારી નાખ્યો', CP કચેરી પર મૃતદેહ લઈ જવાની ચીમકી

    17 hours ago

    રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર જૂની અદાવતમાં 6 શખસોએ કુહાડી અને પાઈપના ઘા મારી એક યુવકનું ઢીમ ઢાળી દીધાનો બનાવ સામે આવ્યો છે. પરિવારજનોએ કહ્યું કે, એટલો ક્રુરતાથી માર મારવામાં આવ્યો હતો કે શરીરનું એકેય અંગ બાકી નથી રાખ્યું. જ્યાં સુધી આરોપી ન ઝડપાય ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દેતાં પોલીસે સમજાવટના પ્રયાસો હાથ ધર્યા છે. મૃતક ભાવેશ પરિણીત અને બે સંતાનનો પિતા હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના માતાએ રડતાં રડતાં જણાવ્યું હતું કે, મારા દીકરો 2 લાખ રૂપિયા લઈ સમાધાન માટે ગયો હતો. તેઓએ છેતરીને મારા દીકરા પર ઘા કર્યો. જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુ સોલંકી રાજકોટ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા અને કહ્યું હતું કે, બપોરે 3 વાગ્યા સુધીમાં આરોપીઓ નહીં પકડાય તો અમે મૃતદેહ CP કચેરી લઈ જઈશું. 150 ફૂટ રીંગ રોડ પરથી ભાવેશને કારમાં ઉઠાવી જઈ હુમલો કરાયો નર્સિંગ ના વ્યવસાય સાથે સંકળાયેલા રાહુલ પરમાર દ્વારા પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, રવિવારના રોજ રાત્રિના સમયે પોતાના મિત્ર ભાવેશ વાણવી તેમજ પ્રિન્સ વાણવી સાથે રૈયા રોડ પરના સોપાન હાઈટ્સ પાસે બેઠા હતા. તેમજ ત્યારબાદ ત્રણેય મિત્રો ઘરે જમવા માટે નીકળ્યા હતા. દરમિયાન ડ્રીમ સિટીની સામે પહોંચતા 4 થી 5 અજાણ્યા વ્યક્તિઓ સ્વીફ્ટ કાર તેમજ બાઈક લઈને અમારી પાછળ આવ્યા હતા. તેમજ તેમના દ્વારા લાકડી, ધારિયા, કુહાડી સહિતના હથિયારો વડે ભાવેશ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ પ્રિન્સ પણ ત્યાં ઉભો રહેતા પ્રિન્સને પણ માર મારવામાં આવ્યો હતો. ડર લાગવાના કારણે હું ત્યાંથી સાઈડમાં જતો રહ્યો હતો. ત્યારબાદ કારમાં આવેલા વ્યક્તિઓ ભાવેશને કારમાં બેસાડીને ત્યાંથી લઈને જતા રહ્યા હતા. પ્રિન્સને માથાના ભાગે ઇજા પહોંચતા તેને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. રસના ચિચોડા બાબતે મહાનગરપાલિકામાં કરેલી અરજી કારણભૂત બનાવ સંદર્ભે પ્રિન્સ ને પૂછતાં તેણે જણાવ્યું હતું કે હમીર જોગરાણા સાથે ચિચોડો રાખવા બાબતે ભાવેશ વાણવી દ્વારા મહાનગરપાલિકામાં અરજી કરવામાં આવી હતી. જે બાબતનો ખાર રાખીને હમીર જોગરાણા સહિતના વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ભાવેશ ઉપર જીવલેણ હુમલો કર્યા બાદ તેને માર મારીને રસ્તામાં ફેંકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ સારવાર છે તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મારો દીકરો સમાધાન માટે 2 લાખ રૂપિયા લઈને ગયો હતો- ગીતાબેન મૃતક ભાવેશના માતા ગીતાબેન વાણવીએ રડતાં રડતાં જણાવ્યું હતું કે, હું ઘરે આવી ત્યારે ભાવલાએ કહ્યું હું થોડીવારમાં આવું છું. અમને કોઈને બોલવા ન દે એવો મારો દીકરો હોશિયાર હતો. વીડિયો વાઈરલ કર્યો, એમાં એ લોકોએ વિશ્વાસઘાત કર્યો. ધમકી દઈ મારા દીકરા પાસે સમાધાન કરાવી લીધું. 2 લાખ રૂપિયા સમાધાન માટે લઈ ગયો હતો. વીડિયો કઢાવી નાખી છેતરીને મારા દીકરા પર ઘા કર્યો છે. આરોપીઓ ન પકડાય ત્યાં સુધી પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ રુમે ખસેડવામાં આવતા ત્યાં સંબંધીઓ અને તેમના સમાજના આગેવાનો ત્યાં દોડી ગયા હતા અને આરોપી પકડાયા બાદ જ તેમનો મૃતદેહ સ્વીકારવામાં આવશે તેવું પરિવારજનોએ જણાવ્યું હતું. મૃતક પત્રકાર હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા જાણવા મળ્યું છે. ભાવેશનું એકેય અંગ એવું નથી જ્યાં માર ન માર્યો હોય- માવજીભાઈ રાખસીયા સામાજિક આગેવાન માવજીભાઈ રાખસીયાએ જણાવ્યું હતું કે, અમારા સમાજના યુવાન ભાવેશ વાણવીની બેરહેમીથી હત્યા કરવામાં આવી છે. 10 થી 12 શખ્સોએ હૂમલો કર્યો હતો. જેમાં યુવાનનું એક પણ અંગ એવું નથી જ્યાં માર ન માર્યો હોય. જેથી પોલીસ આરોપીઓની સાન ઠેકાણે લાવે તેવી માંગણી છે. રસના ચીચોડાના જૂના મનદુઃખના કારણે યુવાનની હત્યા કરવામાં આવી: DCP DCP ઝોન-2 રાકેશ દેસાઈએ જણાવ્યુ હતુ કે, મૃતક ભાવેશ વાણવીને હમીર ભરવાડ અને તેમની સાથેના શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો. જે બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ થતા યુનિવર્સિટી પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રસના ચીચોડાના જૂના મનદુ:ખમાં યુવાનની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. જેથી રાજકોટ શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. 3 વાગ્યા સુધીમાં આરોપીઓ નહીં પકડાય તો મૃતદેહ CP કચેરી લઈ જઈશું- રાજુ સોલંકી રાજકોટમાં દલિત સમાજના યુવાનની હત્યાની ઘટના બની છે ત્યારે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુ સોલંકી રાજકોટ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા અને કહ્યું હતું કે, એક અઠવાડિયામાં બીજા દલિત યુવાનની હત્યા કરવામાં આવી છે. જૂનાગઢના જૂથળ ગામે ભરત સોંદરવા નામના યુવાનની હત્યા કરવામાં આવી અને હવે ભાવેશ વાણવીની હત્યા થઈ છે. બપોરે 3 વાગ્યા સુધીમાં આરોપીઓ નહીં પકડાય તો મૃતદેહ પોલીસ કમિશનર કચેરી ખાતે લઈ જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી મૃતક ભાવેશ બે બહેનનો એકનો એક ભાઈ હતો.તેમના બે બહેન શિલ્પાબેન અને તારીકાબેન નામ છે.તેમજ તેમના પત્નીનું નામ દિવ્યાબેન છે તેમજ સંતાનમાં બે પુત્ર લક્ષ્ય (ઉ.7) અને અંશ (ઉ.4) છે.પોતે જમીન મકાનના વ્યવસાય સાથે જોડાયેલો હોવાનું હાલ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ભાવેશ વિરુદ્ધ અગાઉ ધમકી અંગેની 3 ફરિયાદ અને એક વખત પાસા થઈ ચૂકી છે મૃતક ભાવેશ વાણવી જેઓ પત્રકાર હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે તેમજ અગાઉ તેમનો અને બિલ્ડરનો એક ઓડિયો વાયરલ થયો હતો.તેમજ સાધુવાસવાણી રોડ પર પાર્સલ આપવા મામલે તેમના છાત્રાલયના સંચાલકો સાથે માથાકૂટ પણ કરી હતી.જે મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ ચુકી છે તેમજ પોલીસે ભાવેશને પાસા તળે જેલ હવાલે કર્યો હતો.તે થોડા સમય પહેલા જેલમાંથી છૂટયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે. રાજ્યમાં હત્યાના આ સમાચાર પણ વાંચોઃ રાજકોટમાં નેપાળી યુવકની પથ્થરના ઘા ઝીંકી હત્યા રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના કેકેવી ચોક નજીક ઓવરબ્રિજ નીચે ગઇકાલે(4 માર્ચ) રાત્રે એક નેપાળી યુવાનની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. આ ઘટનામાં માલવિયાનગર પોલીસ સ્ટાફે એક શકમંદને ઉઠાવી લઇ પૂછપરછ શરૂ કરી છે. તેમજ હત્યાનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. યુવાન પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો છે અને નાની બહેને રડતા રડતા હાથ જોડી કહ્યું છે કે મારા ભાઈને ન્યાય આપો. (સંપૂર્ણ સમાચાર વાંચો) સુરત શહેરમાં વધુ એક હત્યા:યુવકને ક્રિષ્ના AC મોલ બહાર ચપ્પુ, છરા અને કોયતાથી રહેંસી નાંખ્યો, જૂના અદાવતને લઈ ટાર્ગેટ કર્યો 'ડાયમંડ સિટી' સુરત શહેર હવે ધીમે ધીમે ગુનાખોરીના ભરડામાં આવી રહ્યું હોય તેમ જણાય છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં આજે વધુ એક સનસનીખેજ હત્યાની ઘટના સામે આવી છે. ક્રિષ્ના AC મોલ જેવા ધમધમતા વિસ્તારમાં જાહેરમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવતા સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    બોટાદ LCBએ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો:9 આરોપી ઝડપાયા, ₹12.58 લાખનો મુદ્દામાલ જપ્ત, 3 ગુના ઉકેલાયા
    Next Article
    ગેસની અછતથી મીની ભારતમાંથી હજારોની હિજરત:રોજગારીના ધામ સુરતમાં 'ચૂલા' ઠર્યા; ગેસની અછત અને મોંઘવારીએ શ્રમિકોને વતન પરત ફરવા મજબૂર, કહ્યું - ત્રણ દિવસથી ચૂલો સળગ્યો નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment