Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NGOના સેક્રેટરીની જામીન અરજી ફગાવતી હાઈકોર્ટ:સાયબર ફ્રોડના રૂપિયા NGOના ખાતામાં આવ્યા, NCRP પોર્ટલ પર NGOના એકાઉન્ટ સામે 21 ફરિયાદ

    2 days ago

    શેરબજારમાં રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી નાગરિકો સાથે લાખો રૂપિયાની સાયબર ઠગાઈ આચરવાના ગંભીર કેસમાં ગુજરાત હાઈકોર્ટે આરોપી હેમંત બાર્કડેની જામીન અરજી ફગાવી દીધી છે. રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાયેલા આ ગુનામાં ચાર્જશીટ ફાઈલ થઈ ગઈ હોવા છતાં, હાઈકોર્ટે આરોપીની ગંભીર ભૂમિકા અને સાયબર ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નિયમિત જામીન આપવાનો સખત ઇનકાર કર્યો છે. શેરબજારમાં રોકાણના નામે ₹87.50 લાખની ઠગાઈ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સાયબર ઠગો દ્વારા ફરિયાદીને 'A13 સ્ટોક શેરિંગ ગ્રુપ' નામના વોટ્સએપ ગ્રુપમાં ઉમેરવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં આરોપીઓએ પોતે 'ફ્રેન્કલિન ટેમ્પલટન ગ્રુપ'ના કર્મચારી હોવાનો ખોટો દાવો કર્યો હતો. ત્યારબાદ શેરબજારમાં રોકાણ પર ખૂબ જ ઊંચા વળતરની લાલચ આપીને ફરિયાદી પાસે 'SENDS INV' નામની એક એપ ડાઉનલોડ કરાવી હતી. આ એપ મારફતે ફરિયાદી પાસેથી કુલ ₹87.50 લાખ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લેવાયા હતા. તબીબી અને નાણાકીય તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ફરિયાદીની પેઢીમાંથી ₹9.75 લાખ અરજદાર હેમંત બાર્કડે સાથે જોડાયેલી 'કોયાન ધ વિઝન સમાજ સેવા સમિતિ' (NGO)ના સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા. અરજદાર બચાવ પક્ષની રજૂઆત અરજદાર વતી કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ રજૂ કરી દેવાઈ છે, તેથી આ ચાર્જશીટ પછીની નિયમિત જામીન અરજી છે. અરજદાર કાયદાનું પાલન કરનાર નાગરિક છે અને સંબંધિત NGOના હોદ્દેદાર છે. બેંક ખાતું અન્ય હોદ્દેદારો સાથે સંયુક્ત રીતે ઓપરેટ થતું હતું. વધુમાં, અજાણ્યા ટ્રાન્ઝેક્શનની જાણ થતાં અરજદારે પોતે બેંક મેનેજરનો સંપર્ક કરી તેની માહિતી આપી હતી. આ કેસમાં સમાન ભૂમિકા ધરાવતા અન્ય સહ-આરોપીને અગાઉ જામીન મળી ચૂકેલા હોવાથી 'સમાનતાના ધોરણે' (Parity) અરજદારને પણ જામીન મુક્ત કરવા વિનંતી કરાઈ હતી. સરકારી વકીલનો વિરોધ અને ચોંકાવનારા ખુલાસા સરકારી વકીલે જામીન અરજીનો સખત વિરોધ કરતા રજૂઆત કરી હતી કે અરજદાર NGOના સેક્રેટરી છે અને તેમના બેંક ખાતાનો ઉપયોગ મોટા પાયે સાયબર ફ્રોડ માટે કરવામાં આવ્યો છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર આ NGOના બેંક ખાતા સામે દેશભરમાંથી 21 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે. અરજદારના ખાતામાં કમિશન પેટે પણ નાણાં જમા થયા છે અને તેની સાથે જોડાયેલા ખાતાઓમાં કુલ ₹87.20 લાખના સાયબર ગુનાના વ્યવહારો જોવા મળ્યા છે. સરકારી પક્ષે વધુમાં જણાવ્યું કે અરજદાર મધ્યપ્રદેશનો નિવાસી હોવાથી જામીન મળવા પર નાસી જવાની પૂરી શક્યતા છે. આ ઉપરાંત કેસના અન્ય 12 જેટલા આરોપીઓ હજુ ફરાર છે. જે સહ-આરોપીને જામીન મળ્યા છે તેની ભૂમિકા મર્યાદિત હતી, જ્યારે વર્તમાન અરજદારની ભૂમિકા અત્યંત ગંભીર અને મુખ્ય છે. હાઈકોર્ટનું મહત્વનું અવલોકન કેસની સમગ્ર સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું હતું કે સાયબર અને આર્થિક ગુનાઓ સમાજ અને દેશની આર્થિક સ્થિતિ પર અત્યંત ગંભીર અસર કરે છે. અરજદારે બેંકને કરેલી અરજી એ માત્ર તપાસ અને કાનૂની કાર્યવાહીથી બચવા માટે ઊભો કરેલો બચાવ હોવાની શક્યતા નકારી શકાય નહીં, કારણ કે તેણે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે અરજદારની ભૂમિકા જામીન પર છૂટેલા સહ-આરોપી કરતાં વધુ ગંભીર હોવાથી સમાનતાનો સિદ્ધાંત અહીં લાગુ પડતો નથી. માત્ર ચાર્જશીટ ફાઇલ થઈ જવાથી જામીનનો અધિકાર મળી જતો નથી. કેસમાં હજુ ઘણા આરોપીઓ ફરાર છે અને સાયબર ફ્રોડના કેસમાં ડિજિટલ કે ઇલેક્ટ્રોનિક પુરાવાઓ સાથે ચેડાં થવાની પૂરતી શક્યતા રહેલી છે. આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે અરજદાર હેમંત બાર્કડેની જામીન અરજી ફગાવી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    તાપીમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી:વ્યારાના છીંડિયા આણગાંવડી ખાતે માતાઓને માર્ગદર્શન અપાયું
    Next Article
    સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ:મહેસાણા સ્પે. પોક્સો કોર્ટે પીડિતાને 3 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો, સીવણ ક્લાસમાં જતી સગીરાને ભગાડી કુકર્મ આચર્યું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment