Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી:વ્યારાના છીંડિયા આણગાંવડી ખાતે માતાઓને માર્ગદર્શન અપાયું

    2 days ago

    તાપી જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે 'વિશ્વ સ્તનપાન સપ્તાહ' અંતર્ગત વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે વ્યારા ઘટક-1 હેઠળ આવતા છીંડિયા સેજાના આણગાંવડી ખાતે એક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવજાત શિશુઓની ઉત્તમ તબિયત અને માતાઓમાં સ્તનપાન પ્રત્યે સભાનતા લાવવાનો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓએ માતાઓ અને સ્થાનિક લાભાર્થીઓને બાળકના સર્વાંગી વિકાસ માટે માતાના દૂધના અમૂલ્ય ગુણો વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મેડિકલ ઓફિસર નૂતનબેન ચૌધરી, સીડીપીઓ જાસ્મિનાબેન ચૌધરી અને આયુષ મેડિકલ ઓફિસર સ્નેહાબેન દ્વારા નવજાત શિશુઓને જન્મની સાથે જ સ્તનપાન કરાવવાના ફાયદા અને તેની સાચી વૈજ્ઞાનિક પદ્ધતિઓ સમજાવવામાં આવી હતી. નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, બાળકના જન્મથી લઈને પ્રથમ છ મહિના સુધી માત્ર અને માત્ર માતાનું દૂધ જ આપવું અનિવાર્ય છે, જે બાળકની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. આ ઉપરાંત, છ મહિના બાદ બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે કયા પ્રકારનો પૂરક આહાર શરૂ કરવો જોઈએ, તેની પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન માતાઓ સાથેનો સીધો સંવાદ વિશેષ આકર્ષણ રહ્યો હતો. આ સંવાદ સત્રમાં સ્તનપાન સંબંધિત માતાઓની મૂંઝવણો, પ્રશ્નો અને તેમના અંગત અનુભવોની આપ-લે કરવામાં આવી હતી, જેનું નિષ્ણાતો દ્વારા સંતોષકારક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ, બાળકોના યોગ્ય પોષણ સ્તરની જાળવણી, આરોગ્ય સંભાળ અને નિયમિત વૃદ્ધિ મોનિટરિંગનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા આ સપ્તાહની ઉજવણી થકી ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોષણ અને સ્વાસ્થ્ય પ્રત્યે સકારાત્મક વાતાવરણ ઊભું થયું છે. આ પ્રયાસો દ્વારા અનેક માતાઓમાં સ્તનપાન અને બાળપોષણ અંગે સાચી માહિતી પહોંચી છે, જે તાપી જિલ્લાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક મહત્વનું કદમ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે:રિજિજુએ આ અંગે રાહુલ-પ્રિયંકા સાથે બેઠક કરી; સંસદ પરિસરમાં દાન ચોરી પર વિપક્ષનું પ્રદર્શન
    Next Article
    NGOના સેક્રેટરીની જામીન અરજી ફગાવતી હાઈકોર્ટ:સાયબર ફ્રોડના રૂપિયા NGOના ખાતામાં આવ્યા, NCRP પોર્ટલ પર NGOના એકાઉન્ટ સામે 21 ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment