Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં જિલ્લા શિક્ષણ ટીમની સંકલન બેઠક યોજાઈ:NEP 2020, PARAKH, ડ્રોપઆઉટ રેશિયો, પ્રવેશોત્સવ સહિતના મુદ્દાઓ પર ચર્ચા

    9 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા "સમગ્ર જિલ્લા શિક્ષણ ટીમ" ની સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠક સુરેન્દ્રનગરના માળોદ રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજવામાં આવી હતી.આ બેઠકમાં NEP 2020 અંતર્ગત સમીક્ષા, PARAKHનો રોડમેપ, ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અંગે, Mission back to school, CPD તાલીમ અને આગામી પ્રવેશોત્સવ જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આ પ્રસંગે ડાયેટ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા શિક્ષણ સમિતિ અને સમગ્ર શિક્ષા સુરેન્દ્રનગર દ્વારા આયોજિત "પરખમાં પારંગત" ક્વિઝની જાહેરાત સુરેન્દ્રનગર જિલ્લાના DDO દ્વારા કરવામાં આવી હતી. આ બેઠકમાં DDO, DEO, DPEO, પ્રાચાર્ય, Dy.DPEO સહિત જિલ્લાના તમામ EI, AEIs, OICs, TPEOs, BRCs, CRCs અને કેળવણી નિરીક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહાનુભાવોમાં DDO શ્રીમતી યાજ્ઞિક સાહેબ, ડાયેટના પ્રાચાર્ય ડૉ. સી.ટી. ટૂંડિયા, DPEO ડૉ. ભદ્રસિંહ વાઘેલા, Dy.DPEO ઘેસાણી અને EI કિશોરભાઈ બારોટનો સમાવેશ થાય છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લેક્ચરર ડૉ. રાજેન પિત્તલિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સ્વાગત અને સંસ્થા પરિચય શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક આણંદપ્રિય સ્વામી દ્વારા અપાયો હતો.
    Click here to Read More
    Previous Article
    3,936 કરોડના સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને કેન્દ્રિય કેબિનેટની મંજૂરી:ધોલેરામાં દેશનું પહેલું GaN આધારિત Micro-LED યુનિટ, 2,200થી વધુ યુવાનોને સીધી રોજગારી મળશે
    Next Article
    સગીર-સગીરાની ઈન્સ્ટાગ્રામ મિત્રતા મુદ્દે બે જૂથ વચ્ચે ઘર્ષણ:સિંધુનગરમાં ટોળા એકઠા થયા, બાઈકમાં તોડફોડ; બંને પક્ષના 6 શખસ સામે ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment