Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3,936 કરોડના સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને કેન્દ્રિય કેબિનેટની મંજૂરી:ધોલેરામાં દેશનું પહેલું GaN આધારિત Micro-LED યુનિટ, 2,200થી વધુ યુવાનોને સીધી રોજગારી મળશે

    10 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં ભારત સેમિકન્ડક્ટર મિશન હેઠળ ગુજરાત માટે બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. કુલ 3,936 કરોડના આ રોકાણથી રાજ્યમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ટેક્નોલોજીના ક્ષેત્રે ઐતિહાસિક વિકાસનો માર્ગ ખુલ્યો છે. ધોલેરામાં દેશનું પહેલું GaN આધારિત Micro-LED યુનિટ બનશે. આ પ્રોજેક્ટોથી અંદાજે 2,200થી વધુ કુશળ યુવાનોને સીધી રોજગારી મળશે, જ્યારે પરોક્ષ રીતે હજારો રોજગાર તકો સર્જાશે. આ યુનિટ રાજ્યને ગ્લોબલ સેમિકન્ડક્ટર મેપ પર મજબૂત સ્થાન આપશે કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી India Semiconductor Mission હેઠળ મંજૂર થયેલા આ પ્રોજેક્ટોમાંથી એક પ્રોજેક્ટ Crystal Matrix Limited દ્વારા ગુજરાતના ધોલેરા ખાતે સ્થાપિત કરવામાં આવશે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR)માં આવનારો આ યુનિટ રાજ્યને ગ્લોબલ સેમિકન્ડક્ટર મેપ પર મજબૂત સ્થાન અપાવશે. ધોલેરામાં દેશનું પહેલું GaN આધારિત Micro-LED યુનિટ આ પ્રોજેક્ટ અંતર્ગત કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન, એસેમ્બલી અને ટેસ્ટિંગની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. ખાસ કરીને ગેલિયમ નાઇટ્રાઇડ (GaN) આધારિત મિની અને માઇક્રો-એલઇડી ડિસ્પ્લે મોડ્યુલોનું ઉત્પાદન કરવામાં આવશે, જે ભારત માટે પ્રથમ વ્યાવસાયિક પહેલ ગણાશે. GaN ટેક્નોલોજી વધુ કાર્યક્ષમ, ઊંચી બ્રાઇટનેસ અને ઓછી ઉર્જા વપરાશ માટે જાણીતી છે, જેના કારણે તે ભવિષ્યની ડિસ્પ્લે ટેક્નોલોજીમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. દર વર્ષે 72,000 ચોમી જેટલા અદ્યતન ડિસ્પ્લે પેનલનું ઉત્પાદન ઉત્પાદન ક્ષમતા અંગે વાત કરીએ તો, આ યુનિટ દર વર્ષે આશરે 72,000 ચોરસ મીટર જેટલા અદ્યતન ડિસ્પ્લે પેનલનું ઉત્પાદન કરશે. સાથે જ 24,000 સેટ GaN એપિટેક્સી વેફર્સ પણ તૈયાર કરવામાં આવશે. આ ઉત્પાદનોનો ઉપયોગ ટેલિવિઝન, સ્માર્ટફોન, ઓટોમોબાઇલ ડિસ્પ્લે, ડિજિટલ સાઇનેજ ઉપરાંત એક્સ્ટેન્ડેડ રિયાલિટી (XR), ઓગમેન્ટેડ રિયાલિટી (AR), વર્ચ્યુઅલ રિયાલિટી (VR) અને સ્માર્ટ વેરેબલ્સ જેવા નવા યુગના ઉપકરણોમાં થશે. ધોલેરા SIRમાં વિકસતી સુવિધાઓને આ પ્રોજેક્ટથી વધુ વેગ મળશે વિશેષજ્ઞોના મત મુજબ, આ પ્રોજેક્ટ ભારતને ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ બનશે અને દેશને “આત્મનિર્ભર ભારત” અભિયાન તરફ આગળ ધપાવશે. સાથે જ ગુજરાતમાં પહેલેથી જ ઉભી થઈ રહેલી સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ જેમ કે ધોલેરા SIRમાં વિકસતી સુવિધાઓને આ પ્રોજેક્ટથી વધુ વેગ મળશે. ગુજરાત બનશે હાઈ-ટેક હબ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસોથી ગુજરાત હવે માત્ર મેન્યુફેક્ચરિંગ હબ નહીં પરંતુ હાઈ-ટેક ઇનોવેશન સેન્ટર તરીકે ઉભરી રહ્યું છે. આ નિર્ણયથી વૈશ્વિક રોકાણકારોમાં પણ વિશ્વાસ વધશે અને આગામી સમયમાં વધુ મોટી ટેક કંપનીઓ ગુજરાત તરફ આકર્ષાય તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં 9 મેના રોજ ભાજપ સરકારનો શપથગ્રહણ સમારોહ:મમતા-અભિષેકની સુરક્ષા હટાવવામાં આવી, વિજયે તમિલનાડુમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો; કોંગ્રેસનું સમર્થન
    Next Article
    સુરેન્દ્રનગરમાં જિલ્લા શિક્ષણ ટીમની સંકલન બેઠક યોજાઈ:NEP 2020, PARAKH, ડ્રોપઆઉટ રેશિયો, પ્રવેશોત્સવ સહિતના મુદ્દાઓ પર ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment