Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડમી વિદ્યાર્થીઓના કૌભાંડને જબડાતોડ જવાબ આપવા નિર્ણય:NEET (UG)ના 48 કલાક પહેલાથી મેડીકલના વિદ્યાર્થીઓ ‘નજરકેદ’, 2-3 મેના રજા નહીં મળે

    12 hours ago

    દેશની સૌથી પ્રતિષ્ઠિત અને સંવેદનશીલ ગણાતી NEET (UG) 2026ની પરીક્ષાને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે કેન્દ્ર સરકારે પેપર લીક અને ડમી વિદ્યાર્થીઓના કૌભાંડને જડબાતોડ જવાબ આપવા માટે માસ્ટર પ્લાન ઘડ્યો છે. ભૂતકાળના કડવા અનુભવોમાંથી બોધપાઠ લઈને આ વખતે મેડિકલના સિનિયર વિદ્યાર્થીઓ જ પરીક્ષામાં વિઘ્ન ન બને તે માટે તેમને એક પ્રકારે 48 કલાક માટે ‘નજરકેદ’ રાખવાનો નિર્ણય કરાયો છે. NEETની પરીક્ષાના 48 કલાક પહેલાથી મેડીકલના વિદ્યાર્થીઓ ‘નજરકેદ’ રહેશે. 2 અને 3 મેના રોજ તેમને રજા નહીં મળે અને શંકાસ્પદ હિલચાલ પર બાજનજર રાખવામાં આવશે. જો કે આ નિર્ણય સામે પણ મેડીકલના વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ સચિવ ડૉ. વિનીત જોશીએ દેશની તમામ મેડિકલ કોલેજોને પાઠવેલા પત્રમાં સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, 2 મે અને 3 મે (પરીક્ષાનો દિવસ) દરમિયાન કોઈ પણ મેડિકલ વિદ્યાર્થીને રજા આપવામાં આવશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉની પરીક્ષાઓમાં મેડિકલના તેજસ્વી વિદ્યાર્થીઓ જ નાણાંની લાલચમાં ડમી ઉમેદવાર તરીકે બેસતા અથવા ગેરરીતિમાં મદદ કરતા હોવાનું સામે આવ્યું હતું. આ જોખમ ટાળવા માટે સરકાર આ વખતે કોઈ જ બાંધછોડ કરવાના મૂડમાં નથી. આગામી 3 મેના રોજ ઓફલાઇન મોડમાં યોજાનારી આ પરીક્ષાની પવિત્રતા જાળવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે સંકલન સાધ્યું છે. સરકારના આ આક્રમક નિર્ણયથી મેડિકલ કેમ્પસોમાં ફફડાટ વ્યાપી ગયો છે, પરંતુ પ્રામાણિક ઉમેદવારોના હિતમાં આ પગલું અત્યંત અનિવાર્ય માનવામાં આવી રહ્યું છે. અનિવાર્ય સંજોગોમાં રજા જોતી હશે, તો તેણે સચોટ પુરાવા આપવા પડશે આ બે દિવસ દરમિયાન જો કોઈ વિદ્યાર્થીને અત્યંત અનિવાર્ય સંજોગોમાં રજા જોતી હશે, તો તેણે સચોટ પુરાવા અને મજબૂત જસ્ટિફિકેશન આપવું પડશે. મેડિકલ કોલેજોને તાકીદ કરવામાં આવી છે કે તેઓ પોતાના કેમ્પસમાં વિદ્યાર્થીઓનું સખત મોનિટરિંગ કરે અને તેમને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિમાં સામેલ થતા અટકાવે.
    Click here to Read More
    Previous Article
    ખાનગી શાળાઓને ટક્કર આપતી સરકારી શાળા:40 ઓરડા, સ્માર્ટ ક્લાસ, સ્પોર્ટ્સ સંકુલ સાથે સૌપ્રથમ ‘સરકારી ઇંગ્લીશ મીડિયમ’ સ્કૂલ તૈયાર
    Next Article
    ભવ્ય લગ્નોત્સવનું આયોજન:સમસ્ત કોળી જ્ઞાતિના સમૂહલગ્નમાં દિકરીઓને રજવાડી રથમાં બેસાડી રાજમાર્ગો પર 13 કિમીનું ફૂલેકુ નિકળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment