Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓપન સ્કૂલિંગનો ટ્રેન્ડ:NEET-UG 2025માંથી 10 વિદ્યાર્થીએ ઓપન બોર્ડમાં અભ્યાસ કરીને મેડિકલમાં પ્રવેશ મેળવ્યો

    1 week ago

    મેડિકલ અને ઈજનેરીમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે હવે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ(એનઆઈઓએસ) નવો વિકલ્પ બની રહ્યો છે. નીટ -યુજી 2025માં ગુજરાતના 10 વિદ્યાર્થીઓએ ઓપન બોર્ડમાં અભ્યાસ કરી મેડિકલમાં પ્રવેશ મેળવ્યો છે, જેમાંથી 8 વિદ્યાર્થીએ એમબીબીએસ અને 2 વિદ્યાર્થીઓએ બીડીએસ એટલે કે બેચલર ઓફ ડેન્ટલ સર્જરીની સીટની પસંદગી કરી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે નિયમિત (Regular) સ્કૂલિંગ મોટો પડકાર હોય છે. સ્કૂલ અને કોચિંગ સાથે મેનેજ કરવાથી સેલ્ફ સ્ટડી માટે સમય મળવો મુશ્કેલ બને છે. આથી, નિયમિત શાળાએ જવાની ફરજ ન હોય તેવા વિકલ્પ તરફ વિદ્યાર્થીઓ વળ્યા છે. વર્ષ 2025 સુધી મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોવાથી નિયમો બદલાવાનો વિદ્યાર્થીઓમાં ડર હતો. પરંતુ હવે 2026થી આ શરત હટાવી દેવામાં આવી છે. નવા નિયમો સ્થિર અને સ્પષ્ટ છે, જેનાથી ખાસ કરીને NIOS અને ઓપન બોર્ડના વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. હવે એડિશનલ બાયોલોજી રાખનારા વિદ્યાર્થીઓ પણ NEET આપી શકશે રેગ્યુલર-ઓપન સ્કૂલ્સ કે NIOSના વિદ્યાર્થીની હવે સમાન પાત્રતા જ ગણાશે NIOS નિષ્ણાત અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, “અગાઉ પાત્રતાને લઈને જે દ્વિધા હતી તે હવે દૂર થઈ ગઈ છે. NEET-UG 2026ના ઇન્ફોર્મેશન બુલેટિનમાં પાત્રતાના નિયમો સ્પષ્ટ કરી દેવાયા છે. હવે રેગ્યુલર સ્કૂલ, ઓપન સ્કૂલ કે NIOSના તમામ વિદ્યાર્થીઓ સમાન રીતે પાત્ર ગણાશે, શરત માત્ર એટલી કે તેમણે જરૂરી વિષયોનો અભ્યાસ કર્યો હોવો જોઈએ.” NEET-2026 માટે નિયમોમાં ફેરફાર: ‘બોર્ડ’ના પ્રકારને બદલે ‘વિષયો’ને મહત્ત્વૉ નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC) ની ભલામણો મુજબ, હવે વિદ્યાર્થીઓની પાત્રતામાં ‘બોર્ડ’ના પ્રકારને બદલે ‘વિષયો’ ને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. NTAના નવા સ્પષ્ટીકરણ મુજબ, કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી સાથે ધો. 12 પાસ કરનાર વિદ્યાર્થી NEET-UG પરીક્ષા માટે પાત્ર ગણાશે.
    Click here to Read More
    Previous Article
    ધો.12 સાયન્સ બોર્ડ પરીક્ષા:રસાયણ, ભૌતિક, જીવ વિજ્ઞાન અને ગણિતની આન્સર કી મુકાઈ
    Next Article
    પરિવહન પોર્ટલથી ધીમી ગતિથી લોકો પરેશાન:5Gના જમાનામાં પરિવહન પોર્ટલની ગોકળગાય ગતિ, 20 મિનિટનું એક કામ બે કલાકે પૂરું થાય છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment