Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEET, GPSC અને TAT-1ની પરીક્ષા માટે ઉમેદવારો તૈયાર:ગુજરાતમાં 85,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, ઉનાળાના આકરા તાપમાં વાલીઓની પણ કસોટી

    10 hours ago

    રવિવારે યોજાનારી NEET અંડરગ્રેજ્યુએટ 2026 પરીક્ષામાં ભાગ લેવા માટે દેશભરમાં 23 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી છે, જેમાં ગુજરાતના 85,000થી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. દેશભરમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. સત્તાવાર માહિતી અનુસાર, આ પરીક્ષા ભારતના 552 શહેરો અને 14 આંતરરાષ્ટ્રીય સ્થળોએ લેવામાં આવશે. ગુજરાતમાં, આ પરીક્ષા 31 શહેરોમાં લેવામાં આવશે, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર, ગોધરા અને અમરેલી જેવા મુખ્ય કેન્દ્રોનો સમાવેશ થાય છે. લગભગ 30 બિલ્ડિંગમાં વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં એકલા અમદાવાદ અને ગાંધીનગરમાંથી લગભગ 12,000 વિદ્યાર્થીઓ હાજર રહે તેવી અપેક્ષા છે. NEET-UG પરીક્ષા બપોરે 2થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે. ઉમેદવારોને છેલ્લી ઘડીની સમસ્યાઓ ટાળવા માટે તેમના સંબંધિત પરીક્ષા કેન્દ્રો પર અગાઉથી પહોંચવાની સલાહ આપવામાં આવી છે. કેન્દ્રોમાં પ્રવેશ સવારે 11 વાગ્યે શરૂ થશે અને બપોરે 1:30 વાગ્યે બંધ થશે, ત્યારબાદ કોઈપણ ઉમેદવારને કોઈપણ સંજોગોમાં અંદર જવા દેવામાં આવશે નહીં. આ સાથે જ બપોર બાદ એટલે કે 3થી 6 ધોરણ 9 અને 10માં શિક્ષક બનવા માટેની TAT-1ની પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવશે. GPSCના વિવિધ પદો માટેની પરીક્ષા બપોરે 11થી 1 વાગ્યા સુધીમાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે ઉનાળાના આકરા તાપમાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓની પણ કસોટી થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં 5,568 વિદ્યાર્થીઓની NEET પરીક્ષાનો પ્રારંભ:ઉનાળાના આકરા તાપમાં બાળકોની સાથે વાલીઓની પણ કસોટી, સૌરાષ્ટ્રના 33,303 ઉમેદવારોની માધ્યમિક શિક્ષક બનવા માટેની પ્રિલિમ્સ એક્ઝામ
    Next Article
    માર્કેટ યાર્ડમાં લીંબુની અછત વચ્ચે ઊંચા ભાવ:​જૂનાગઢમાં કાળઝાળ ગરમી વચ્ચે ‘લીંબુ’ બન્યા મોંઘા દાટ; આવક ઘટતા ભાવ આસમાને પહોંચ્યા, ગૃહિણીઓ અને વેપારીઓનું બજેટ ખોરવાયું.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment