Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં 5,568 વિદ્યાર્થીઓની NEET પરીક્ષાનો પ્રારંભ:ઉનાળાના આકરા તાપમાં બાળકોની સાથે વાલીઓની પણ કસોટી, સૌરાષ્ટ્રના 33,303 ઉમેદવારોની માધ્યમિક શિક્ષક બનવા માટેની પ્રિલિમ્સ એક્ઝામ

    11 hours ago

    ભારતમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ માટેની UG NEET (અન્ડર ગ્રેજ્યુએશન નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જેમાં દેશમાં 22.79 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જ્યારે રાજકોટમાં 5568 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ ચૂકી છે. એડમિટ કાર્ડ સાથે વિદ્યાર્થીઓને એન્ટ્રી આપવામાં આવી હતી. આ ઉપરાંત પેડ, બોલપેન સહિતની ચીજવસ્તુઓ બહાર મૂકાવવામાં આવી હતી. ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ સાથે જ બપોર બાદ એટલે કે 3 થી 6 ધોરણ 9 અને 10 માં શિક્ષક બનવા માટેની TAT - 1 ની પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવી હતી. આજે ઉનાળાના આકરા તાપમાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓની પણ કસોટી થઈ હતી. વિદ્યાર્થી યુવરાજ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વિરાણી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું અને NEET ની પરીક્ષા આપવા માટે આવ્યો છું અને ખૂબ જ સારી તૈયારી છે. જેના માટે બે વર્ષ મહેનત કરી છે. ભવિષ્યમાં MBBS કરવાની આશા છે. ક્લાઈમેટ ચેન્જ થાય તે રીતે તડકો તો વધવાનો જ છે પરંતુ તેનાથી પરીક્ષામાં કઈ ફેર નહિ પડે. મારા પરિવારમાંથી કોઈ મેડિકલ લાઈનમાં નથી એટલા માટે જ આ ક્ષેત્રમાં મેં પ્રવેશ મેળવ્યો છે. જ્યારે મોરબી નિર્મલ વિદ્યાલયના બાયોલોજીના શિક્ષક ભાર્ગવ પટેલે જણાવ્યું હતું કે, મેડિકલ અને પેરામિડિકલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટેની આ પરીક્ષા છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 11 અને 12 માં ડે ટુડે વર્ક કરે છે તેઓને સો ટકા સારું રિઝલ્ટ આવે છે. રાજકોટ શહેરમાં 12 કેન્દ્રો પર 5,568 વિદ્યાર્થીઓ છે. જેમાં 1 સવાલ ખોટો પડે તો સાચામાંથી એક માર્ક કપાશે. જેમાં પરીક્ષા શરૂ થયાના દોઢ કલાક પહેલાથી એડમિટ કાર્ડના આધારે એન્ટ્રી શરૂ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત આજે બપોરે 3 થી 6 ધોરણ 9 અને 10માં શિક્ષક બનવા માટેની પ્રિલિમ્સ પરીક્ષા હતી. જેમાં સૌરાષ્ટ્રના 33,303 ઉમેદવારોની રાજકોટમાં પરીક્ષા હતી. આ પ્રિલિમ્સ પરીક્ષામાં 0.25 માઈનસ સિસ્ટમ રાખવામાં આવી છે. મેડિકલમાં પ્રવેશ માટેની UG NEET ની પરીક્ષા 3 મે ના બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન લેવામાં આવશે.1.30 વાગ્યે એક્ઝામ સેન્ટરનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. જે માટે વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ સાથે 11.30 વાગ્યાથી એન્ટ્રી શરૂ કરી દેવામાં આવી હતી. વિદ્યાર્થીઓની બાયોમેટ્રિક હાજરી પૂરવાની હોવાથી દરેક વિદ્યાર્થીઓ માટે એન્ટ્રીનો સમય અલગ અલગ રાખવામાં આવ્યો હતો. 720 માર્કની પરીક્ષામાં 4- 4 માર્કના 90 પ્રશ્નો બાયોલોજીના, 45- 45 પ્રશ્નો કેમેસ્ટ્રી અને ફિઝિક્સના હતા. જેમાં એક સવાલ ખોટો પડતા સાચા પ્રશ્નોમાંથી એક માર્ક કપાશે. આ પરીક્ષા પેન અને પેપર મોડ પર હશે. જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષાની પ્રથમ એક કલાક અને છેલ્લી અડધી કલાક વોશરૂમ જવા દેવામાં નહીં આવે અને જો જાય તો ફરીથી તેની બાયોમેટ્રિક હાજરી પૂરવામાં આવશે અને તેથી વિદ્યાર્થીઓને સમય બગડશે. જેથી આ સમય દરમિયાન વિદ્યાર્થીઓ શક્ય હોય તો પરીક્ષા કેન્દ્રની બહાર ન નીકળવું. જ્યારે ગુજરાતમાં તા.3 મે ના માધ્યમિક એટલે કે ધોરણ 9 અને 10 માં શિક્ષક બનવા માટેની TAT - 1 ની પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં રાજકોટમાં સૌરાષ્ટ્રના 165 કેન્દ્રો પરથી 33,303 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જે પરીક્ષાનો સમય બપોરે 3 થી 6 વાગ્યા સુધીનો હતો. જે માટે પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલા તમામ ઉમેદવારોએ એન્ટ્રી મેળવી લેવી જરૂરી હતી. અગાઉ વર્ષ 2023 માં પરીક્ષા લેવામાં આવી હતી અને હવે વર્ષ 2026 માં આ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં પ્રિલિમ્સ અને મેન્સ એક્ઝામ હતી. જેમાં 200 માર્કનું પેપર છે અને તેમાં 100 માર્કનું જનરલ સ્ટડીઝ અને 100 માર્ક્સનું જે - તે વિષયનું પેપર છે. પ્રિલિમ્સ પરીક્ષા માટે પાસ થશે તે મેન્સ માટે ક્વોલિફાય થશે. ગત વખતે 100 માંથી 70 માર્કથી વધુ આવ્યા તેઓને મેન્સ માટે ક્વોલિફાય ગણવામાં આવ્યા હતા. આ પ્રિલિમ્સ પરીક્ષા એમસીક્યુ પ્રકારની રહેશે. જે બાદ મેન્સ પરીક્ષાનું પેપર વર્ણનાત્મક પ્રકારનું રહેશે. 0.25 માઇનસ સિસ્ટમ સાથે આ પરીક્ષા લેવાશે એટલે કે 4 MCQ ખોટા પડે એટલે સાચા માંથી એક માર્ક કપાશે. રાજકોટમાં NEET પરીક્ષામાં કયા સેન્ટર પરથી કેટલા વિદ્યાર્થીઓ? ક્રમ - પરીક્ષા કેન્દ્ર - વિદ્યાર્થીઓની સંખ્યા 1 - એ.વી.પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટયુટ - 384 2 - એચ.એલ.ગાંધી વિદ્યાવિહાર, આત્મીય યુનિવર્સિટી કેમ્પસ -288 3- જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજ, શાસ્ત્રી મેદાનની સામે - 672 4- કલ્યાણ હાઈસ્કૂલ, રૈયા રોડ -480 5- એમ. જે. કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ મહિલા કોલેજ, રાષ્ટ્રીય શાળા કેમ્પસ -552 6- પી. ડી. માલવિયા કોમર્સ કોલેજ -360 7- પી. એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય -480 8- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કન્વેન્શન બિલ્ડીંગ -720 9- ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ -552 10- એમ. જી. એન્ડ એસ. જી. બારદાનવાલા કન્યા વિદ્યાલય, અમીન માર્ગ- 360 11- સરદાર પટેલ વિદ્યામંદિર, બાલાજી હોલ સામે, 150 ફૂટ રીંગ રોડ -480 12- સરોજિની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલ, PDM કોલેજ પાછળ- 240 કુલ - 5,568
    Click here to Read More
    Previous Article
    નવા મેયર સહિતના હોદ્દાઓ માટે સેન્સ પ્રક્રિયા શરૂ:દુષ્યંત પંડયા, માયાબેન કોડનાની અને પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનો હાજર, દાવેદારોએ કહ્યું-પાર્ટી જે પણ નિર્ણય લે એ શિરોમાન્ય
    Next Article
    NEET, GPSC અને TAT-1ની પરીક્ષા માટે ઉમેદવારો તૈયાર:ગુજરાતમાં 85,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, ઉનાળાના આકરા તાપમાં વાલીઓની પણ કસોટી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment