Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માર્કેટ યાર્ડમાં લીંબુની અછત વચ્ચે ઊંચા ભાવ:​જૂનાગઢમાં કાળઝાળ ગરમી વચ્ચે ‘લીંબુ’ બન્યા મોંઘા દાટ; આવક ઘટતા ભાવ આસમાને પહોંચ્યા, ગૃહિણીઓ અને વેપારીઓનું બજેટ ખોરવાયું.

    9 hours ago

    સમગ્ર ગુજરાત સહિત સોરઠ પંથકમાં હાલ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે લોકો કુદરતી ઠંડા પીણાં અને ખાસ કરીને લીંબુ શરબતનો સહારો લેતા હોય છે. પરંતુ આ વર્ષે લીંબુના ભાવમાં આવેલા તોતિંગ ઉછાળાએ સામાન્ય માણસના મોઢાનો સ્વાદ બગાડી નાખ્યો છે. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં લીંબુની આવક ઓછી અને માંગ વધુ હોવાને કારણે ભાવ ₹200ની ઉપર પહોંચી ગયા છે. ​જૂનાગઢની હીના ફ્રૂટ કંપનીમાં લીંબુના વેપાર સાથે સંકળાયેલા યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે લીંબુના ભાવમાં ખૂબ જ મોટો વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં આકરી ગરમી પડવાના કારણે બજારમાં લીંબુનો વપરાશ અને માંગ બંનેમાં વધારો થયો છે, પરંતુ તેની સામે માર્કેટમાં માલની આવક અત્યંત મર્યાદિત છે. આ અસંતુલનને કારણે ભાવ આસમાને પહોંચ્યા છે અને સ્થિતિ એવી સર્જાઈ છે કે મધ્યમ વર્ગના ગ્રાહકો માટે લીંબુ ખરીદવા હવે અસહ્ય બની રહ્યા છે. ​હાલ બજારમાં લીંબુની ગુણવત્તા મુજબ ભાવ નક્કી થઈ રહ્યા છે. જેમાં સારા (મોટા) લીંબુ ₹180 થી ₹220 પ્રતિ કિલો, મીડિયમ લીંબુ ₹150 થી ₹170 અને ઝીણા લીંબુ ₹100 થી ₹120 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. ખેતીમાં ઉત્પાદન ઘટવા પાછળ વાતાવરણમાં આવેલા પલટા અને વાવાઝોડાને પણ તેમણે જવાબદાર ગણાવ્યા હતા. ​માર્કેટ યાર્ડના અન્ય એક વેપારી અને શ્રીરામ ટ્રેડર્સના માલિક દેવાંગ ભગવતજીભાઈ ક્યાડાએ જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. એક તરફ આવક ઓછી છે અને બીજી તરફ ભાવ એટલા ઊંચા છે કે ગ્રાહકોની હાજરી બજારમાં પાંખી જોવા મળે છે. મોંઘવારીને કારણે ગ્રાહકો લીંબુ ખરીદવાનું ટાળી રહ્યા છે, જેના કારણે માલનો જે રીતે ઉપાડ થવો જોઈએ તે થઈ રહ્યો નથી. ​તેમણે ચિંતા વ્યક્ત કરતા વધુમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે આ સમયે જે ભાવ હતા તેના કરતા આ વખતે બમણા ભાવ જોવા મળી રહ્યા છે. વેપારીઓ પણ મૂંઝવણમાં છે કારણ કે ઊંચા ભાવે માલ લાવીને તેનું વેચાણ કરવું મુશ્કેલ બની ગયું છે. જો આગામી દિવસોમાં આવકમાં સુધારો નહીં થાય તો ભાવ હજુ પણ વધી શકે તેવી શક્યતા છે. ​સ્વાસ્થ્ય માટે લીંબુનું મહત્વ અને મોંઘવારીનો માર ​ઉનાળામાં લીંબુ એ માત્ર રસોડાની જરૂરિયાત નથી પરંતુ આરોગ્ય માટે આશીર્વાદ સમાન છે. વિટામિન-C થી ભરપૂર લીંબુ હીટ સ્ટ્રોક સામે રક્ષણ આપે છે અને શરીરમાં હાઇડ્રેશન જાળવી રાખે છે. જોકે, ગરીબ અને મધ્યમ વર્ગ માટે અત્યારે લીંબુ ‘ગરીબોનું અમૃત’ મટીને ‘શ્રીમંતોનું ફળ’ બની ગયું હોય તેમ લાગે છે. ​ભાવ વધારાના મુખ્ય કારણો એવા છે કે અગાઉ આવેલા પવન અને વાવાઝોડાને કારણે લીંબુનો પાક ખરી પડ્યો હતો. ખેડૂતોને આ વર્ષે લીંબુના ઉતારા ઓછા મળ્યા છે.ગરમી વધતા ઠંડા પીણાં અને હોટલ ઉદ્યોગમાં લીંબુની માંગમાં અનેકગણો વધારો થયો છે.ત્યારે જૂનાગઢના વેપારીઓ અને ગ્રાહકો બંને અત્યારે લીંબુની મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકો આશા સેવી રહ્યા છે કે જલ્દી માર્કેટમાં નવી આવક શરૂ થાય અને ભાવમાં ઘટાડો જોવા મળે.
    Click here to Read More
    Previous Article
    NEET, GPSC અને TAT-1ની પરીક્ષા માટે ઉમેદવારો તૈયાર:ગુજરાતમાં 85,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, ઉનાળાના આકરા તાપમાં વાલીઓની પણ કસોટી
    Next Article
    જામનગરમાં ભાજપના નવા પદાધિકારીઓની પસંદગી પ્રક્રિયા શરૂ:મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદો માટે નિરીક્ષકોએ મંતવ્યો લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment