Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEETની જેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના પેપર લીક થતા નથી:CA ઇન્સ્ટિટ્યૂટના પૂર્વ ચેરમેને કહ્યું- આ પરીક્ષામાં કોઈ રિઝર્વેશન પણ નથી, ખુદની સામે ઉચાપતની FIR હાઈકોર્ટે ખોટી ગણાવ્યાનો ખૂલાસો

    21 hours ago

    હાલ સમગ્ર દેશમાં મેડિકલમાં પ્રવેશ માટેની NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) પેપર લીકનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે રાજકોટના CA ઇન્સ્ટિટ્યૂટના પૂર્વ ચેરમેનનું નિવેદન સામે આવ્યુ છે કે, CA બનવા માટેના પેપર કોઈ દિવસ લીક થતા નથી અને આ પરીક્ષામાં કોઈ રિઝર્વેશન પણ હોતું નથી. તેમની સામે ઉચાપત મામલે થયેલી પોલીસ ફરિયાદ બાદ હાઈકોર્ટે આ કેસમાં કોઈ ઉચાપત થઈ નથી તેવો ચુકાદો આપ્યો. જેની માહિતી આપવા માટેની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યુ હતુ. એપ્રિલ, 2026માં હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી રાજકોટ ICAI (ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા) ના પૂર્વ ચેરમેન CA જતિન જાજલે જણાવ્યું હતું કે, 13 માર્ચ, 2026ના રાજકોટ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી કે કોઈ ટ્રાન્ઝેક્શનમાં પૈસાની ઉચાપત કરવામાં આવી છે પરંતુ, તેનાથી પીડિત થઈને એપ્રિલ, 2026માં હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી અને હાઇકોર્ટે તે અંગે ચુકાદો આપ્યો હતો કે, આ ટ્રાન્ઝેક્શનમાં કોઈપણ જાતની ઉચાપત થયેલી નથી અને હાઇકોર્ટે ઓર્ડર કરી આપ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે તે ટ્રાન્ઝેક્શન ફક્ત વ્યવહારિક હતા અને જે તે પાર્ટીના હતા. તેની સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કશું પણ લેવા દેવા ન હતુ. મેં ફક્ત પ્રોજેક્ટ ફાઇનાન્સના પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાની કાર્યવિધિ કરેલી હતી. CA ઇન્સ્ટિટ્યૂટ આ પ્રકારના કિસ્સાઓમાં શા માટે સાથ આપતી નથી એવું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારના ટ્રાન્ઝેક્શન એ ઈન્ડીવિઝ્યુઅલ વ્યક્તિઓના હોવાથી સાથ આપતું નથી પરંતુ કોઈ સભ્ય મિસ કંડક્ટ કરે તો તેને સજા કરતી હોય છે. તેમનો તટસ્થ વલણ હોય છે અને જો કોર્ટ તરફથી તેમાં કોઈ ગેરરીથી મળી આવે તો કોર્ટ તો દંડ કરતી જ હોય છે પરંતુ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટ પણ દંડ કરે છે. આજ સુધી CA નું પેપર લીક થયુ નથી અને આમાં રિઝર્વેશનની પણ કોઈ સિસ્ટમ નથી તેમણે અંતમાં જણાવ્યું હતું કે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટયૂટ આખા દેશની એવી ઇન્સ્ટિટ્યૂટ છે, જેમાં કોઈપણ એન્ટ્રન્સ એક્ઝામ ક્રેક કરવાની હોતી નથી. જેમાં કોમર્સનો વિદ્યાર્થી હોય તો 55%, સાયન્સનો વિદ્યાર્થી હોય તો 60% હોય તો તે એડમિશન મેળવી શકે છે. જેને પોતાની મહેનતથી સીએ ફાઉન્ડેશન, ઇન્ટરમિડીએટ અને ફાઈનલ પોતાની મહેનતથી પાસ કરી આપે તો તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની શકે છે. આજ સુધી CA નું પેપર લીક થયુ નથી અને આમાં રિઝર્વેશનની પણ કોઈ સિસ્ટમ નથી.
    Click here to Read More
    Previous Article
    નારણપુરામાં કન્સ્ટ્રક્શન સાઈટની દિવાલ ધરાશાયી:48 પરિવારો બે દિવસથી રઝળી પડ્યા, 2 દિવસથી ઘરની બહાર રહેવાથી સ્થાનિકોમાં આક્રોશ
    Next Article
    મન્નત કા રાજા ટ્રસ્ટ દ્વારા મંડપ મુહૂર્ત:ગણેશોત્સવની તૈયારીઓ શરૂ, સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment