Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નારણપુરામાં કન્સ્ટ્રક્શન સાઈટની દિવાલ ધરાશાયી:48 પરિવારો બે દિવસથી રઝળી પડ્યા, 2 દિવસથી ઘરની બહાર રહેવાથી સ્થાનિકોમાં આક્રોશ

    1 day ago

    અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ‘સુર્યા લક્ઝરીયસ’ બિલ્ડિંગના ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઈટના પાછળના ભાગની દિવાલ 23 જુલાઈની રાત્રે અચાનક ધરાશાયી થઈ હતી. કર્ણાવતી, લક્ષ્મીપુરા અને પારસનગર સોસાયટી નજીક બનેલી આ ઘટનાને કારણે 48 પરિવારોને પોતાના ઘર છોડીને અન્યત્ર આશ્રય લેવાની ફરજ પડી છે અને બે દિવસથી પોતાના ઘરે પરત ફરી શક્યા નથી. RCC દિવાલ બનાવ્યા વગર બાંધકામ શરૂ કર્યાનો આક્ષેપ દિવાલ ધરાશાયી થવાના કારણે સોસાયટીના રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. લોકોના ટુ-વ્હીલર વાહનો સહિતનો સામાન કાટમાળમાં ફસાઈ ગયો છે. બે દિવસથી ઘરોમાં પ્રવેશ બંધ હોવાથી આ પરિવારો સગા-સંબંધીઓના ઘરે અથવા હોટલમાં રહેવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, કન્સ્ટ્રક્શન સાઈટ પર યોગ્ય રીતે RCC દિવાલ બનાવ્યા વગર જ બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું, જેના કારણે દિવાલ ધરાશાયી થઈ હોવાની આશંકા છે. બે દિવસથી તમામ પરિવારો ઘરની બહાર રહેવા મજબૂર સ્થાનિક આરતી જાનીએ જણાવ્યું હતું કે, અમે કર્ણાવતી ભાગ-2માં રહીએ છીએ. પરમ દિવસે રાત્રે અમારી સોસાયટીની દિવાલ ધસી પડી હતી. ઘટનાને બે દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી કોઈ બિલ્ડર કે તેની તરફથી કોઈ વ્યક્તિ અહીં આવ્યું નથી. આ સોસાયટીમાં 48 પરિવાર રહે છે અને બે દિવસથી તમામ પરિવારો ઘરની બહાર રહેવા મજબૂર છે. અન્ય સ્થાનિક જ્યોતિબેને જણાવ્યું હતું કે, પરમ દિવસની રાતથી ઘરની બહાર છીએ. પરંતુ બિલ્ડર તરફથી હજુ સુધી કોઈ વ્યક્તિ અહીં આવ્યું નથી. દિવાલ ધરાશાયી થઈ તે જગ્યાએ કન્સ્ટ્રક્શનના ઘણા સાધનો પણ પડ્યા છે. વડીલોને ઊંચકીને નીચે લાવવા પડ્યા હતા સ્થાનિક હર્ષદભાઈએ જણાવ્યું હતું કે, લોકોના ટુ-વ્હીલર પણ અંદર પડી ગયા છે. ખાવા-પીવાની વ્યવસ્થા તો અમે કોઈ રીતે કરી શકીએ છીએ, પરંતુ ઘર વગર કેવી રીતે રહી શકીએ? બિલ્ડરે પોતાની સ્કીમ શરૂ કરતાં પહેલાં યોગ્ય આરસીસી દિવાલ બનાવ્યા વગર બાંધકામ શરૂ કર્યું હતું, જેના કારણે આ દિવાલ ધરાશાયી થઈ હોવાની શક્યતા છે. અન્ય સ્થાનિક અમિતભાઈ મોદીએ જણાવ્યું હતું કે, મારા ઘરમાં બે વડીલો છે. દિવાલ ધરાશાયી થયા બાદ તેમને મારે ઊંચકીને નીચે લાવવા પડ્યા હતા. બિલ્ડર તરફથી કોઈ જવાબદાર વ્યક્તિ સ્થળ પર ન આવતા લોકો રોષે ભરાયા સ્થાનિકોનો આક્ષેપ છે કે, ઘટનાને બે દિવસ વીતી ગયા હોવા છતાં બિલ્ડર તરફથી કોઈ જવાબદાર વ્યક્તિ સ્થળ પર આવી નથી. બીજી તરફ લોકો 2 દિવસથી ઘરની બહાર રહેવાથી રોષે ભરાયા છે. હાલ 48 પરિવારો પોતાના ઘરમાં પરત ક્યારે જઈ શકશે અને દિવાલ ધરાશાયી થવા માટે જવાબદાર સામે ક્યારે કાર્યવાહી થશે તે મોટો સવાલ છે.
    Click here to Read More
    Previous Article
    India defeat Zimbabwe by 90 runs, Shreyas Iyer wins first series as captain
    Next Article
    NEETની જેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના પેપર લીક થતા નથી:CA ઇન્સ્ટિટ્યૂટના પૂર્વ ચેરમેને કહ્યું- આ પરીક્ષામાં કોઈ રિઝર્વેશન પણ નથી, ખુદની સામે ઉચાપતની FIR હાઈકોર્ટે ખોટી ગણાવ્યાનો ખૂલાસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment