Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મન્નત કા રાજા ટ્રસ્ટ દ્વારા મંડપ મુહૂર્ત:ગણેશોત્સવની તૈયારીઓ શરૂ, સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચાલુ

    19 hours ago

    બીલીમોરા શહેરના સુપ્રસિદ્ધ 'મન્નત કા રાજા ચેરીટેબલ ટ્રસ્ટ' દ્વારા આયોજિત ગણેશોત્સવ અંતર્ગત આજે શાસ્ત્રોક્ત વિધિથી મંડપ મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટ વર્ષ 1997થી સફળતાપૂર્વક ગણપતિ બાપ્પાની સ્થાપના કરતું આવ્યું છે, જે લાખો લોકોની શ્રદ્ધાનું પ્રતીક છે. ટ્રસ્ટ માત્ર ઉત્સવની ઉજવણી પૂરતું સીમિત ન રહેતાં, વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહ્યું છે. તાજેતરમાં જ બે દિવસ પહેલાં પડેલા અતિભારે વરસાદના કારણે બીલીમોરા અને આજુબાજુના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ મુશ્કેલીના સમયે ટ્રસ્ટ દ્વારા ત્વરિત ધોરણે 1000થી વધુ ફૂડ પેકેટ્સ તૈયાર કરી અસરગ્રસ્તો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજન અને સેવાકીય કાર્યો પાછળ ટ્રસ્ટના 200થી વધુ સક્રિય યુવાનોની ટીમ રાત-દિવસ મહેનત કરી રહી છે. આ યુવાનો પોતાનું યોગદાન આપી સામાજિક કાર્યમાં નિષ્ઠાપૂર્વક જોડાયેલા રહે છે. ધાર્મિક અને રાહત કાર્યોની સાથે સાથે ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવનાર છે, જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળી રહે. 'મન્નત કા રાજા' ઉત્સવ અને માનવસેવાનો સંગમ બની રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    NEETની જેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના પેપર લીક થતા નથી:CA ઇન્સ્ટિટ્યૂટના પૂર્વ ચેરમેને કહ્યું- આ પરીક્ષામાં કોઈ રિઝર્વેશન પણ નથી, ખુદની સામે ઉચાપતની FIR હાઈકોર્ટે ખોટી ગણાવ્યાનો ખૂલાસો
    Next Article
    'Mumbai Can't Comprehend': Visitor Impressed By Bengaluru's Entrepreneurial Hustle And Startup Culture

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment