Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસનો સરકાર પર પ્રહાર:છેલ્લા દસ વર્ષમાં દેશભરમાં આશરે 89 પેપર લીક થયાનો દાવો, 'છાત્રોની ગુંજ' રાજ્યવ્યાપી અભિયાનની જાહેરાત

    13 hours ago

    પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા નિશાંત રાવલે શિક્ષણ અને ભરતી પરીક્ષાઓમાં સતત સામે આવી રહેલી પેપર લીકની ઘટનાઓને લઈને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે પેપર લીકના કારણે લાખો વિદ્યાર્થીઓની મહેનત અને યુવાનોના ભવિષ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા છે, જે સરકારની નિષ્ફળતા દર્શાવે છે. પેપર લીક થવાને કારણે વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત વ્યર્થ નિશાંત રાવલે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષણ વ્યવસ્થામાં સતત ગેરરીતિઓ સામે આવી રહી છે. પરીક્ષાઓના પેપર લીક થવાને કારણે વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત વ્યર્થ જઈ રહી છે, જ્યારે વાલીઓના આર્થિક અને માનસિક બલિદાન પર પણ પાણી ફરી વળી રહ્યું છે. તેમણે કહ્યું કે પરીક્ષા રદ થવી માત્ર વહીવટી ક્ષતિ નહીં પરંતુ સમગ્ર પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતાનું પ્રતિબિંબ છે. પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો તેમણે તાજેતરની NEET પરીક્ષાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે દેશભરમાં 22 લાખથી વધુ અને ગુજરાતમાં આશરે 80 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે તૈયારી કરી હતી. છતાં પેપર લીકના આક્ષેપોએ પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. અગાઉ પણ NEET સહિત અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિવાદોમાં સપડાઈ ચૂકી હોવાનું તેમણે જણાવ્યું. દસ વર્ષમાં દેશભરમાં આશરે 89 પેપર લીકના બનાવો નિશાંત રાવલે દાવો કર્યો કે છેલ્લા દસ વર્ષમાં દેશભરમાં આશરે 89 પેપર લીકના બનાવો નોંધાયા છે અને 48 જેટલી પરીક્ષાઓ ફરીથી લેવાની ફરજ પડી છે. CBSE, SSC, NDA, વ્યાપમ સહિતની વિવિધ પરીક્ષાઓ ઉપરાંત ગુજરાતમાં બિનસચિવાલય, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને ફોરેસ્ટ ગાર્ડ જેવી ભરતી પરીક્ષાઓમાં પણ ગેરરીતિઓના કારણે યુવાનોને રસ્તા પર ઉતરી વિરોધ કરવો પડ્યો હતો. તેમણે સરકાર પર આરોપ લગાવ્યો કે પરીક્ષા વ્યવસ્થાની જવાબદારી સંભાળતા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે ગેરરીતિઓ અટકતી નથી. તેમણે જણાવ્યું કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ વિદ્યાર્થીઓના પ્રશ્નોને રાષ્ટ્રીય સ્તરે સતત ઉઠાવી રહ્યા છે. 'છાત્રોની ગુંજ' રાજ્યવ્યાપી અભિયાનની જાહેરાત કોંગ્રેસે જાહેરાત કરી કે શિક્ષણમાં પારદર્શિતા, પરીક્ષા વ્યવસ્થામાં સુધારા અને પેપર લીક સામે કડક કાર્યવાહી માટે રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત પંચમહાલ સહિત સમગ્ર રાજ્યમાં 'છાત્રોની ગુંજ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જે બિન-કોંગ્રેસી સ્વરૂપનો કાર્યક્રમ રહેશે. પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભટ્ટી, પ્રદેશ અગ્રણી સલીમ શેખ સહિત કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગજણા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવનું આયોજન:25 જૂને નવા ભૂલકાઓનું ઉત્સાહભેર સ્વાગત કરાશે
    Next Article
    ગુજરાતમાં શહેરી વિકાસને વેગ:સુરતમાં ટીપી સ્કીમ નં.102ને મંજૂરી, રાજકોટમાં રહેણાંક જમીન ઔદ્યોગિક ઝોનમાં ફેરવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment