Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં NEET માં 500+ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ સન્માનિત:સમસ્ત મુસ્લિમ સેવા સમાજે શિક્ષણનું મહત્વ સમજાવ્યું

    एक दिन पहले

    વેરાવળમાં NEET પરીક્ષામાં 500થી વધુ ગુણ મેળવનાર મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. આ વિદ્યાર્થીઓએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરીને આ સિદ્ધિ મેળવી છે. સામાન્ય પરિવારમાંથી આવતા આ વિદ્યાર્થીઓએ NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. સન્માનિત થનારા વિદ્યાર્થીઓમાં મુદ્દસેીર સરફરાજ પટની, ચૌહાણ મમદ અસ્સલામ અને જૈનબ શફી દલાલનો સમાવેશ થાય છે. આલિયા અયુબ મલેક હાલ રશિયામાં MBBSનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે. સમસ્ત મુસ્લિમ સેવા સમાજ દ્વારા પટણી સમાજ બહારકોટ ખાતે આ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓના વાલીઓને હાર પહેરાવી અને વિદ્યાર્થીઓને શાલ ઓઢાડીને ગૌરવભેર સન્માનિત કરવામાં આવ્યા. સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંજાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં મુસ્લિમ સમાજ માટે શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. શિક્ષણ દ્વારા જ વ્યક્તિનો સર્વાંગી વિકાસ શક્ય છે. તેમણે મુસ્લિમ યુવાનોને શિક્ષણ મેળવી સમય સાથે કદમ મિલાવવા હાકલ કરી. આ સન્માન સમારોહમાં સમસ્ત મુસ્લિમ સેવા સમાજ અને પટણી સમાજના પટેલ અફઝલ પંજા, ઉપપ્રમુખ હાજી આસિફ ખાન, કારોબારીના સભ્યો તેમજ વેલ્ફેર અને મદદગારના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના ઘુમાની પોશ સોસાયટીમાં દીપડાની એન્ટ્રી, CCTV:DCFએ કહ્યું- મારેલો મરઘો મળ્યો, ડરશો નહીં મનુષ્ય કુદરતી ખોરાક નથી, આસપાસમાં સ્કેનિંગ ચાલું; ડરનો માહોલ
    Next Article
    ગણદેવીમાં કાવેરી નદી કિનારેથી 22 વર્ષીય યુવક ગુમ:બાઈક બિનવારસી મળી, ફાયર બ્રિગેડે શોધખોળ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment