Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEETની પરીક્ષા:જામનગરના 5 કેન્દ્ર પર 1658 છાત્ર આજે નીટની પરીક્ષા આપશે

    1 week ago

    જામનગરમાં આજે 3મેના રોજ બપોરે યોજાનારી NEET(UG)ની પરીક્ષા માટે જુદા જુદા પાંચ કેન્દ્રો પર 1658 વિધાર્થીઓ પરીક્ષા આપશે.વિધાર્થીઓ કોઇપણ અડચણ વગર પરીક્ષા કેન્દ્રો સુધી પહોચી શકે માટે તંત્ર દ્વારા ખાસ બસોની વ્યવસ્થા કરાઇ છે. જામનગરમાં નીટ(યુજી)ની પરીક્ષા માટે જુદા જુદા પાંચ કેન્દ્રો નિયત કરાયા છે.જેમાં 1658 વિધાર્થીઓ આજે નીટ પરી્ક્ષા આપશે એમ કેન્દ્રીય વિધાલય-એરફોર્સના આચાર્ય અને નીટ એકઝામ કોઓર્ડિનેટર જી.જે. ચૌધરીએ જણાવ્યુ હતુ.સવારે 10-30 વાગ્યે એન્ટ્રી શરૂ થયા બાદ બપોરે 1-30 વાગ્યા સુધી પ્રવેશ અપાશે. બીજી બાજુ આજે યોજાનારી NEET(UG) ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સુચારુ રીતે અને સમયસર પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે તે માટે કલેક્ટરપી.બી.પંડ્યા દ્વારા વિશેષ આયોજન કરાયુ છે. જેમાં મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિદ્યાર્થીઓની સુવિધા માટે ખાસ રૂટ વાઇઝ બસોની ફાળવણી કરાઇ છે.જેમાં એસ.ટી. વિભાગ દ્વારા વાલસુરા અને અલીયાબાડા સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે પરીક્ષા કેન્દ્રો માટે એસ.ટી. ડેપોથી સવારે આઠ, નવ અને સાડા કલાકે બસો ઉપલબ્ધ કરાવાશે. શહેરના અન્ય કેન્દ્રો જેવા કે કેન્દ્રીય વિદ્યાલય-1 (એરફોર્સ સ્ટેશન-1), કેન્દ્રીય વિદ્યાલય-2 (ઇન્ફેન્ટ્રી લાઈન્સ) અને ડીકેવી કોલેજ ખાતે પહોંચવા માટે મહાનગરપાલિકા દ્વારા સીટી બસ ફાળવવામાં આવી છે. આ બસ એસ.ટી. ડેપોથી સવારે સાડા આઠ કલાકથી અગીયાર કલાક સુધી સતત કાર્યરત રહેશે.જે નિર્ધારિત કેન્દ્રો પર વિદ્યાર્થીઓને સમયસર પહોંચાડવા માટે આયોજનબદ્ધ રીતે ટ્રીપ પૂર્ણ કરશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:અશાંતધારો લાગુ થયાના 75 દિવસ: પ્રોપર્ટી લે-વેચની 186 અરજી, મંજૂર થઈ માત્ર ત્રણ !
    Next Article
    કોણ બનશે મેયર?:જામ્યુકોના 31મા મેયરપદ માટે મહિલા અનામત, પાંચ મહિલાઓ વચ્ચે પણ રેસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment