Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:અશાંતધારો લાગુ થયાના 75 દિવસ: પ્રોપર્ટી લે-વેચની 186 અરજી, મંજૂર થઈ માત્ર ત્રણ !

    1 week ago

    જૂનાગઢ શહેરમાં પ્રથમવાર ગત તારીખ 18 ફેબ્રુઆરી 2026થી 17 ફેબ્રુઆરી 2031 સુધી સરકારના મહેસુલ વિભાગ દ્વારા ખામધ્રોળ અને જોષીપરા વિસ્તારની અસંખ્ય સોસાયટીઓને અશાંતધારા હેઠળ આવરી લેવામાં આવી હતી. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ વિસ્તારોમાં વસ્તીનું સંતુલન જાળવી રાખવાનો અને કોમી સૌ હાર્દ જોખમાય નહીં તે જોવાનો છે. જેથી હવે આ વિસ્તારમાં કોઇપણ સ્થાવર મિલકત (મકાન, પ્લોટ કે દુકાન)ની વેચાણ કે દસ્તાવેજ કરતા પહેલા સબડિવિઝન મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બને છે. જેને લઇને અશાંતધારો લાગુ થયાને 75 દિવસમાં આ બંને વિસ્તારોમાંથી પ્રોપર્ટી લે-વેચ માટેની શનિવાર સુધીમાં કુલ 186 અરજીઓ પ્રાંત કચેરીમાં આવી છે. જે અરજીઓને મામલતદાર, ડિવાયએસપીમાં ચકાસણી માટે મોકલી બાદમાં પ્રાંત કચેરીએથી મંજૂર કે નામંજૂરનો નિર્ણય લેવાનો હોય છે. જેમાંથી 186 અરજીમાંથી પ્રાંત કચેરીએથી 3ને જ મંજૂરી મળી છે. ઉલેખનીય બાબત એ છે કે, જે પણ 3 ને મંજૂરી મળી છે તે મિલકત જ્ઞાતિથી જ્ઞાતિમાં વેચાણ છે અને તમામની ચકાસણી પછી આપવામાં આવી છે એમ અધિકારીએ જણાવ્યુ છે. ભાવ ઉંચકાતા સોદા જલ્દી થતા નથી અશાંત ધારો લાગુ થયો ત્યારબાદ અચાનક મકાનોના ભાવ વધી ગયા છે. પહેલા કોઈપણ મકાન ખરીદી શકતા હતા માટે ભાવ મકાન માલિકને એટલા મળતા ન હતા. પણ ભાવ હાલ વધી જતા હવે મકાન માલિક મકાન પોતાના ભાવે જ વેચવા માટે નીકળ્યા છે. એટલે જ સોદા ઓછા થયા છે.> દીપકભાઈ પાણખરીયા, મકાન લે-વેચ કરનાર ખામધ્રોળ વિસ્તાર : હેમાવન સોસાયટી, રાજમોતી સોસાયટી , પ્રેરણાધામ- 1-2 , કલાપીનગર , પુનમપાર્ક, સુદર્શન પાર્ક , અર્જુન પાર્ક , ખોડીયાર નગર , ગોકુલધામ સોસાયટી, રીવર વિલા સોસાયટી , શ્યામલ પાર્ક, ક્રિષ્ના પાર્ક, દ્વારકેશ નગર જોષીપુરા વિસ્તાર : સર્વોદય સોસાયટી, આદિત્યનગર , નંદનવન સોસાયટી 2 , અમૃતકલા સોસાયટી , ભગીરથ ડુપ્લેક્ષ આ વિસ્તારમાંથી વધારે અરજી આવી
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:દર્દીને અઢી વર્ષથી હર્નિયાની સમસ્યા હતી, જીવલેણ બને તે પહેલા તબીબોએ આંતરડાની સર્જરી કરી
    Next Article
    NEETની પરીક્ષા:જામનગરના 5 કેન્દ્ર પર 1658 છાત્ર આજે નીટની પરીક્ષા આપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment