Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:દર્દીને અઢી વર્ષથી હર્નિયાની સમસ્યા હતી, જીવલેણ બને તે પહેલા તબીબોએ આંતરડાની સર્જરી કરી

    1 week ago

    શહેરની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ (સિવિલ હોસ્પિટલ) ના સર્જરી વિભાગની ત્વરિત નિર્ણયશક્તિ દાખવી 42 વર્ષીય લાલજીભાઈનો જીવ બચાવ્યો છે. જેતપુરના રહેવાસી લાલજીભાઈ છેલ્લા અઢી વર્ષથી સાથળના ઉપરના ભાગે (Inguinal part) સોજાની સમસ્યાથી પીડાતા હતા, પરંતુ દુખાવો ન હોવાથી તેમણે તેને અવગણ્યું હતું. ગત 29 એપ્રિલની રાત્રે અચાનક અસહ્ય દુખાવો અને ઉલટીઓ શરૂ થતા તેમને જેતપુરથી જૂનાગઢ સિવિલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. ઈમરજન્સીમાં આવેલા દર્દીની સોનોગ્રાફી કરાવતા નિષ્ણાતોએ તે 'ઓબ્સ્ટ્રક્ટેડ હર્નિયા' હોવાનું નિદાન કર્યું હતું. આ સ્થિતિમાં આંતરડાનો ભાગ હર્નિયામાં ફસાઈ જવાથી લોહીનું પરિભ્રમણ અટકી જાય છે, જે આંતરડું સડી જવાનું (ગેંગરીન) કારણ બની શકે છે. સમયનો બગાડ કર્યા વિના સર્જરી વિભાગની ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું. તબીબોએ આંતરડાને કોઈ પણ પ્રકારની કાપકૂપ વગર સુરક્ષિત રીતે તેના મૂળ સ્થાને ગોઠવી દેવાયું હતું. હાલ દર્દીની તબિયત સુધારા પર છે. આ સારવાર ખાનગી હોસ્પીટલમાં કરવામાં આવે તો લાખોનો ખર્ચ થઇ શકે છે, તેમ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું. જેતપુરના દર્દીને અઢી વર્ષથી હર્નિયાની સમસ્યા હતી જેને અચાનક અસહ્ય દુ:ખાવો થતા સિવિલમાં સારવાર માટે આવ્યા હતા. ત્યાના ડોકટરોએ આંતરડાની કાપકુપ વગર જ જટિલ સર્જરી કરી હતી. સમયસર સારવાર કરવાના ફાયદા
    Click here to Read More
    Previous Article
    હિટવેવ યથાવત:શનિવારે પારો 39 ડિગ્રી નોંધાયો
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:અશાંતધારો લાગુ થયાના 75 દિવસ: પ્રોપર્ટી લે-વેચની 186 અરજી, મંજૂર થઈ માત્ર ત્રણ !

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment