Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEETની પરીક્ષા:જિલ્લામાં 2232 વિદ્યાર્થીઓ NEET પરીક્ષા આપશે, ગત વર્ષથી 160 વધ્યા

    11 hours ago

    મેડિકલ, પેરા મેડિકલ પ્રવેશ માટે જરૂરી નીટ પરીક્ષા આગામી રવિવારે દેશભરમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીરાહે નિયત કરાયેલ સેન્ટરોમાં યોજાશે. જેમાં મહેસાણા શહેરના 5 અને કડીના 1 મળી 6 કેન્દ્રોમાં આ પરીક્ષા માટે કુલ 2232 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગત વર્ષ 2025માં 2072 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. એટલે કે, 160નો વધારો થયો છે. બી ગૃપથી આવતા વિદ્યાર્થીઓના મેડિકલ પ્રવેશ તરફના વધતા પ્રયાસો પ્રમાણ દર્શાવે છે. બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી આધારિત આ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ આધારે મેરિટ બનશે અને તેના આધારે મેડિકલ અને પેરા મેડિકલ પ્રવેશ નક્કી થશે. મહેસાણા સાર્વજનિક શૈક્ષણિક સંકુલમાં આવેલ જે.એમ. ચૌધરી સાર્વજનિક વિદ્યાલય, વર્ધમાન વિદ્યાલય, આર્ટસ એન્ડ હોમ સાયન્સ કોલેજ અને એમ.એમ.વી. સાર્વજનિક કન્યા વિદ્યાલય તેમજ ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલય એમ પાંચ કેન્દ્રો તેમજ કડીમાં આરએસપીએમ સર્વ વિદ્યાલય હાઇસ્કૂલમાં રવિવારે ધોરણ 12 સાયન્સ પછીના ઉમેદવારો માટે નીટ પરીક્ષા યોજાશે. મહેસાણા અને કડીમાં એક-એક નોડલ અધિકારી તેમજ દરેક કેન્દ્રના એક-એક સુપ્રિન્ટેન્ડેન્ટ રહેશે.
    Click here to Read More
    Previous Article
    42 ઉમેદવારો ગુમાવી ડિપોઝિટ:મનપામાં કોંગ્રેસના 12, આપના 26 સાથે 42 ઉમેદવારની ડિપોઝિટ ડૂલ
    Next Article
    સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદના દાવેદાર:મનપામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ પાટીદાર સમાજને મળી શકે,6 રેસમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment