Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    42 ઉમેદવારો ગુમાવી ડિપોઝિટ:મનપામાં કોંગ્રેસના 12, આપના 26 સાથે 42 ઉમેદવારની ડિપોઝિટ ડૂલ

    13 hours ago

    મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી લડેલા 122 માંથી 42 ઉમેદવારો એવા છે જેમને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ પૂરતા મત નહીં મળતાં ડિપોઝિટ ડૂલ થઈ છે. જે સરકારી તિજોરીમાં જમા થશે. જ્યારે 80 ઉમેદવારો તેમની ડિપોઝિટ પરત મેળવી શકશે. મનપામાં સામાન્ય બેઠક માટે રૂ.3000 અને અનામત બેઠક માટે રૂ.1500 ડિપોઝિટ હતી. 42 ઉમેદવારો ડિપોઝિટ બચાવવા માટે જરૂરી મત મેળવી શક્યા નથી. જેમાં આમ આદમી પાર્ટીના 26, કોંગ્રેસના 12 અને અન્ય 4 ઉમેદવારો છે. વોર્ડ 10માં સૌથી વધુ 7 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે, જેમાં કોંગ્રેસના તમામ 4 અને આપના 3 ઉમેદવારોનો સમાવેશ થાય છે. એકમાત્ર વોર્ડ 8માં એકપણ ઉમેદવારે ડિપોઝિટ ગુમાવી નથી. આમણે ડિપોઝિટ ગુમાવી : વોર્ડ 1માં કોંગ્રેસ અને આપના 2-2 મળી 4 ઉમેદવારો, વોર્ડ 2માં આપના 2 , વોર્ડ 3 અને 4માં આપના 3-3 તથા અન્ય 1-1 મળી કુલ 4-4 , વોર્ડ 5માં કોંગ્રેસના 1 અને આપના 1 , વોર્ડ 6માં આપના 1 અને અન્ય 1 મળી 2, વોર્ડ 7માં આપના 2, વોર્ડ 9માં કોંગ્રેસના 2 અને આપના 4 મળી કુલ 6, વોર્ડ 10માં કોંગ્રેસના 4 અને આપના 3 મળી કુલ 7, વોર્ડ 11માં કોંગ્રેસના 1 અને આપના 1 મળી કુલ 2, વોર્ડ 12માં કોંગ્રેસના 2, આપના 2 અને અન્ય 1 મળી કુલ 5 તેમજ વોર્ડ 13માં આપના 2 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થશે.
    Click here to Read More
    Previous Article
    CHRO કોન્કલેવ-2026 નું આયોજન:એચઆર વિશે બે પુસ્તક અને એક કોર્સના બ્રોશરનું વિમોચન કરાયું
    Next Article
    NEETની પરીક્ષા:જિલ્લામાં 2232 વિદ્યાર્થીઓ NEET પરીક્ષા આપશે, ગત વર્ષથી 160 વધ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment