Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CHRO કોન્કલેવ-2026 નું આયોજન:એચઆર વિશે બે પુસ્તક અને એક કોર્સના બ્રોશરનું વિમોચન કરાયું

    14 hours ago

    ગણપત યુનિવર્સિટી દ્વારા ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ક્લબ ખાતે એક ભવ્ય એચઆર સંમેલન "CHRO Conclave-2026" નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ જગત અને ઉદ્યોગ જગતના 250 થી વધુ નિષ્ણાતો અને એચઆર લીડર્સ એક મંચ પર એકઠા થયા હતા. આ પ્રસંગે અમેરિકાથી ખાસ ઓનલાઇન જોડાયેલા ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજના AI ના યુગમાં ટેકનોલોજી અનિવાર્ય છે, પરંતુ એચઆર મેનેજમેન્ટમાં 'માનવતાવાદી અભિગમ' જાળવી રાખવો એટલો જ જરૂરી છે. તેમણે ટેકનોલોજી અને માનવીય સંવેદનાઓ વચ્ચે સેતુ બાંધવાની હિમાયત કરી હતી. યુનિવર્સિટીના જોઈન્ટ પ્રેસિડેન્ટ પ્રો. ડો. મહેન્દ્ર શર્માએ મહાનુભાવોનું સ્વાગત કરતા કહ્યું કે, ઉદ્યોગ અને શિક્ષણ જગત વચ્ચે મજબૂત જોડાણ જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને "ફ્યુચર-રેડી કોમ્પિટન્સીસ" સાથે તૈયાર કરવા પર ભાર મૂક્યો જેથી તેઓ વૈશ્વિક પડકારોનો સામનો કરી શકે. આ કોનક્લેવમાં વિવિધ ક્ષેત્રોના અનેક નામાંકિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વજ્ર ફાઉન્ડેશનના રૂઝાન ખંભાતા, GIDC સાણંદના અજિત શાહ, ટાટા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્કીલના શ્રીનિવાસ,અદાણી ગ્રુપના મનોજ શર્મા,એસોચેમના ચિંતન ઠાકર,નાબાર્ડના નિધિ શર્મા .રામકૃષ્ણ એક્સપોર્ટ્સના ડો. નિરવ મંદિર, તિરૂપતિ ઓઇલના પ્રિયાંશી પટેલ, મારીની ફયાતના સંજીવ કુમાર, Pw Cના સીએ સુરેશ સ્વામી,એપોલો ટાયરના રાજેશ સિંઘ,GSP ક્રોપ સાયન્સ વિજયેન્દ્ર પુરોહિત,એપી મોલ્લરના ભૂષણ મલકાની,દિશમાન કાર્બોજેનના નિલેશ દેશમુખ,મેડિ ફાર્માના મનોજ ભટ્ટ,ક્વોન્ટમ કોમ્યુનિકેશનના રવિન્દ્ર બારલિંગય,ONGCના પ્રદીપ સાને, અનેઅરવિંદ એડવાન્સ મટીરીયલ્સના નિશિગંધા કુલકર્ણી સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાએ ઈરાન યુદ્ધ પર 25 અબજ ડોલર ખર્ચ્યા:ઈરાને કહ્યું- યુદ્ધ કોઈ સમસ્યાનું સમાધાન નથી, વાતચીત જ એકમાત્ર રસ્તો
    Next Article
    42 ઉમેદવારો ગુમાવી ડિપોઝિટ:મનપામાં કોંગ્રેસના 12, આપના 26 સાથે 42 ઉમેદવારની ડિપોઝિટ ડૂલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment