Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEET પેપર લીક મામલે જામનગરમાં કોંગ્રેસનો ભાજપ પર પ્રહાર:દેશભરમાં 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાંનો આરોપ; 'છાત્ર ગુંજ' આંદોલનની જાહેરાત

    14 hours ago

    સમગ્ર દેશમાં શિક્ષણ વ્યવસ્થામાં વધી રહેલા ભ્રષ્ટાચાર અને NEET પરીક્ષાના કથિત કૌભાંડના મુદ્દે જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને જામનગરના પ્રભારી લલિત વસોયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, શિક્ષણના નામે ખુલ્લી લૂંટ ચાલી રહી છે અને કોંગ્રેસ આગામી દિવસોમાં 'છાત્ર ગુંજ' અભિયાન હેઠળ સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરશે. વિદ્યાર્થીઓ આત્મહત્યા જેવા ગંભીર પગલાં ભરવા મજબૂર બન્યા લલિત વસોયાએ જણાવ્યું હતું કે, NEET પરીક્ષામાં દેશભરના 22 લાખથી વધુ અને ગુજરાતના 80 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓને કારણે માત્ર પેપર લીક થયું નથી, પરંતુ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થયા છે. તેમણે આરોપ લગાવ્યો કે, એક પેપર લીકના કારણે લાખો વિદ્યાર્થીઓના સપનાઓ તેમજ તેમના માતા-પિતાની વર્ષોની મહેનત અને આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ભ્રષ્ટાચારના કારણે યુવાનોમાં માનસિક તણાવ વધ્યો છે અને કેટલાક વિદ્યાર્થીઓ આત્મહત્યા જેવા ગંભીર પગલાં ભરવા મજબૂર બન્યા હોવાનું પણ તેમણે જણાવ્યું. કોંગ્રેસ સરકારના કામો ગણાવ્યાં તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે પણ જનતા સરકારને પ્રશ્નો પૂછે છે ત્યારે ભાજપના નેતાઓ અને ગૃહમંત્રી "કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું?" એવો સવાલ ઉઠાવે છે. તેના જવાબમાં તેમણે જણાવ્યું કે, પંડિત જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં કોંગ્રેસ સરકારે જ દેશના ગરીબ, ખેડૂત અને મધ્યમવર્ગ માટે શિક્ષણના દ્વાર ખોલ્યા હતા. IIT, IIM અને AIIMS જેવી વૈશ્વિક સ્તરની શિક્ષણ સંસ્થાઓ કોંગ્રેસના શાસન દરમિયાન સ્થાપવામાં આવી હતી, જ્યાંથી ભણીને આજે દેશના વૈજ્ઞાનિકો, ડૉક્ટરો અને ઇજનેરો દેશની સેવા આપી રહ્યા છે. કોંગ્રેસે સરકારને ત્રણ સવાલો પૂછ્યા કોંગ્રેસે સરકારને ઘેરતા ત્રણ મુખ્ય સવાલો પણ ઉઠાવ્યા. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે વારંવાર ચેડાં કેમ થાય છે?, શું આના માટે પણ નહેરુ જવાબદાર છે? પેપર લીકના મુખ્ય સૂત્રધારો સામે કડક કાર્યવાહી કેમ થતી નથી? તેમજ દેશના યુવાનોનો શિક્ષણ વ્યવસ્થા પરથી તૂટી રહેલા વિશ્વાસ માટે જવાબદાર કોણ? કોંગ્રેસે આ તમામ મુદ્દે સરકાર પાસે સ્પષ્ટ જવાબની માંગ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    માધાપરવાડી શાળામાં 90 બાળકોને બાલવાટિકામાં પ્રવેશ:150 વિદ્યાર્થીનીઓ માટે ટ્રાન્સપોર્ટ સુવિધાને લીલી ઝંડી અપાઈ
    Next Article
    વડોદરા CPનું જાહેરનામું, 71 રસ્તાઓ પર પ્રતિબંધિત રહેશે:મહોરમ તહેવારની ઉજવણીને લઈને 26 જૂનના રોજ સરસિયા તળાવ સહિત મુખ્ય માર્ગો પર નો-પાર્કિંગ ઝોન અને ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં રહેશે, જાણો વૈકિલ્પક વ્યવસ્થા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment